વ્યાજનાં ચક્રમાં ફસાયેલા અનેક અરજદારો દ્વારા હેલ્પલાઈન પર મદદની ધા

વ્યાજનાં ચક્રમાં ફસાયેલા અનેક અરજદારો દ્વારા હેલ્પલાઈન પર મદદની ધા
વ્યાજનાં ચક્રમાં ફસાયેલા અનેક અરજદારો દ્વારા હેલ્પલાઈન પર મદદની ધા
રાજકોટ મહાનગરમાં વ્યાજનાં વિષચક્રમાં ફસાતા જતા શહેરીજનોને વ્યાજનાં ચક્રમાંથી બહાર કાઢવા અને એમને મદદરૂપ બનવા માટે નવનિયુક્ત ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે ખાસ શરૂ કરેલી હેલ્પલાઈનને અભૂતપૂર્વ અને અકલ્પનિય પ્રતિસાદ મળ્યો છે. હેલ્પલાઈન નંબર પર રજૂઆતોનો ધોધ છૂટ્યો છે ઉપરાંત બીજા અનેક પીડિત અરજદારોએ ડીસીપી સમક્ષ રૂબરૂ મળીને પણ વ્યાજખોરો વિરધ્ધ રજૂઆતો કરી હોવાનું શહેર પોલીસનાં સુત્રો અને ડીસીપી ક્રાઈમ કચેરીનાં માહિતગાર સુત્રો તરફથી જાણવા મળ્યું છે. ફરિયાદોનો ઢગલો થતા જ બેફામપણે વ્યાજનું વિષચક્ર ચલાવી રહેલા વ્યાજખોર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

મહાનગરમાં ડીસીપી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ ચપળ અને કાબેલ ઓફિસર પાર્થરાજસિંહની નજરમાં વ્યાજખોરીની મોટી સમસ્યાએ ધ્યાન ખેંચ્યું હતું એટલે એમણે વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોને બચાવવાના કાર્યને પ્રાધાન્ય આપ્યું છે. માત્ર ખાતરી આપીને તેઓ અટકી ગયા નથી પણ ડીસીપી ક્રાઈમ ઓફીસ દ્વારા વ્યાજથી પીડિત લોકો માટે ખાસ હેલ્પલાઈન મોબાઈલ નંબર (7016808244) પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ મોબાઈલ નંબર પર નામ અને નંબર સાથે અરજદારો અરજી કરી શકે છે. તદ્દઉપરાંત સવારે 11 થી 1 વાગ્યા સુધી ડીસીપી ક્રાઈમ ઓફીસ ખાતે રૂબરૂ મળીને પણ રજૂઆત કરી શકે છે.

વોટ્સએપ મારફત પણ કોઈપણ પ્રકારની તકલીફ કે ફરિયાદ અંગે રજૂઆત કરી શકાય છે અને વોટ્સએપ માધ્યમથી અરજી મોકલી શકાય છે. આવી અરજીમાં અરજદારે પોતાનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહે છે.શહેરનાં પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે શહેરમાં વ્યાજખોરી જેવી ગેરકાયદેસરની પ્રવૃતિઓ સદંતર ડામી દેવા માટે શહેર પોલીસને સુચના આપી હતી જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ સહિતની તમામ બ્રાન્ચ દ્વારા ઉચિત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ડીસીપીએ જાહેર કરેલા હેલ્પલાઈન નંબર ઉપર તો વ્યાજમાં ફસાયેલા અરજદારોએ રજૂઆતોનો ઢગલો કરી દીધો છે.

Read About Weather here

જે ઢબે અને જે સંખ્યામાં વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદોનું સુનામી આવ્યું છે એ જ દર્શાવે છે કે રાજકોટમાં વ્યાજખોરીની સમસ્યા અત્યંત ગંભીર સ્વરૂપ લઇ ચુકી છે એટલે શહેરનાં કાબેલ બંને ટોચનાં અધિકારીઓએ વ્યાજની સમસ્યાથી શહેરીજનોને મુક્ત કરાવવાનું બીડું ઝડપી લીધું છે. એ કામગીરીની શહેરભરમાં પ્રશંસા થઇ રહી છે અને પીડિત લોકોએ વ્યાજખોરોની ચુંગાલમાંથી છૂટવા માટે પોલીસ તરફ ધસારો શરૂ કર્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here