દારૂના કન્ટેનર મામલે રાજકોટ ડીસીબીના 4 જવાનો સહિત પાંચ સામે કાવતરું, અપહરણનો ગુનો નોંધાયો

દારૂના ક્ધટેનર મામલે રાજકોટ ડીસીબીના 4 જવાનો સહિત પાંચ સામે કાવતરું, અપહરણનો ગુનો નોંધાયો
દારૂના ક્ધટેનર મામલે રાજકોટ ડીસીબીના 4 જવાનો સહિત પાંચ સામે કાવતરું, અપહરણનો ગુનો નોંધાયો
શહેરની ક્રાઇમ બ્રાંન્ચ વધુ એક વખત ચર્ચાના ચગડોળે ચડી ગઇ છે. આ વખતે દારૂ ભરેલા ક્ધટેનરને બીજાની હદમાંથી રાજકોટ સુધી તાણી લાવવાને કારણે આ જવાનો માટે ફસાઇ જવાની નોબત ઉભી થઇ છે. સ્ટેટ મોનીટરીંગ સેલના કર્મચારીએ આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાંન્ચના ચાર જવાનો અને રાજસ્થાન બાડમેરના ટ્રક ચાલક વિરૂધ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ, ગેરકાયદે ગોંધી રાખવાની કલમ, અપહરણની કલમ અને કાવત્રાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવતાં સાયલા પોલીસે હાલ ચાર જવાનો અને રાજસ્થાની બુટલેગર સહિત પાંચને અટકાયતમાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે ક્રાઇમ બ્રાંન્ચના ચાર કર્મચારીઓ દેવાભાઇ જાદવભાઇ ધરજીયા, સુભાષભાઇ સોંડાભાઇ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ નરપતસિંહ જાડેજા ક્રેટા કાર લઇને સાયલા તરફ રવિવારે રાતે રવાના થયા હતાં. ત્રણ કર્મચારી કારમાં હતાં અને એક કર્મચારી ટુવ્હીલરમાં હતાં. કહેવાય છે કે આ ટુવ્હીલરમાં તેની સાથે એક બુટલેગર પણ હતો. આ બધા સાયલાના આયા ગામ પાસે પહોંચ્યા હતાં અને 394 પેટી દારૂ ભરેલા ક્ધટેનર સાથે રાજસ્થાન બાડમેરના જગદીશ ઉમેદરામ બેનીવાલને પકડી લીધો હતો. બે પોલીસ કર્મચારી ક્ધટેનરમાં ડ્રાઇવર સાથે બેસી ગયા હતાં.

આ ટીમ બાદમાં દારૂ ભરેલા ક્ધટેનર સાથે રાજકોટના માલિયાસણ નજીક પહોંચી હતી. ત્યાં જ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે. ટી. કામરીયા અને ટીમે તેને અટકાવ્યા હતાં. એ પછી રાજકોટ ક્રાઇમ બ્રાંન્ચના કર્મચારીઓ, ક્ધટેનરના ડ્રાઇવરની પુછતાછ થતાં આ ક્ધટેનર છેક સાયલાથી રાજકોટ લાવ્યાનું અને ડ્રાઇવરને ગેરકાયદે અટકાયતમાં રાખ્યાનું જણાતાં તમામને સાયલા પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતાં. વિશેષ પુછતાછની કાર્યવાહી બાદ ગત મોડી સાંજે ગુનો નોંધવામાં આવ્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના કર્મચારી હેડકોન્સ.

રાણાભાઇ હમીરભાઇ કુગશીયાની ફરિયાદ પરથી સાયલા પોલીસ સ્ટેશનમાં દારૂના ક્ધટેનરના ચાલક રાજસ્થાન બાડમેરના જગદીશ ઉમેદરામ બેનીવાલ, રાજકોટ ક્રાઇમ બ્રાંન્ચના દેવાભાઇ જાદવભાઇ ધરજીયા, સુભષભાઇ સોંડાભાઇ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ નરપતસિંહ જાડેજા વિરૂઘ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65 (એ), (ઇ), આઇપીસી 342, 365, 120-બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિશેષ તપાસ સાયલા પોલીસે હાથ ધરી છે.

Read About Weather here

ડીસીબીના જે ચાર કર્મચારીઓ સામે ગુનો દાખલ થયો એ ટીમના ઇન્ચાર્જ મહિલા પીએસઆઇ બી. જે. કડછાની કોઇ સંડોવણી સામે આવી નથી. આમ છતાં તેમનું પણ નિવેદન નોંધવામાં આવશે.સાયલા પોલીસે હાલ ડીસીબીના ચારેય કર્મચારી અને રાજસ્થાની ટ્રક ડ્રાઇવરને અટકાયતમાં રાખી આગળની તપાસ હાથ ધરી છે.સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. એચ. સોલંકી, કુલદિપસિંહ અને પૃથ્વીરાજસિંહ વિશેષ તપાસ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here