ગુજરાતમાં વહેલી ચૂંટણીઓ યોજવાના પડઘમ વાગવાનું શરૂ

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
એક નહીં ત્રણ- ત્રણ દિવસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વતન ગુજરાતમાં રોકાણ, શ્રેણીબધ્ધ કાર્યક્રમો, હજારો કરોડની યોજનાઓનું ઝપાટાભેર લોકાર્પણ તેમજ શિલાન્યાસ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહાનુભાવોનું ગુજરાતની ધરતી પર એક પછી એક આગમન અને ઝડપથી બનતી મહત્વપૂર્ણ ઘટનાઓની આવી હારમાળાનું પૃથક્કરણ કરતા રાજકીય પંડિતો અને નિષ્ણાંતો એવી આગાહી કરી રહ્યા છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી જાહેર થવાની સંભાવનાઓ વધુ પ્રબળ બની ગઈ છે. વડાપ્રધાને આટલા વ્યસ્ત હોવા છતાં ગુજરાતને પુરા ત્રણ દિવસ ફાળવ્યા અને આદિવાસી સહિતનાં સમાજનાં નબળા ગણાતા વર્ગોને પ્રાધાન્ય આપતા કાર્યક્રમોમાં ભાગ લીધો જો એટલું જ નહીં હજારો કરોડની લોકલક્ષી યોજનાઓનું લોકાર્પણ કરી અને અનેક યોજનાઓનું ખાતમુહૂર્ત પણ કર્યું. તદ્દઉપરાંત કાર્યક્રમોનાં શીરમોર સમાન આંતરરાષ્ટ્રીય આયુષ રોકાણ મહાપરિષદ ગાંધીનગરમાં ખુલ્લી મૂકી આ બધા સંકેતોને રાજકીય નિષ્ણાંતો વહેલી ચૂંટણીની તૈયારીઓ સમાન ગણી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત પર જાણે નેતાઓની ફૌજ ઉતરી પડી હોય તેવા દ્રશ્યો અને કાર્યકમોની જાણે કે હારમાળા સર્જાઈ છે. તેના પરથી મહત્વનાં રાજકીય સંકેતો મળતા થઇ ગયા છે અને મોટાભાગનાં રાજકીય તજજ્ઞો તેનું એવું રીતે મૂલ્યાંકન કરી રહ્યા છે કે, હવે ભાજપ નગારે ઘા કરી દેશે અને વહેલી ચૂંટણીઓ જાહેર થાય તો પણ જરાય નવાઈ નહીં લાગે. ભાજપનાં સંગઠન અને સરકારની છેલ્લા થોડા મહિનાઓની સક્રિયતા અને કાર્યક્રમોની વણઝાર જોતા પંડિતોનાં મૂલ્યાંકનમાં તથ્ય દેખાઈ છે. જો આવું થાય તો કદાચ એકાદ બે મહિનામાં જ ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી બહુ મોટી જાહેરાત થઇ શકે છે.

વડાપ્રધાન ત્રણ દિવસ રોકાયા અને બનાસકાંઠામાં ડેરી પ્રકલ્પ પ્રોજેક્ટ, ઉત્પાદન યુનિટ, નવા સંકુલ, વિલક્ષણ, દૂધવાણી રેડિયો સ્ટેશન ખુલ્લા મુક્યા. ગોબરગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, ગુજરાતનાં ઉતર ભાગમાં શ્વેતક્રાંતી લાવનાર પશુપાલક બહેનોને સંબોધન કર્યું એટલું જ નહીં આવી બહેનોનાં એક ડેલીગેશનને રૂબરૂ મળી સંવાદ પણ કર્યો. એ પછી આદિવાસી સમાજને રીઝવવા માટે દાહોદમાં રોડ-શો કર્યો અને 20 હજારથી વધુનાં બહુમૂલ્ય એવા પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન કર્યું અને શિલાન્યાસ પણ કર્યા. ગુજરાતની યાત્રાને વિકાસ યાત્રા બનાવી દેનાર વડાપ્રધાનની આ મુલાકાતને મૂલવતા રાજકીય ભવિષ્ય વેતાઓ મક્કમપણે કહેવા લાગ્યા છે કે, ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી ચોક્કસ વહેલી આવશે.
ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં દેશની પહેલી ગ્લોબલ આયુષ રોકાણ અને ઇનોવેશન સમીટ કરીને વડાપ્રધાને વિશ્વમાં આયુષ પ્રોડક્ટનો જય જયકાર કરાવ્યો છે.

