ગુજરાતમાં 11 નવી પ્રાઈવેટ યુનિવર્સિટીને મંજૂરી

ગુજરાતમાં 11 નવી પ્રાઈવેટ યુનિવર્સિટીને મંજૂરી
ગુજરાતમાં 11 નવી પ્રાઈવેટ યુનિવર્સિટીને મંજૂરી
ગુજરાતમાં એક જ ઝાટકે રાજ્ય સરકારે 11 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપી દીધી છે. આટલી મોટી સંખ્યામાં એકસાથે પ્રાઈવેટ યુનિવર્સિટીને મંજૂરી અપાઈ હોવાનું રાજ્યનાં શિક્ષણ ઈતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે. 11 પૈકી 2 યુનિવર્સિટી કોર્પોરેટ યુનિવર્સિટી છે. એક યુનિવર્સિટી અદાણી કંપની સ્થાપી રહી છે.ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા ખરડો વિધાનસભા ગૃહમાં પસાર થઇ ગયો હતો. યુનિવર્સિટીઓ સ્થાપવા માટે આ આઠમી વખત સુધારો કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કોર્પોરેટ કંપનીઓ, ધાર્મિક અને સામાજીક ટ્રસ્ટોને નવી યુનિવર્સિટી સ્થાપવાની ફટાફટ મંજૂરી આપવામાં આવી છે. આ રીતે હવે રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીની સંખ્યા વધીને 54 પર પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદે હતા ત્યારે ગુજરાત ખાનગી યુનિવર્સિટી ધારો-2009 લાગુ કરીને 18 ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી. એ પછી કોપોરેટ જગતનાં નિરમા અને સવાણી ગ્રુપ દ્વારા નવી યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી હતી.

નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપી શકાય અથવા તો નામ અને માલિકી બદલી શકાય એ માટે 2009 થી અત્યાર સુધીમાં કાયદામાં 7 વખત સુધારો કરવામાં આવે છે. 2019 માં કેલોરકસ ટીચર્સ યુનિવર્સિટીએ તેનું નામ બદલીને સાબરમતી યુનિવર્સિટી રાખ્યું હતું.નવી 11 યુનિવર્સિટીમાં બે કોર્પોરેટ કંપનીની છે. અદાણી ગ્રુપ દ્વારા એકની સ્થાપના કરાશે અને ટ્રાન્સસ્ટેડીયા એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા પણ બીજી કોર્પોરેટ યુનિવર્સિટી સ્થપાશે. શાંતિગ્રામમાં આવેલી અદાણી યુનિવર્સિટીનું સંચાલન અદાણી ગ્રુપનાં વડા ગૌતમ અદાણીનાં ધર્મપત્ની પ્રીતિ અદાણી કરી રહ્યા છે.

જયારે ટ્રાન્સસ્ટેડીયા યુનિવર્સિટીએ જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર ઉદિત શેઠનાં ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવશે. કાંકરીયા સરોવર સામેનો દેશનું પહેલું ક્ધવટીબલ સ્ટેડીયમ પર શેઠની કંપનીએ બાંધ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય પહેલીવાર યુનિવર્સિટી સ્થાપી રહ્યો છે. ગાંધીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ નામે યુનિવર્સિટી શરૂ કરવામાં આવી રહી છે. મંજુર થયેલી અન્ય યુનિવર્સિટી આ પ્રમાણે છે. ગાંધીનગર યુનિવર્સિટી, ડો.સુભાષ યુનિ.(જૂનાગઢ), એમ.કે.યુનિ.(પાટણ), વિદ્યાદિપ યુનિ.(સુરત), સ્વામિનારાયણ યુનિ.(ગાંધીનગર), મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિ.(નડીયાદ- ખેડા), લોકભારતી યુનિ.રૂરલ ઇનોવેશન(ભાવનગર),

Read About Weather here

નોબલ યુનિ.(જૂનાગઢ). વિપક્ષ કોંગ્રેસે ખરડાને તો ટેકો આપ્યો હતો પણ શિક્ષણ ક્ષેત્રમાં વધતા જતા ખાનગીકરણ સામે લાલબતી ધરી હતી. ફી અને પ્રવેશ જેવી બાબતોમાં સરકારનો નિયંત્રણ ન હોવાથી કોંગ્રેસે ચિંતા દર્શાવી હતી. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એવી માહિતી આપી હતી કે, નવી યુનિવર્સિટી માટે કુલ 19 દરખાસ્તો મળી હતી. જેમાંથી 11 મંજૂર કરવામાં આવી છે. ચકાસણી સમિતિ દ્વારા જે ઝડપથી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે તેનાથી સરકારમાં પણ ઘણાની ભ્રમર ખેંચાઈ છે એવું જાણકારો કહી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here