જો ભારતને નુકશાન કર્યું તો અમે કોઈને છોડશું નહીં: સંરક્ષણમંત્રી

જો ભારતને નુકશાન કર્યું તો અમે કોઈને છોડશું નહીં: સંરક્ષણમંત્રી
જો ભારતને નુકશાન કર્યું તો અમે કોઈને છોડશું નહીં: સંરક્ષણમંત્રી
સંરક્ષણમંત્રી રાજનાથસિંઘે ચીનને એક મક્કમ અને જોરદાર સંદેશો આપતા પડકાર કર્યો હતો કે, જો ભારતને નુકશાન થશે તો ભારત કોઈને છોડશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં શક્તિશાળી ભારત ઉભરી આવ્યું છે. આજનું ભારત નવું અને વધુ આત્મવિશ્ર્વાસથી ભરપુર છે અને વિશ્ર્વની ટોચની ત્રણ આર્થિક મહાસતાઓની યાદીમાં સામેલ થવા જઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અમેરિકાનાં સાનફ્રાન્સીસ્કો ભારતીય અમેરિકી સમાજને સંબોધન કરતા સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનાં કોઈપણ એક દેશ સાથેનાં સંબંધો બીજા દેશમાં ભોગે હોતા નથી. સંરક્ષણમંત્રી હાલ અમેરિકાનાં પ્રવાસે છે. તેઓ અમેરિકાનાં સંરક્ષણમંત્રી સાથે મુલાકાત કરનાર છે.ભારતીય દુતાવાસ ખાતે એમના માનમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજનાથસિંઘે જણાવ્યું હતું કે, ચીન સાથેની સરહદ પર ભારતીય જવાનોએ બતાવેલી વીરતા દુનિયાએ જોઈ છે. એ જોઇને ચીનને પણ એક સંદેશો મળી જ ગયો છે કે, જો ભારતને છંછેડવામાં આવશે તો ભારત કોઈને છોડશે નહીં.

રશિયા સાથે સંબંધો જાળવનાર ભારત પરના અમેરિકી દબાણનો આડકતરો ઉલ્લેખ કરતા રાજનાથસિંઘે જણાવ્યું હતું કે, ભારતની રાજદ્વારી નીતિ એક દેશ પુરતી સીમિત નથી જો કોઈ એક દેશ સાથે સારા સંબંધો હોય તો તેનો અર્થ એ નથી કે બીજા દેશ સાથે સંબંધ બગડી ગયા છે. ભારતે કદી આવી રાજદ્વારી નીતિનું અનુસરણ કર્યું નથી. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ભારત સમાંતર દરજ્જાનાં દ્વિપક્ષી સંબંધોમાં માને છે. યુક્રેન યુધ્ધમાં રશિયા સાથેનાં સંબંધો અને રશિયા પાસેથી ક્રુડ તેલ ખરીદવાના ભારતનાં નિર્ણય સામે અમેરિકાની નારાજગીનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા હતા. સિંઘે કહ્યું હતું કે, ભારતની પ્રતિષ્ઠામાં વિશ્વકક્ષાએ સુધારો થયો છે. આવનારા થોડા વર્ષોમાં જ વિશ્વનાં ત્રણ ટોચનાં અર્થતંત્ર પૈકીનું એક ભારત બનશે અને તેને કોઈ રોકી નહીં શકે.

. Read About Weather here

ભૂતકાળમાં પણ બધાએ જોયું છે કે, કોઈપણ દેશને વિકાસ કરવો હોય છે તો ભારત સાથે વ્યાપારી સંબંધો બાંધવા આતુર હોય છે. સંરક્ષણમંત્રીએ ન્યુજર્સીમાં પણ ભારતીય અમેરિકી સમાજ સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારે આઠ વર્ષમાં દેશની શિકલ બદલી નાખી છે. દુનિયાને હવે એક ખ્યાલ આવી ગયો છે કે, ભારત નબળો દેશ નથી પણ વિશ્વનો એક શક્તિશાળી દેશ છે અને વિશ્વઆખાને નેતૃત્વ પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે. આટલા ટૂંકાગાળામાં આ બહુ મોટી સિધ્ધી કહેવાય. આપણે હવે સંરક્ષણ સહિતનાં મહત્વનાં ક્ષેત્રમાં સ્વાવલંબન હાંસલ કરી રહ્યા છીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here