એમના મોટાભાગનાં કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં બે મહાનુભાવોએ આપેલી હાજરી ઉડીને આંખે વળગે છે. આપણા ખૂબ સારા મિત્ર એવા મોરેશિયસનાં વડાપ્રધાન પ્રવિન્દ જૂગનાથ અને ઠઇંઘ નાં ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એક પડછાયાની જેમ નરેન્દ્ર મોદીની સાથે રહ્યા તેનું ઘણું રાજકીય મહત્વ આંકવામાં આવી રહ્યું છે. તમામ ઘટના ચક્ર એક જ સંભાવના તરફ નિર્દેશ કરે છે કે, ગુજરાતમાં ચૂંટણીઓ વહેલી જાહેર થવાનું હવે લગભગ નિશ્ર્ચિત બનતું જાય છે. સંગઠનની દ્રષ્ટિએ પણ અને રાજ્યમાં સરકારી પાંખની સક્રિયતાની દ્રષ્ટિએ પણ એવું લાગે છે કે, ભાજપ હવે ચૂંટણીઓ લડી લેવાની ઉતાવળમાં છે. તે માટે સંગઠન પાંખમાં પણ વીજ સંચાર થયો હોય તેમ પ્રવૃત્તિઓનો ધમધમાટ થઇ રહ્યો છે. આવતીકાલથી ભાજપનાં ગુજરાતમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે.

Read About Weather here

રાજ્યમાં ભાજપની નવી સરકાર એટલે કે ભુપેન્દ્ર પટેલની કેબિનેટ રચાયા બાદ પહેલીવાર પ્રદેશ પ્રભારી યાદવ આવી રહ્યા છે. એ મુલાકાતને પણ રાજકીય નિષ્ણાંતો ચૂંટણી વ્યૂહનાં ભાગરૂપે ગણાવે છે. ભુપેન્દ્ર યાદવ આવતીકાલે કમલમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય તમામ મંત્રીઓ સાથે બેઠક કરનાર છે. બે દિવસ સુધી ભુપેન્દ્ર યાદવ દ્વારા બેઠકોનો ધમધમાટ કરવામાં આવશે. એમની મુલાકાતનો સમય સૂચક અને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સંગઠનને ચૂંટણી માટે સજ્જડ રીતે તૈયાર કરવા સંકેત આપવામાં આવ્યો હોય તેવું લાગે છે. જાણે તૈયારીઓને આખરી ઓપ આપવાની દિશામાં પક્ષને પ્રેરવા માટે યાદવ દ્વારા ચૂંટણી પહેલાની છેલ્લી મહત્વની કવાયત હાથ ધરવામાં આવી હોય તેવું કહેવાય છે. એક એવી મહત્વની હકીકત ભાજપનાં આંતરિક સુત્રોમાંથી જાણવા મળી છે કે, ભાજપનાં મોવડી મંડળે કેન્દ્રીય નેતૃત્વનાં ઈશારે આગામી ચૂંટણીઓ માટે સંભવિત ઉમેદવારોની લાંબીલચ્ચ યાદીનો ઉંડાણ ભર્યો ત્વરીત અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું હોવાનું કહેવાય છે. તમામ ધારાસભા મત વિસ્તારોની યાદીને ચકાસવા અને આખરી ઓપ આપવાની કવાયત અત્યારથી શરૂ થઇ ગઈ હોવાનું કહેવાય છે. એટલે જ રાજકીય પંડિતો વહેલી ચૂંટણીની આગાહી કરવા લાગ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here