તાલુકા પંચાયતનાં સદસ્યનાં પતિને ધમકી આપ્યાનો આક્ષેપ

તાલુકા પંચાયતનાં સદસ્યનાં પતિને ધમકી આપ્યાનો આક્ષેપ
તાલુકા પંચાયતનાં સદસ્યનાં પતિને ધમકી આપ્યાનો આક્ષેપ
ગુજરાતનાં પૂર્વમંત્રી અને ભાજપનાં આગેવાન કુંવરજી બાવળિયાએ વિંછીયા તાલુકાનાં ઓરી વિસ્તારનાં તાલુકા પંચાયતનાં સભ્યનાં પતિને ધમકી આપી હોવાનું દર્શાવતી વાતચીતની એક કથિત ઓડિયો કલીપ વાયરલ થતા વિંછીયા અને જસદણ પંથકમાં ભારે ચર્ચા જાગી ઉઠી છે. આવી વિડીયો કલીપ અંગે બાવળિયાનો કોઈ પ્રતિભાવ મળ્યો નથી અને એમનો કોઈ સંપર્ક થઇ શક્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

તાલુકા પંચાયતનાં સદસ્યનાં પતિ ભવાન સરવૈયાએ ગામમાં ચાલતા પાણી અને ગટરનાં કામમાં ગોટાળા થયાની આરટીઆઈ માહિતી માંગી હતી. તેને લઈને ચકમક ઝરી હોવાનું કહેવાય છે. બાવળિયા અને સરવૈયા વચ્ચે થયેલી કહેવાતી વાતચીત શબ્દશ: નીચે મુજબ છે. (જો કે આ કથિત ઓડિયો કલીપની સૌરાષ્ટ્ર ક્રાંતી સાંધ્ય દૈનિક પુષ્ટિ કરતુ નથી)
બાવળિયા: એ દરબાર કોણ છે, એને કહેજો કે આ વિસ્તારની અંદર ખેલ નાખવાનું બંધ કરે, અહીં ધારાસભ્ય કુંવરજીભાઈ છે, ભવાન-બવાન તમે ત્યાં ખોટી વાતો કરો, આ પાઇપલાઇન નથી નાખી અને પેલી નથી નાખી, તમારા લોકોએ જ કરી છે.

Read About Weather here

સરવૈયા: સાહેબ દરબારોએ કંઇ કહ્યું નથી.
બાવળિયા: જી
સરવૈયા: મેં જ રિક્વેસ્ટ કરેલી છે.
બાવળિયા: સાંભળો… ભવાનભાઈ ચંદ્રસિંહરાજ, ઉકાભાઈ, કુંડીવાળુ કરી ગયો એ ભાઈ આ બધાને બોલાવોને હું આવું, ગામ વચ્ચે ચોકમાં આપણે મિટિંગ રાખીએ.
સરવૈયા: હું સાહેબ નહીં આવી શકું.
બાવળિયા: કેમ શું કામ ન આવી શકો?
સરવૈયા: હું નહીં આવી શકું.
બાવળિયા: મિટિંગ હું રાખવાનો છું, સાંભળો તમે આવો ત્યાં હુ ખુલ્લા પાડી દેવાનો છું કે આ પાઇપલાઇન નથી નાખી એવી વાતો કરો છો પાછા.
સરવૈયા: હું વાતો નથી કરતો
બાવળિયા: બજાર વચ્ચે ભવાન હોય, ચંદ્રરાજસિંહ હોય, વસ્તાભાઈ હોય એકેયમાં આપણે શરમ નથી રાખવી હાલો.
સરવૈયા: હા તો વાંધો નહીં, શરમ ન રાખવી હોય તો હું આવીશ.
બાવળિયા: ના ના ચોકમાં જ મિટિંગ રાખવી છે, 43 લાખ રૂપિયાનું કામ મંજૂર કરાવ્યું હોય અને તમે બધા ભાગબટાઈની વાતો કરો છો. ફરિયાદ કરો કેમ કામ થાય છે. હું આ મિટિંગ ચોકમાં જ રાખવાનો છું.
સરવૈયા: અઢી ફૂટની આપણે ગટગ કરવાની હતી, છઝઈં કરવાનો છું.
બાવળિયા: સાંભળો, બધાની વચ્ચે આપણે બધી વાત કરી લઇશું.
સરવૈયા: બોલાવજો પછી પણ પહેલા હું છઝઈં કરી નાખું.
બાવળિયા: ના ના હવે કંઇ કરવું નથી.
સરવૈયા: એ કુંવરજી કાકા, એવું નથી પોસાય તેવું.
બાવળિયા: હું તારો કાકો નથી થાતો
સરવૈયા: તો દાદા
બાવળિયા: હા, બરાબર
સરવૈયા: દાદા કાલે મારે એવું નથી થાય તેમ
બાવળિયા: કાલે નહીં પરમદિવસે, હું બે-ત્રણ દિવસમાં જ આવવાનો છું.
સરવૈયા: કાલે હું છઝઈં કરવાનો છું
બાવળિયા: તો ખાવાનો વારો આવે, પૈસા તમે માગો અને છઝઈં કરો તો ખાવાનો વારો આવે, છઝઈં કરો તોય કંઇ ન થઇ જાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here