કેચ લેવા પડાપડી…!

કેચ લેવા પડાપડી…!
કેચ લેવા પડાપડી…!
ટોસ જીતી પહેલા બોલિંગ કરતા KKRએ મુંબઈના રનરેટ પર બ્રેક લગાવી રાખી હતી. IPL 2022ની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થઈ હતી. જોકે તેવામાં અજિંક્ય રહાણેએ તિલક વર્માનો કેચ છોડીને KKRની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. ત્યારપછી તિલક અને સૂર્યાની 83 રનની પાર્ટનરશિપે મુંબઈને એક સન્માનજનક ટોટલ સુધી પહોંચાડ્યું હતું. તો ચલો આપણે આ કેચ સહિત રહાણેના પ્રદર્શન પર નજર ફેરવીએ….ઈનિંગની 13મી ઓવરમાં મુંબઈના યુવા આક્રમક બેટર તિલક વર્માને જીવનદાન મળ્યું હતું. આના ત્રીજા બોલ પર તિલક વર્માએ લોફ્ટેડ શોટ મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ શોટ ટાઈમ ન થતા ટોપ એડ્જ વાગી કેચ ઉછળ્યો હતો.
કેચ લેવા પડાપડી…! પડાપડી

Visit Saurashtra Kranti Homepage here

જોકે આને પકડવા માટે વિકેટકીપર સેમ બિલિંગ્સ અને બેકવર્ડ પોઈન્ટથી કેચ પકડવા આવતા અજિંક્ય રહાણે વચ્ચે દોડ પકડ રમાઈ હતી, છેવટે રહાણેએ કેચ પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પકડી ન શકતા તિલક વર્માને જીવનદાન મળ્યું હતું.રહાણેના આ પ્રયાસની ટિકા કેપ્ટન શ્રેયસ સહિત બોલર ઉમેશ યાદવે પણ કરી હતી. તેમના મત મુજબ આ કેચ વિકેટકીપરે પકડવાનો હતો, જેના માટે આ સરળ રહ્યો હોત.ટોસ હારીને પહેલા બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 161 રન કર્યા હતા. જેમાં પ્લેઇંગ-11માં કમબેક કરી રહેલા સૂર્યકુમાર યાદવે સૌછી વધુ 52 રનની ઈનિંગ રમી હતી.

તેવામાં તિલક વર્માએ 38 અને બ્રેવિસે 29 રનની ઈનિંગ રમી હતી. તો બીજી બાજુ પોલાર્ડે 5 બોલમાં 3 છગ્ગા ફટકારી 22 રન કર્યા હતા.162 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલા KKRના ઓપનરની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. પાંચમી ઓવરના પહેલા બોલ પર અજિંક્ય રહાણે બેક ઓફ લેન્થ બોલ પર પુલ શોટ મારવા જતા આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 11 બોલમાં 7 રન કર્યા હતા. તેવામાં રહાણે લયમાં ન હોવાથી ટીમની મુશ્કેલીમાં વધારો થયો હતો.IPL 2022માં કોલકાતાએ 5 વિકેટથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે.

Read About Weather here

આ દરમિયાન KKRના પેટ કમિન્સે શાનદાર બેટિંગ કરી 15 બોલમાં 56 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જેના પરિણામે મુંબઈએ મેચ ગુમાવી દીધી છે. T20 ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ ભારતના યુવરાજ સિંહના નામે છે. તેણે 2007 વર્લ્ડ કપમાં 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે આ ઈનિંગ દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગા પણ ફટકાર્યા હતા.આની સાથે જ 14 બોલમાં ફિફ્ટી ફટકારવાનો કે.એલ.રાહુલનો 4 વર્ષ જુના રેકોર્ડની પણ કમિન્સે બરાબરી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે રાહુલે 2018 IPLમાં પંજાબ તરફથી રમતા દિલ્હી સામે 14 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here