દેશભરમાં વીજળીની માંગમાં વધારો: મહારાષ્ટ્રમાં લોડશેડીંગની તૈયારી

દેશભરમાં વીજળીની માંગમાં વધારો: મહારાષ્ટ્રમાં લોડશેડીંગની તૈયારી
દેશભરમાં વીજળીની માંગમાં વધારો: મહારાષ્ટ્રમાં લોડશેડીંગની તૈયારી
દેશનાં ઔદ્યોગીક રાજય મહારાષ્ટ્રમાં ગ્રામીણ સહિતના વિસ્તારોમાં હવે વીજકાપ અને લોડશેડીંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વર્ષો પછી મહારાષ્ટ્રમાં ફરજીયાત વિજકાપ અમલી બનશે. મહારાષ્ટ્ર વિદ્યુતબોર્ડના જણાવ્યા મુજબ હાલ 2500 મેગાવોટ વિજળીની ખાધ રોજની જોવાઈ રહી છે અને તે ઝડપથી 3000 મેગાવોટ થઈ જશે અને વધતી જતી માંગને પુરી કરવા દેશના વીજગ્રીડમાંથી મહારાષ્ટ્રે પુરવઠો મેળવવાનો શરુ કર્યો છે

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ દેશભરમાં વીજળીની માંગ વધુ હોવાથી તે મર્યાદીત રીતે મળશે તેવા સંકેત છે અને તે પણ મોંઘી વીજળી મળશે અને તેનું પેમેન્ટ પણ 24 કલાકમાં કરવાનું રહેતું હોવાથી મહારાષ્ટ્ર વિદ્યુત બોર્ડ ગ્રામીણ વિસ્તારોમાં લોડ શેડીંગની તૈયારી કરી રહ્યું છે અને ધીમે ધીમે તે મુંબઈ સહિતના મહાનગરોમાં પણ પહોંચે તેવી ધારણા છે. દેશના સૌથી પ્રગતિશીલ ગણાતા આ રાજયમાં છેલ્લા કેટલાક વર્ષથી લોડશેડીંગની નોબત આવી ન હતી. જો કે મુંબઈમાં વીજ ઉત્પાદન અને વિતરણ ખાનગી કંપનીઓને સોંપી દેવાયુ હોવાથી મહાનગરને હાલ તુરત અસર થશે નહી. પરંતુ વીજળીના માંગ વધી જશે તે ચોકકસ છે. મહારાષ્ટ્ર વિદ્યુતબોર્ડના જણાવ્યા મુજબ હાલ રોજની 28 હજાર મેગાવોટ વિજળીની ડીમાંડ છે.

Read About Weather here

જે સામાન્ય કરતા 4000 મેગાવોટ વધુ છે. મહારાષ્ટ્ર વિદ્યુતબોર્ડે 37900 મેગાવોટ પાવરના કોન્ટેકટ કર્યા છે અને તેમાં 33700 મેગાવોટ ઈન્સ્ટોલ કેપેસીટી બનાવી છે પરંતુ તેમાંથી ફકત 62 ટકા જ વીજળી મળી રહી છે. ખાસ કરીને દેશભરમાં કોલસાની જે અછત છે તેના કારણે થર્મલ પાવર પ્લાન્ટને પુરી કેપેસીટીથી વિજ મથકો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.મહારાષ્ટ્ર હાલ એનટીપીસી સહિતની ચેનલો મારફત વીજળી મેળવી રહી છે પરંતુ હજુ દેશભરમાં માંગ વધશે તો રાજયમાં લોડ શેડીંગનું આયોજન નિશ્ર્ચિત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here