જસદણમાં કમ્મરતોડ વેરાવધારા સામે વિરોધ

જસદણમાં કમ્મરતોડ વેરાવધારા સામે વિરોધ
જસદણમાં કમ્મરતોડ વેરાવધારા સામે વિરોધ
જસદણ નગરપાલિકા દ્વારા પ્રજાજનોને આપવામાં આવેલા વેરા બિલમાં અંદાજે 140 ટકા જેટલો વધારો થતાં નાગરિકોમાં રોષ ફેલાયો હતો અને ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા.જસદણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં નવા વર્ષના વેરા બીલ તૈયાર થતા તેમાં મિલકત વેરાના 70 ટકા જેટલો નવો દીવાબત્તી વેરો નાખ્યો હતો તેમજ મિલકત વેરાના 70 ટકા જેટલો સફાઈવેરો નાખ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આમ જસદણમાં જેમને જૂનું 10 હજારનું વેરા બિલ આવતું હોય તેને આ નવા વેરા સહિત હવે અંદાજે 24 હજાર જેટલું વેરા બિલ આવશે. આથી નાગરિકોમાં રોષ ફેલાતા જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ પ્રમુખ અશોકભાઈ આર. ધાધલ, મહામંત્રી ભરતભાઈ કે. ધારૈયા, પીઢ અગ્રણી અશોકભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં વેપારીઓ નગરપાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા. જ્યાં પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા તથા પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા તેમજ ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીને આ નવા નાખવામાં આવેલા વેરા પાછા ખેંચવાની ઉગ્ર રજૂઆત કરી હતી.

Read About Weather here

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી તેમજ આર્થિક મંદી ધ્યાને લઇને નવા વેરા નહિ નાખવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયાએ ઉપસ્થિત વેપારીઓને જણાવ્યું હતું કે આ નવા વેરા પ્રકરણમાં આગામી દિવસોમાં પ્રજાના હિતમાં નિર્ણય કરીને નવા નાખવામાં આવેલા વેરામાં ઘટાડો કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ માટે સામાન્ય સભા સહિતની વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનું બોર્ડ ચૂંટાયેલું બોર્ડ છે અને તેને વેરા સહિતના પ્રશ્ર્ને પ્રજાના હિતમાં નિર્ણય કરવાનો સંપૂર્ણ અધિકાર અને સત્તા છે. બોર્ડના સભ્યો દ્વારા નવો વેરો રદ કરવો જોઈએ તેવી ઉપસ્થિત તમામ લોકોએ માંગણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here