આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

વિદ્યાર્થીઓને પોતાની પ્રતિયોગી સંબંધિત પરીક્ષામાં યોગ્ય પરિણામ મળશે. આજે સપના સાકાર કરવાનો દિવસ છે એટલે આ સમયે તમારે વધારે મહેનત કરવી પડશે. ભાઇઓ સાથે પણ થોડી લાભકારી પરિસ્થિતિઓ ઉપર વિચાર-વિમર્શ થશે.આળસના કારણે કોઇપણ કામ કરવાનો પ્રયાસ ન કરો. યોજનાઓ ક્રિયાવંતિ કરતી સમયે થોડી દુવિધાની સ્થિતિ રહેશે. નજીકના કોઇ વ્યક્તિની સલાહ લઇને કામ કરો.વ્યાવસાયિક દૃષ્ટિથી દિવસ ઉત્તમ રહેશે.ઘરની સુખ-સુવિધાઓ ઉપર ધ્યાન રાખો.ગળામાં થોડા ઇન્ફેક્શનની સમસ્યા અનુભવાશે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આ સમયમાં ગ્રહ સ્થિતિ તમારા માટે અનેક અવસર પ્રદાન કરી શકે છે. તેનો ભરપૂર લાભ ઉઠાવો. બધા જ કાર્યો સરળતાથી સંપન્ન થતાં જશે. જેના કારણે મનમાં પ્રફુલ્લતા અને તાજગી રહેશે.આ વાતનું પણ ધ્યાન રાખો કે, કામ વધારે હોવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે છે. આ સમયે તમારે આરામ કરવાની જરૂર છે.વ્યાવસાયિક સ્થળે સહયોગીઓનો કાર્ય પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે.પારિવારિક લોકો સાથે ખરીદારી કરવાથી પ્રસન્નતા અનુભવાશે.કામ વધારે હોવાથી થાકનો અનુભવ થશે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળશે. ધાર્મિક મામલે સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. તમારી રાશિમાં મહત્ત્વપૂર્ણ ગ્રહોની યુતિ તમારા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવી શકે છે.ફોન ઉપર કે મિત્રો સાથે સમય વ્યર્થ કરશો નહીં. ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના આવી શકે છે, જેના કારણે થોડાં સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે સુધારની સંભાવના નથી.જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારી જવાબદારીમાં આવે છે.માથાનો દુખાવો અને તણાવ જેવી સમસ્યા રહેશે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધી રહ્યો છે. જેના કારણે તમારા વિચાર પોઝિટિવ અને સંતુલિત થતાં જઇ રહ્યા છે. બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરતાં રહો. સમય તમારા પક્ષમાં છે.ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે દગો મળી શકે છે. કોઇ મિત્ર કે બહારના વ્યક્તિ સાથે ધનની લેવડ-દેવડ કોઇ વાદ-વિવાદ ઉત્પન્ન કરી શકે છે.વ્યક્તિગત સંપર્ક તમારા માટે લાભદાયક સ્થિતિઓ બનાવશે.ભાઇ-બહેનો સાથે સમય વ્યતીત કરવાથી સંબંધ વધારે મજબૂત બનશે.સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજે તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને સાકાર કરવા અને યોજનાઓ બનાવવાનો દિવસ છે. અન્યની સલાહ લેવાની અપેક્ષાએ તમારા મનનો અવાજ સાંભળો અને તેના ઉપર અમલ કરો.રૂપિયા-પૈસાના મામલે કોઇ ઉપર વિશ્વાસ કરશો નહીં. આજે બધા જ કામ જાતે જ કરવાં. કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ કરશો નહીં. કેમ કે, આજે તેમનો સહયોગ તમારા માટે જરૂરી છે.આજનો દિવસ ઉન્નતિ આપનાર રહેશેવ્યવસાયિક ઉપલબ્ધિઓ પરિવારના સભ્યોને પ્રસન્નતા પ્રદાન કરશે.વાહન સાવધાનીથી ચલાવો.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે જો કોઇ પોલિસીમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત નિર્ણય લો, સ્થિતિ તમારા પક્ષમાં છે. સાથે જ, અટવાયેલાં સરકારી કાર્યોમાં સમાધાન મળવાના અણસાર છે.આવકની સાથે-સાથે વ્યય પણ વધારે થશે. બહારના વ્યક્તિને પરિવાર અને વ્યવસાયમાં દખલ આપવા દેશો નહીં. કેમ કે, તેમના કારણે ગેરસમજ ઊભી થઇ શકે છે.વ્યવસાયિક સ્થળે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ ન મળવાથી મન નિરાશ રહેશે.પ્રેમ-પ્રસંગોમાં અંતર જાળવી રાખો.સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

