પક્ષનાં ધારાસભ્યનાં વિકાસકામોનો દળદાર રીપોર્ટ તૈયાર કરાયો

પક્ષનાં ધારાસભ્યનાં વિકાસકામોનો દળદાર રીપોર્ટ તૈયાર કરાયો
પક્ષનાં ધારાસભ્યનાં વિકાસકામોનો દળદાર રીપોર્ટ તૈયાર કરાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ચૂંટણી લડવા માંગનારાઓ અને લડી ચુકેલા નેતાઓ તથા પ્રતિનિધિઓ દ્વારા ફરીથી થનગનાટ શરૂ થયો છે ત્યારે ભાજપમાં આગામી ચૂંટણીઓનાં ઉમેદવારોની પસંદગીમાં નો-રિપીટ થિયરીને જ ચોક્કસપણે લાગુ કરવામાં આવશે તેવું આધારભૂત રીતે જાણવા મળ્યું છે. જેના પગલે અનેકનાં અરમાનો ઠંડા પડી જવાની શક્યતા દેખાઈ રહી છે અને જોમ ભર્યા જોશીલા તથા શિક્ષિત ભાજપ કાર્યકરોને ચૂંટણી જંગ લડવાની તક મળશે તેવું ભાજપનાં સુમાહિતગાર સુત્રોએ વિશ્ર્વાસ ભર્યા અવાજમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત ભાજપમાં તળીયેથી ટોચ સુધી એવી ચર્ચા થતી સંભળાઈ છે કે, આગામી ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી ભાજપનાં મોવડીઓ નો-રિપીટ થિયરીને અમલમાં મુકે એ નિશ્ર્ચિત બન્યું છે. શિક્ષિત યુવાનો અને મહિલાઓને મોટાપાયે ટિકિટ આપીને ભાજપ ચૂંટણી જંગ ખેલવા માટે સજ્જ બન્યો છે તેવું જાણવા મળ્યું છે. આ દિશામાં પાયાની કામગીરી અને પક્ષનાં લોક પ્રતિનિધિઓની કાર્યવાહીનાં લેખાજોખા કરવાનું પણ આરંભી દેવાયું હોવાનું જાણવા મળ્યું છે. કેમકે પક્ષનાં મોવડીઓએ પક્ષનાં તમામ વર્તમાન ધારાસભ્યોને પણ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે, પોતપોતાના મત વિસ્તારોમાં કરાવેલા વિકાસ કામોનો રીપોર્ટ તૈયાર કરી લેવાનો છે અને પક્ષનાં મોવડીઓને મોકલી આપવાનો છે. મોવડીઓનાં સંદેશાને કારણે પક્ષનાં તમામ ધારાસભ્યો કામે લાગી ગયા છે અને પૂરતા કામો કરી ન શકનારાઓને મનમાં ફડક બેસી ગઈ હોય એ સ્વાભાવિક છે.

જાણવા મળ્યું છે કે, પક્ષનાં મોવડીઓ અદના કાર્યકરની રજૂઆતને પણ ગંભીરતાથી કાને ધરી રહ્યા છે. કાર્યકરોની ગંભીર ફરિયાદોને લક્ષમાં લેવામાં આવી રહી છે. જેના કારણે અનેક ચૂંટણી લડવા ઈચ્છુંકોનાં ઓરતા અધુરા રહી જવાની પૂરી શક્યતા દેખાઈ છે. પક્ષનાં કાર્યકરોએ ટિકિટની ફાળવણી અંગે મોવડીઓ સુધી સંખ્યાબંધ મહત્વની અને સૂચક રજુઆતો કરી છે. જેના પગલે મોવડીઓનાં મનમાં નો-રીપીટ થીયરીની વ્યૂહરચના કાળમીંઢ પથ્થરની જેમ વધુ મજબુત બની ગઈ છે. તાલુકાથી જિલ્લા અને ગ્રામ્ય લેવલ સુધીનાં કાર્યકરોએ પ્રદેશ કક્ષાએ એવી રજુઆતો કરી છે કે વર્ષોથી પાર્ટીમાં પાથરણા ઉપાડી રહેલા અને સરકારની વિવિધ લોકલક્ષી યોજનાઓની વિગતો રાજ્યનાં છેવાડાનાં માનવી સુધી પહોંચાડતા રહેલા નિષ્ઠાશીલ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં સર્વોચ્ચ અગ્રતા આપવી જોઈએ.

