સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજકોટમાં જૈન ક્વિઝ, કૌન બનેગા મહાવીર સા જ્ઞાની

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજકોટમાં જૈન ક્વિઝ, કૌન બનેગા મહાવીર સા જ્ઞાની
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજકોટમાં જૈન ક્વિઝ, કૌન બનેગા મહાવીર સા જ્ઞાની
ભગવાન શ્રી મહાવીર સ્વામીની જન્મ કલ્યાણકની સંધ્યા તા.14 ને ગુરૂવારે રાત્રે 8.30 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમવાર લુક એન લર્ન તથા જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ગ્રેટર આયોજીત તેમજ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી જૈન દર્શન તથા મહાવીર સ્વામી જીવન ઉપર આધારીત જૈન કવિઝ … કૌન બનેગા મહાવીર સા જ્ઞાનીનું શાનદાર આયોજન કરવામાં આવનાર છે. આ આયોજનમાં મુખ્ય દાતા સ્વ.કમલાબેન દોશીનાં સ્મણાંથે તેમજ સહયોગી દાતા તરીકે ધારાબેન જીતેન્દ્રભાઈ બેનાણીનો સહયોગ પ્રાપ્ત થયો છે. તે ઉપરાંત શ્રી શારદાબેન રતીલાલ દોશી ચેરી. ટ્રસ્ટ હસ્તે કીશોરભાઈ દોશી અને શ્રી જાગનાથ મુર્તિપૂજક જૈન સંઘ હસ્તે દિનેશભાઈ પારેખ એ અનુમોદના કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કવિઝ માટે ખાસ કલકતાનાં કવીઝ માસ્ટર આધુનિક સોફ્ટવેર દ્વારા રમાડશે, અને આ સોફ્ટવેર બીલકુલ વિશ્ર્વ વિખ્યાત શો કોન બનેગા કરોડપતિનાં થીમ ઉપર આધારીત છે, સ્ટેજ ઉપર સેટમાં એલઈડી, લાઈટીંગ તેમજ સાઉન્ડ સિસ્ટમ દ્વારા કોન બનેગા કરોડપતિનો માહોલ ઉભો કરવામાં આવશે આ માણવાનો મોકો ચુકવા જેવો નથી.

આ ક્વિઝમાં કુલ 9 પ્રશ્ર્નોનાં કુલ 9 રાઉન્ડ રમાડવામાં આવશે. જેમા ભાગ લેવા સૌપ્રથમ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રમાડવામાં આવશે જેને પસંદગી લક્કી ડ્રો દ્વારા કરવામાં આવશે. આ લક્કી ડ્રોનાં કુપન હોલ એન્ટ્રી કરો ત્યારે આપને મળશે. ત્યારબાદ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં વિજેતા સ્પર્ધક હોટ સીટ ઉપર પ્રથમ રાઉન્ડ રમાડવામાં આશે . આવા કુલ નવ રાઉન્ડ રમાડવામાં આવશે . દર 3 પ્રશ્ર્ન પછી એક પડાવ રહેશે એમ કુલ 3 પડાવ થશે. પ્રથમ પ્રશ્ર્ન રૂા..1000 ક્રમશ: 1500, 2000 પ્રથમ પડાવ પુર્ણ, ચોથો પ્રશ્ર્ન રૂા.2500,3000, 4000 બીજો પડાવ પૂર્ણ, સાતમો પ્રશ્ર્ન રૂા.5000,7000,10000 ત્રીજો પડાવ પૂર્ણ થતા તમામ પ્રશ્ર્નના અંતે કૌન બનેગા મહાવીર સા જ્ઞાની વિજેતા જાહેર થશે.

Read About Weather here

આ જૈન ક્વિઝ..કૌન બનેગા મહાવીર સા જ્ઞાનીમાં સ્પર્ધકોને લાઈફલાઈન મળશે જેમાં ફીફ્ટી ફીફટી અને ફલીપ ધ વેસ્ચનનો ઉપયોગ કરી શકશે.આ જૈન ક્વિઝ…કૌન બનેગા મહાવીર સા જ્ઞાનીને સફળ બનાવવા લુક એન લર્ન તથા જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ તથા જૈન યુવા જુનિયર જહેમત ઉઠાવી રહ્યું છે. આ અંગેની વધુ માહીતી માટે જૈન સોશિયલ ગ્રુપનાં નિલેશ કામદાર-9824429899 તથા સેજલ કોઠારી-9824581518 તેમજ લુક એન લર્નનાં સ્નેહા દીદી-9898875755 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.-

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here