થોડાં સમયથી ચાલી રહેલી ઘરેલૂ સમસ્યાઓને તમે વ્યવસ્થિત કરી લેશો. તમારા સૌમ્ય અને સહજ સ્વભાવના કારણે ઘર અને પરિવારમાં માન-સન્માન જળવાયેલું રહેશે.બાળકોને કોઇ પ્રકારનો નિર્ણય લેવામાં સહયોગ કરો. આવું કરવાથી તેમનામાં સુરક્ષાની ભાવના વધશે. તેમની સમસ્યાને લઇને તણાવ અને ગુસ્સો કરવાથી સમસ્યા વધી શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી કરશો નહીં.જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારી કાર્યક્ષમતાને નવી ઊર્જા પ્રદાન કરશે.સિઝનલ બીમારી થઇ શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આજે કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. જેના દ્વારા તમે અંદર એક નવા જોશ અને ઊર્જાનો અનુભવ કરશો. વર્તમાન સમયમાં નેગેટિવ પ્રભાવથી બચવા માટે તમારા પરિવારને સુરક્ષા પ્રદાન કરવાના જે નિયમ બનાવ્યાં છે તેના માટે પ્રોત્સાહન મળશે.તમારો કોઇ સમાન ખોવાઇ શકે છે અથવા ચોરી થવાની સંભાવના છે. આ સમયે તમારું ધ્યાન જાતે જ રાખો. ઘરના કોઇ વરિષ્ઠ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.કાર્યક્ષેત્રમાં થોડાં પરિવર્તનની જરૂરિયાત છે.કોઇ નવા બાળકના આગમનના સમાચાર મળી શકે છે.પેટમાં દુઃખાવાની સમસ્યા રહેશે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે પરિવાર અને ફાયનાન્સ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. રોજિંદા જીવનથી અલગ પોતાની છુપાયેલી ક્ષમતાઓ વિશે વિચારો અને તેને જાગૃત કરો.તમારી ભાવુકતા અને ઉદારતાનો કોઇ ફાયદો ઉઠાવી શકે છે. કોઇની વાત ઉપર વિશ્વાસ કરતાં પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો.આજે કાર્યક્ષેત્રમાં રોકાણ સંબંધિત મામલાઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો.બેકારના પ્રેમ સંબંધો અને મનોરંજન વગેરેમાં સમય ખરાબ કરશો નહીં.સાંધાનો દુઃખાવો થઇ શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે તમારો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય તમારા માટે પોઝિટિવ ઉપલબ્ધિઓ પ્રદાન કરશે. તમારી કોઇ યોજનાને ગતિ પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. ધર્મ-કર્મ પ્રત્યે પણ આસ્થા બનશે.નિર્ણય લેવામાં એટલો વધારે સમય ન લગાવશો કે કામ તમારા હાથમાં સરકી જાય. મામા પક્ષથી પણ કોઇ પ્રકારની ગેરસમજ ઉત્પન્ન થઇ શકે છે.અધિકારીઓ સાથે વાતચીત કરતી સમયે માનસિક સ્થિતિને નિયંત્રિત રાખોપ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.શરીરમાં આળસ વધશે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે ભાવુકતાને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. પ્રેક્ટિકલ થઇને નિર્ણય લેવો જેનું ઉત્તમ પરિણામ તમને મળશે. શેરબજાર અને રિસ્ક સંબંધિત કાર્યોમાં લાભદાયક અવસર પ્રાપ્ત થશે.અફવાહ ઉપર બિલકુલ ધ્યાન આપશો નહીં. કોઇ વ્યક્તિ દ્વારા કોઇ ગેરસમજ ઉત્પન્ન કરવાથી પરેશાનીઓ વધશે. પાડોસીઓ અથવા મિત્રો સાથે સંબંધ ખરાબ થવાની સંભાવના છે.આજે માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વધારે સમય વ્યતીત કરો.કોઇ જૂના મિત્રને મળવાથી યાદ ફ્રેશ થઇ જશે.સ્વાસ્થ્ય સારું રહેશે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પ્રોપર્ટી સંબંધિત કોઇ કામને લઇને નજીકની યાત્રા થઇ શકે છે. થોડો સમય મનોરંજનમાં પણ વ્યતીત કરો. તમે તમારી કાર્યકુશળતાના દમે અનેક કાર્ય ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકશો.ધ્યાન રાખો કે, કોઇ ઇર્ષ્યાની ભાવનાથી તમારી ઉપર બદનામી કે આરોપ જેવી સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્યણ લેતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ વિચાર કરી લો.વ્યવસાયિક કાર્યોમાં બનાવેલી યોજનાઓને ઉત્તમ ફળ પ્રાપ્ત થશે.કામમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો પ્રભાવ ઘરના વાતાવરણ ઉપર પડશે.એલર્જી જેવી કોઇ સમસ્યા થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here