પેટ્રોલ અને ગેસ હપતેથી આપો PMને પત્ર

પેટ્રોલ અને ગેસ હપતેથી આપો PMને પત્ર
પેટ્રોલ અને ગેસ હપતેથી આપો PMને પત્ર
રાજકોટના ધોરાજીના તાલુકાના રહેવાસી સંકેત મકવાણા નામના યુવાને મંગળવારે પ્રાંત અધિકારી કચેરીએ આવેદન આપ્યું હતું જે વાંચીને કર્મચારીઓ પણ અવાચક રહી ગયા હતા, કારણ કે તેમાં પેટ્રોલ અને ગેસનો બાટલો હપ્તેથી આપવાની માગ કરાઈ હતી. સંકેત પરમારે આ પત્રમાં ગેસ અને પેટ્રોલના જૂના ભાવ અને નવા ભાવ ટાંક્યા હતા અને હાલના સંજોગોમા ભાવ વધારે હોવાથી સામાન્ય નાગરિક પીડાય છે.
વડાપ્રધાનને પત્ર લખનાર સંકેત મકવાણા.
સંકેત મકવાણાએ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પણ પત્ર પાઠવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

તેમના પરિવારમાં 4 લોકો છે બાળકોનો ભણતરનો ખર્ચ અને કમરતોડ મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે તેથી પેટ્રોલ અને ગેસનો બાટલો તેમને હપતેથી આપવાની પણ સુવિધા આપવામાં આવે તેવી વાત કરી છે. સંકેતે પત્ર ઉપરાંત જણાવ્યું હતું કે, હાલમાં પ્રજા માટે સૌથી મોટી સમસ્યા ઈંધણનો કમરતોડ ભાવવધારો છે તેમાં યોગ્ય નિરાકરણ આવવું જોઈએ.હું ભારત દેશનો રહેવાસી છું અને ધોરાજીમાં રહું છું.

Read About Weather here

આપ સાહેબની સરકાર આવ્યા પછી જે ગેસના બાટલાના 350 રૂપિયા હતા તેના રૂ.1050 થઈ ગયેલ છે. જે પેટ્રોલનો ભાવ 70 રૂપિયા હતો તેના 104 રૂપિયા થઈ ગયા છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે. મારા પરિવારમાં 4 વ્યક્તિ હોય છોકરાઓને ભણાવવાનો ખર્ચ અને આવી મોંઘવારીમાં ઘર ચલાવી શકાય તેમ ન હોય તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે પેટ્રોલ અને ગેસનો બાટલો મને હપતેથી આપવામાં આવે. – સંકેત મકવાણા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here