આજી રીવરફ્રન્ટ પ્રોજેકટથી અસરગ્રસ્ત પરિવારો ચિંતાતૂર

આજી રીવરફ્રન્ટ પ્રોજેકટથી અસરગ્રસ્ત પરિવારો ચિંતાતૂર
આજી રીવરફ્રન્ટ પ્રોજેકટથી અસરગ્રસ્ત પરિવારો ચિંતાતૂર
મહાપાલિકા દ્વારા આજી નદી પર રીવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવનાર હોવાથી નડતરરૂપ બાંધકામો દૂર કરવાની ગતિવિધિ ચાલુ કરાઈ છે. જેમાં કેસરી પુલ નીચે આવેલા મફતિયાપરા વિસ્તારના ગરીબ પરિવારોનો પણ આસરો છીનવાનાર હોવાથી તેઓએ રાજકોટ મનપાના મેયર અને કમિશનર તથા ગાંધીનગર સ્થિત માનવ અધિકાર પંચના અધ્યક્ષને રજૂઆત કરીને ન્યાયિક નિર્ણય લેવા માંગ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગરીબ રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, છેલ્લા 25-30 વર્ષથી અહીં રહીએ છીએ અને જગ્યાનો કબ્જો ભોગવટો ધરાવીએ છીએ. મહાપાલિકાની કચેરીમાં તે અંગેના મિલકત વે2ા તથા પાણી વેરો ભરીએ છીએ તથા આ જગ્યાએ વીજ કનેકશન ધરાવીએ છીએ. આ જગ્યાએ જે માણસો રહીએ છીએ તે બધા આર્થિક રીતે નબળા વર્ગના માણસો છીએ અને પોતાના પેટનું પણ માંડ માંડ પુરૂ કરીએ છીએ.

જેથી જણાવવા માંગીએ છીએ કે આજી નદી 52 જે યોજના અમલી બનાવવા માંગો છો તેને કા2ણે ગરીબ લોકો ધ2 વિહોણા બની જશે. અહીં જે ગ2ીબ લોકો વસે છે તે બધા ટકનું લઈને ટકનું ખાવાવાળા ગરીબ મજુર વર્ગના માણસો છે. એક વાર અહીંના લોકોની પરિસ્થિતિ જોવા આવો તો ખ્યાલ આવે કે લોકો કેવી રીતે ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓને નોટીસ આપવામાં આવેલ છે તેના અનુસંધાને તેમણે જણાવ્યું છે કે, અમે લોકો ગરીબ લોકો છીએ. ઘર તોડી નાખવામાં આવશે તો કઈ જગ્યાએ રહેવા જઈશું તે એક પ્રશ્ર્ન છે.

Read About Weather here

નાના નાના દિકરા-દિકરીઓ ઘરની સ્ત્રીઓ, વૃધ્ધ માતા-પિતાને લઈને કયાં જઈશુ તે પણ ખબર નથી. એટલી મુડી કે પૈસા નથી કે આવી મોંઘવારીમાં ભાડે રહેવા જઈ શકીએ કે નવા મકાન ખરીદી શકીએ. હજુ તો કોરાના ગયો અને તેને કારણે કામ ધંધા પણ ઘણા સમયથી બંધ રહેલ હોય અને હાલ અસહ્ય મોંઘવારી હોય આવા સમયે ઘરનું ઘર લેવું તે ગ2ીબ લોકો માટે વિનંતી કરીએ છીએ કે મકાન પાડી નાખતા પહેલા કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં આવે કે જેથી કરીને દિકરા-દિકરીઓ, ઘ2ની સ્ત્રીઓ, વૃધ્ધ માતા-પિતાને લઈને વૈકલ્પિક જગ્યાએ જઈ શકીએ. તેમ અંતમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here