રશિયા યુક્રેન યુદ્ધ

રશિયા યુક્રેન યુદ્ધ
રશિયા યુક્રેન યુદ્ધ
વોરશિપ ડૂબ્યા બાદ યુક્રેને દાવો કર્યો હતો કે આ યુદ્ધ જહાજને તેના દ્વારા ડુબાડવામાં આવ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 50થી વધારે દિવસોનો સમય પસાર થઈ ચુક્યો છે. રશિયા તરફથી જે સંકેત મળી રહ્યા છે તે વિશ્વ ખૂબ ભયાજનક સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું હોય એવું જણાય છે. રશિયાની સરકારી ટીવી ચેનલે કહ્યું છે કે યુક્રેન યુદ્ધમાં રશિયાનું જે વોરશિપ ડૂબ્યું છે તેનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. આ દાવા અંગે રશિયાના સરકારી ટીવી ચેનલ રશિયા-1ની પ્રેઝન્ટર ઓલ્ગા કાર્બેયેવાએ પોતાના પ્રોગ્રામમાં કહ્યું- યુક્રેનના દાવાને ખરો માનવામાં આવે તો એમ કહી શકાય છે કે આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. અમે નાટોની સામે લડી રહ્યા છીએ. મસ્કવા ઉપરનો હુમલો પ્રત્યક્ષ રીતે રશિયા પર હુમલો છે.

Visit Saurashtra Kranti Homepage here

બીજી બાજુ, રશિયા તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જહાજ કોઈ હુમલામાં ડૂબ્યું નથી, પણ ટેક્નિકલ ખામી બાદ એમાં આગ લાગી હતી. રશિયાએ યુક્રેનના મિલિટરી બેઝનો નાશ કર્યો છે.રશિયાના સંરક્ષણમંત્રીએ ગુરુવારે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું હતું કે યુક્રેનમાં સૈન્ય અભિયાન સમયે નુકસાનગ્રસ્ત થયા બાદ વોરશિપ મસ્કવા બ્લેક સીમાં ડૂબી ગયું છે. એના પરથી મિસાઈલો છોડવામાં આવતી હતી. વોરશિપ ડૂબ્યા બાદ યુક્રેને દાવો કર્યો હતો કે તેણે આ યુદ્ધ જહાજને ડુબાવ્યું છે. આ દાવા અંગે રશિયાની સરકારી ટીવી ચેનલ રશિયા-1ની પ્રેઝન્ટર ઓલ્ગા કાર્બેયેવાએ તેના કાર્યક્રમમાં કહ્યું- યુક્રેનના દાવાને સાચો માનવામાં આવે તો કહી શકાય કે આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે.

Read About Weather here

દરમિયાન મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ડુબેલા વોરશિપમાં પરમાણુ હથિયાર પણ હતા.મોસ્કોએ કહ્યું છે કે રશિયામાં રહેલા યુરોપિન સંઘના મિશનોના 18 સભ્ય તાત્કાલિક દેશ છોડી દે. રશિયાએ આ નિર્ણય યુરોપિયન યુનિયન તરફથી 19 રશિયન રાજદ્વારીઓને બેલ્જિયમથી બહાર જવા આદેશ આપ્યા બાદ કરવામાં આવ્યો છે.રશિયાના હુમલાને લીધે યુક્રેનની રાજધાની કીવમાં અત્યાર સુધીમાં 900થી વધારે લોકોના મોત થયા છે. રશિયાએ અમેરિકાને ચેતવણી આપી છે કે તે યુક્રેનને હથિયાર આપવાનું બંધ કરે. વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ પ્રમાણે રશિયા તરફથી મોકલવામાં આવેલી એક રાજદ્વારી નોધની માહિતી પ્રમાણે રશિયાએ દાવો કર્યો છે કે અમેરિકા અને નાટો તરફથી હથિયારોનો જે જથ્થો મોકલવામાં આવી રહ્યો છે તે અભૂતપુર્વ પરિણામ લાવી શકે છે.કીવ વિસ્તરના પોલીસ અધિકારી આંદ્રી નેબિટોવે આપેલી માહિતી પ્રમાણે સૌથી વધારે નાગરિકોની હત્યા બૂચામાં થઈ છે. કીવની ઉત્તર-પશ્ચિમ સ્થિત બુચામાં 350થી વધારે લોકોના મોત થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here