જીવલેણ જશ્ન…!

જીવલેણ જશ્ન...!
જીવલેણ જશ્ન...!
જન્મદિવસના જશ્નમાં ભંગ પડ્યા બાદ, રાહુલ નામનો આ બર્થડે બોય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નાનકડી એવી ભૂલ કઈ રીતે જીવલેણ પુરવાર થાય છે, તે જોવા મળ્યું મહારાષ્ટ્રના અંબરનાથમાં. અહીં બર્થડે સેલિબ્રેશન દરમિયાન એક યુવક નાની એવી મીણબતીથી ભડકેલી આગની જ્વાળાની ઝપેટમાં આવી ગયો અને ગંભીર રીતે દાજી ગયો. આ ઘટના મંગળવારની છે.બુવાપાડા વિસ્તારમાં રહેતા રાહુલનો મંગળવારે જન્મદિવસ હતો.
જીવલેણ જશ્ન...! જીવલેણ

Visit Saurashtra Kranti Homepage here

મિત્રોએ જન્મદિવસને ખાસ બનાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. સજાવટની સાથે સરપ્રાઈઝ આપવા માટે ઈંડા અને લોટ પણ લાવ્યા હતા. રાહુલને બર્થડે કેપ પહેરાવવામાં આવી અને કિંગનો ક્રાઉન પણ પહેરાવવામાં આવ્યો.મિત્રો દ્વારા ગોઠવવામાં આવેલી પાર્ટીમાં રાહુલે જેવી જ કેપ કાપી તેના મિત્રોએ મોઢામાં સળગતી કેન્ડલ મૂકી દીધી. જે બાદ પહેલા માથામાં ઈંડા ફેંકવામાં આવ્યા અને પછી લોટ નાખવામાં આવ્યો.

Read About Weather here

જેના કારણે મોઢામાં દબાયેલી કેન્ડલમાંથી નીકળેલા તણખાએ રાહુલને આગની જ્વાળામાં ઝપેટી લીધો. જ્યાં સુધી આજુબાજુના લોકો કંઈ સમજે તે પહેલા રાહુલનું શરીર અડધાંથી વધુ સળગી ગયું હતું. ગમે તેમ કરીને લોકોએ આગ પર કાબૂ મેળવ્યો અને રાહુલને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. રાહુલ પર લોટ ફેંકનારે જ તેને હોસ્પિટલ પહોંચાડ્યો. ડોકટરે કહ્યું કે આગના કારણે રાહુલનો જીવ તો બચી ગયો પરંતુ તેને ફરી સ્વસ્થ થતાં ઘણો સમય લાગશે.લોટ જ્વલનશીલ હોય છે અને ફુલઝરવાળી કેન્ડલમાંથી નીકળેલા તણખાની ઝપેટમાં આવતા તે સળગી ગયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here