ટ્રાન્સફોર્મરનો બફર સ્ટોક સબ ડીવીઝન કચેરી ખાતે રખાશે : પીજીવીસીએલનો નિર્ણય

ટ્રાન્સફોર્મરનો બફર સ્ટોક સબ ડીવીઝન કચેરી ખાતે રખાશે : પીજીવીસીએલનો નિર્ણય
ટ્રાન્સફોર્મરનો બફર સ્ટોક સબ ડીવીઝન કચેરી ખાતે રખાશે : પીજીવીસીએલનો નિર્ણય
પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા વહીવટી સરળતા તેમજ વીજ ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને સંતોષકારક અને માર્યાદિત સમયમાં ઝડપી સેવા પૂરી પાડી શકાય અને ટૂંક સમયમાં વીજ પુરવઠો શરૂ કરી શકાય તે હેતુથી ટ્રાન્સફોર્મરનો બફર સ્ટોક સબ ડીવીઝન કચેરી ખાતે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે ટ્રાન્સફોર્મર ફેઈલ્યોરના પ્રારંભિક સ્તરેજ તેનું રિપ્લેસમેન્ટ કરી શકાશે. અત્યાર સુધી કોઇપણ સ્થળે ટ્રાન્સફોર્મર ફેઈલ થાય ત્યારે ડીવીઝન ઓફીસના સ્ટોરમાંથી નવું ટ્રાન્સફોર્મર ફાળવવામાં આવતું હતું. આ કારણે સબ ડીવીઝન હેઠળના જે સ્થળે ટ્રાન્સફોર્મર બદલવાનું થતું હતું ત્યાં સુધી પહોચાડવામાં વધુ સમય લાગતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આમ નેટવર્કમાં નિષ્ફળ થયેલા ટ્રાન્સફોર્મર્સને બદલવામાં જે સમય લાગે તે નિર્ધારિત સમય મર્યાદા કરતાં વધી જતો હોય વીજ ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તાને અસર કરતું હતું. તેમજ ગ્રાહકો તરફથી ફરિયાદો પણ રહેતી હતી. આવા કિસ્સાઓને રોકવા માટે પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક અમલીકરણ માટેના નિર્દેશો દરેક વર્તુળ ક્ચેરીને જારી કરવામાં આવ્યા છે. જાહેર કરવામાં આવેલ નિર્દેશો મુજબ દરેક પેટા વિભાગીય કચેરીએ નવા/સારી કંડીશનના ટ્રાન્સફોર્મરનો બફર સ્ટોક ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ચાલે તેટલો રાખવો, સંબંધિત ડીવીઝન ઓફીસના કાર્યપાલક ઇજનેર દ્વારા સબ ડોવીઝન મુજબ ટ્રાન્સફોર્મરની માત્રા અને ક્ષમતા નક્કો કરી આવા ટ્રાન્સફોર્મર્સ કયા સ્થાન પર રાખવા તેનું સંચાલન અને મોનીટરીંગ કરવું,

સંબંધિત ડીવીઝન ઓફીસ ખાતે રહેલા ટ્રાન્સફોર્મરના કસ્ટોડીયન તરીકે નાયબ ઈજનેરની જવાબદારી રહેશે, જયારે પણ ટ્રાન્સફોર્મર ફેઈલની જાણ થાય ત્યારે સબ ડીવીઝન દ્વારા આ બફર સ્ટોકમાંથી ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી સોંપવામાં આવેલી. એજન્સીને તુરંત સ્વસ્થ ટ્રાન્સફોર્મર આપવામાં આવશે. રીપેરીંગ એજન્સી ફેઈલ થયેલા ટ્રાન્સફોર્મરને સબ ડીવીઝન કચેરી ખાતે રહેલા બફર સ્ટોકમાંથી બદલશે અને ફેઈલ થયેલ ટ્રાન્સફોર્મરને ડિવિઝનની ટ્રાન્સફોર્મર મેઈન્ટેનન્સ સ્કવોડને ઇન હાઉસ રીપેરીંગ માટે જમા કરાવશે. આ જમા થયેલ ફેઈલ ટ્રાન્સફોર્મરના બદલામાં ડિવિઝન સ્ટોર એજન્સીને તે જ ક્ષમતાનું એક ટ્રાન્સફોર્મર ઇશ્યુ કરશે જે એજન્સી સબ ડીવીઝન ખાતે રાખવામાં આવેલ બફર સ્ટોક ખાતે જમા કરાવશે.

Read About Weather here

આમ આવી વ્યવસ્થાને કારણે ફિલ્ડમાં ટ્રાન્સફોર્મર ફેઈલ થાય ત્યારે આવા ટ્રાન્સફોર્મરની ચકાસણી કરાવી સત્વરે બદલી આપવું શક્ય બનશે અને ગ્રાહકની ટ્રાન્સફોર્મર બળી જવાના કારણે જે ફરિયાદો ઉભી થાય છે તેનું ઝડપી નિરાકરણ આવશે. આ અંગે પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસના ઈજનેરો દ્વારા વર્તુળ કચેરી, ડીવીઝન કચેરી તેમજ પેટા વિભાગીય કચેરી સાથે સંપર્કમાં રહી ફરિયાદનો તાત્કાલિક નિકાલ થાય તે માટે મોનીટરીંગ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here