મેટ્રો સ્ટેશન પર થયેલ હુમલાના કારણોસર હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આ ઘટનાને પગલે હાઈએલર્ટ જાહેર કરાઈ હતી. નવી દિલ્હી: ન્યૂયોર્કના બ્રુકલિનમાં એક મેટ્રો સ્ટેશન પર મંગળવારે સવારે એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતાં ૧૦ લોકોને ગોળી વાગતા નાસભાગ મચી ગઈ હતી.જોકે, આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી તેમ ન્યૂયોર્ક પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. પ્રારંભિક અહેવાલોમાં આ આતંકી હુમલો હોવાનું અને સ્ટેશન પર વિસ્ફોટક સામગ્રી જણાવાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જોકે, પાછળથી એનવાયપીડીના અધિકારીએ કહ્યું કે સ્ટેશન પર કોઈ વિસ્ફોટક ડિવાઈસ મળી આવી નથી. જોકે, પોલીસ ગેસ માસ્ક અને બંડી પહેરેલા હુમલાખોરને શોધે છે. પોલીસ સૂત્રોેએ જણાવ્યું કે, પ્રારંભિક તપાસ મુજબ શકમંદ હુમલાખોર કન્સ્ટ્રક્શન કામ સંબંધિત ડ્રેસમાં હતો. પોલીસ તેને શોધી રહી છે. જોકે, પોલીસે આ ઘટના અંગે વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું. પોલીસે આ આતંકી ઘટના હોવાનો ઈનકાર કર્યો હતો.

Read About Weather here

પોલીસે હુમલાખોરનો સ્કેચ જાહેર કર્યો હતો.ન્યૂયોર્કના ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ફાયર વિભાગને સનસેટ પાર્ક પાસે ૩૬ સ્ટ્રીટ સ્ટેશનથી ધૂમાડો નિકળતો હોવાની માહિતી મળી હતી. તેમણે ઉમેર્યું કે, ઘટનાસ્થળ પર ૧૦ લોકોને ગોળી વાગી હતી જ્યારે નાસભાગના કારણે ૧૬થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here