કાર્યકરોએ એવી પણ જોરદાર રજૂઆત કરી હોવાનું બહાર આવ્યું છે કે, વર્ષોથી પક્ષનાં હોદ્દાઓ ભોગવતા આવેલા અથવા હોદ્દા ભોગવી ચુકેલા નેતાઓની ટિકિટ ફાળવણીમાં બાદબાકી કરવી જ જોઈએ અને એમની જગ્યાએ વર્ષોથી મુકભાવે સેવા કરતા રહેલા અને કોઈ અપેક્ષા વિના પક્ષનું કામ કરતા રહેલા સનિષ્ઠ કાર્યકરોને ટિકિટ ફાળવણીમાં સૌથી વધુ પ્રાધાન્ય અપાવવું જોઈએ. આવી રજુઆતોને પગલે ભાજપમાં અનેકનાં આદર્યા અધુરા રહી જવાની પૂરી સંભાવના ઉભી થતી દેખાઈ છે. ચિત્ર એવું ઉભું થઇ રહ્યું છે કે, પક્ષમાં સ્થાપિત હિત બની ગયા હોય એવા અને અદના કાર્યકરની અવગણના કરનારા એ તમામને આ વખતે ટિકિટથી વંચિત કરી દેવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે, કાર્યકરોની રજૂઆત સાંભળ્યા પહેલા જ મોઢું તોડી લેવા અને વાતને હવામાં ઉડાડી દેતા ચોક્કસ નેતાઓનાં નામજોગ પ્રદેશ મોવડીઓ સમક્ષ ઉગ્ર રજુઆતો થઇ છે જેની પ્રદેશ મોવડીઓએ પણ ગંભીર નોંધ લીધી હોવાનું કહેવાય છે.

કાર્યકરોની ગંભીર રજુઆતો સાંભળીને આવા કેટલાક નેતાઓને ‘માપ’માં રહેવાનું સીધી કે આડકતરી રીતે કહી દેવાયું છે અને મોવડીઓનો સંદેશ મળતા જ આ બધા નેતાઓ એકાએક ડાહ્યા ડમરા થઈને બેસી ગયા છે. ચૂંટણી લડવા ઈચ્છુક કેટલાક થનગનતા નેતાઓએ કાર્યકરોને ફોન કરી અથવા રૂબરૂ મળીને ગત ચૂંટણીઓમાં ક્યાં બુથમાં કેટલી લીડ મળી હતી. તેની જાણકારી મેળવવાની કવાયત ગંભીરતાથી શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. મળતા તમામ સંકેતો અને રાજકીય ઈશારાઓનું મૂલ્યાંકન કરતા એક ચિત્ર સ્પષ્ટ એવું ઉભરી રહ્યું છે કે, ભારતીય જનતા પક્ષનાં મોવડીઓ કાર્યકરોની અવગણના કરનાર લોક પ્રતિનિધિઓ અને નેતાઓને ઉમેદવારોનાં લીસ્ટમાં સામેલ કરવા માટે બિલકુલ ઈચ્છુક નથી.

Read About Weather here

હવે પક્ષનાં એવા લોકોએ દિવાલ પરના અક્ષરો વાંચી લઇ ચૂંટણીઓમાં ગુપચુપ કામે લાગી જવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં એવું ભાજપનાં આંતરિક સુત્રો કહી રહ્યા છે. ભાજપનાં પ્રદેશ વડા સી.આર.પાટીલનાં મિજાજને તો બધા જાણે જ છે. તેઓ પક્ષનાં નેતા કે કાર્યકરનું કદ જોતા નથી પણ કામ નિહાળે છે. કોઈપણ પ્રકારની ભલામણો કે લોબીંગને સહન કરતા નથી. સગાવાદ આધારિત ટિકિટ વિતરણમાં માનતા નથી. એટલે આગામી વિધાનસભા ચૂંટણીઓ સમયે ભાજપની ઉમેદવાર યાદીઓમાં અનેક નવા ચહેરા અને આશ્ચર્યજનક નામો જોવા મળે તો નવાઈ નહીં લાગે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here