રૂડા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણધિન આવાસોનું ફોર્મ વિતરણ શરૂ કરાશે

રૂડા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણધિન આવાસોનું ફોર્મ વિતરણ શરૂ કરાશે
રૂડા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણધિન આવાસોનું ફોર્મ વિતરણ શરૂ કરાશે
મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા નિર્માણધિન આવાસો 139 એમઆઇજી પ્રકારના આવાસોની ફાળવણી બાકી છે. તે ખાલી આવાસો ફાળવવા માટે ફોર્મ વિતરણ તથા સ્વીકારવાની પ્રકિયા રાજકોટ શહેરની આઇ.સી.આઇ.સી. બેન્કની જુદીજુદી શાખાઓ તથા રૂડા કચેરીએથી આગામી તા.25/04 થી તા.21/06 દરમિયાન ઉપ્લબ્ધ થશે.

Visit Saurashtra Kranti Homepage here

કેટેગરી વાઈઝ લાયકાત ધરાવતા અરજદાર આ આવાસો મેળવવા માટે ઉપરોક્ત નિયત બેન્ક માથી રૂ.100 ની ફોર્મ ફી(નોન રિફંડબલ) ચૂકવી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકશે.અરજદારએ નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા.25/06 સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેન્કની નિયત શાખાઓમાં રજૂ કરવાનું રહેશે. તથા ફોર્મની સાથે ડિપોઝીટની રકમ જમા કરાવવાની રહેશે.

આ મુદત વિત્યાબાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આવેલ અરજીઓ પૈકી ફોર્મ ચકાસણી બાદ માન્ય રહેલ ફોર્મ માટે આવાસની ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. ફાળવેલ આવાસ બદલવા અંગેની કોઈ માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અરજદારને વધુ કોઈ માહિતી કે વિગત જોઈતી હોય તો તે અંગે રૂડા કચેરીના ફોન નં.02812440810/9909992612 પર સંપર્ક કરવા રૂડા કચેરીની યાદી માં જણાવેલ છે.

Read About Weather here

કુટુંબની વાર્ષિક આવક રૂ.6.00 લાખથી રૂ.7.50 લાખ મર્યાદા. કાર્પેટ એરિયા(અંદાજીત) 60.00(ચો.મી.)હશે. જેમાં સગવડતા રૂપે ત્રણ રૂમ, એક હોલ, રસોડું, સંડાસ,બાથારૂમ છે. આવાસ ની કિમત રૂ.24.00લાખ (ચોવીસ લાખ) રહેશે. ફોર્મ સાથે ભરવાની ડિપોઝિટની રકમ રૂ.75000 રિફેડબેલ રહેશે. આ અગાઉ ફાળવવામાં આવી ચુકેલા આવાસો પૈકી જે કોઇ લાભાર્થીના આવાસો ઉપરોક્ત આગામી ફાળવણીની તારીખ સુધીમાં કોઈને કોઇ કારણસર ખાલી પડે તો આવા આવાસો પણ ઉપરોક્ત પ્રક્રિયામાં આવરી લેવામાં આવશે. સાઇટ પરના કુલ આવાસોની સંખ્યાના 20.00 ટકા લેખે અરજીઓને વેઇટિંગમા રાખવામાં આવશે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here