યુદ્ધમાં મૃત્યુ પામેલી માતાને દીકરીનો પત્ર

યુદ્ધમાં મૃત્યુ પામેલી માતાને દીકરીનો પત્ર
યુદ્ધમાં મૃત્યુ પામેલી માતાને દીકરીનો પત્ર
યુક્રેનમાં આ 9 વર્ષની દીકરીએ તેની આંખો સામે વ્હાલી માતાને અંતિમ શ્વાસ લેતા જોઈ હતી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે હજારોની સંખ્યામાં લોકો અનાથ થઈ ગયા છે અને આ અનાથ થઈ ગયેલા લોકો પૈકી એક 9 વર્ષની દીકરીનો પણ સમાવેશ થાય છે.યુક્રેનના બોરોડ્યાંકામાં મૃત્યુ પામેલી માતાને સંબોધીને આ 9 વર્ષની દીકરીએ હૃદયદ્રવી ઉઠે એવો એક પત્ર લખ્યો છે, જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

યુક્રેનના આંતરીક બાબતોના મંત્રાલયના સલાહકાર એન્ટન ગેરાશચેંકોએ સોશિયલ મીડિયા ઉપર હાથેથી લખાયેલા આ પત્રને શેર કર્યો છે.તેના જર્નલમાં લખેલા પત્રમાં 9 વર્ષની દીકરીએ તેની માતાને સંબોધીને પત્ર લખ્યો છે.’મારી પ્યારી મમ્મા!! આ પત્ર 8 માર્ચના રોજ તમારા માટે એક સોગાત છે. મારા જીવનના સૌથી શ્રેષ્ઠ અમૂલ્ય 9 વર્ષ આપવા બદલ તમારો આભાર. મારા આ બાળપણ માટે હું તમારી ખૂબ આભારી છું.

Read About Weather here

તમે આ વિશ્વના સૌથી સારા અને સૌથી પ્યારી મારી માતા છો. હું તમને મારા જીવનમાં ક્યારેય ભૂલીશ નહીં. હું ઈચ્છું છું કે તમે ઉપર હંમેશા ખુશ રહો. મારી ઈચ્છા છે કે તમે સ્વર્ગ (Heaven)માં જાઓ. હું તમને સ્વર્ગમાં ચોક્કસપણે મળીશ. તમને સ્વર્ગમાં મળી શકું તે માટે હું આ જગતમાં એક સારી છોકરી બનવાનો પૂરો પ્રયત્ન કરીશ. ગલિયા તેની માતાના મોત બાદ ભારે આઘાતમાં છે અને માતા વગર તેને એક-એક ક્ષણ કપરી લાગે છે. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ પ્રમાણે આ નાની છોકરીની માતાની કાર ઉપર હુમલો થયો હતો અને તેનું મોત થયું હતું.સ્નેહી, તમારી પ્યારી ગલિયા’મળતી માહિતી પ્રમાણે 9 વર્ષની દીકરી ગલિયાની માતાનું યુક્રેનના બોરોડ્યાંકા શહેરમાં રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોત થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here