ગોરખનાથ મંદિરના હુમલાખોરનું આતંકી નેટવર્ક…!

ગોરખનાથ મંદિરના હુમલાખોરનું આતંકી નેટવર્ક…!
ગોરખનાથ મંદિરના હુમલાખોરનું આતંકી નેટવર્ક…!
ATSએ તેને લઈને સિદ્ધાર્થનગર અને મહારાજગંજ ગયા છે, કેમકે હુમલાથી પહેલા તે બે દિવસ સુધી સિદ્ધાર્થનગરના બાંસીમાં જ રોકાયો હતો. ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તહેનાત PAC જવાન પર હુમલો કરનાર મુર્તઝા અહમદ અબ્બાસીનું કનેક્શન ISIS અને ‘અંસાર ગજવા-વા-તુલ’ જેવાં ખતરનાક આતંકી સંગઠનો સાથે જોડાયેલું છે. તે ભારત-નેપાળ બોર્ડર પર અનેક મદરેસા અને મરકઝના સંપર્કમાં પણ રહ્યો છે. તેના લેપટોપ અને બેગમાંથી મળેલા દસ્તાવેજ પછી ઉત્તરપ્રદેશ પોલીસની એન્ટી ટેરરિસ્ટ સેલ (ATS)એલર્ટ પર છે.અહીંથી તેને તે હથિયાર પણ ખરીદ્યું હતું જેના વડે તેને જવાનો પર હુમલો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

એટલું જ નહીં આ મામલાની તપાસના ક્રમમાં ATSની અલગ અલગ ટીમોએ ગોરખપુરની સાથે જ કુશીનગર, મહારાજગંજ અને સિદ્ધાર્થનગરમાં દરોડા પણ પાડ્યા છે.’અંસાર ગજવા-વા-તુલ’ અલકાયદા સમર્થિક આતંકી સંગઠન છે. જેનો હેતુ નિઝામ-એ-મુસ્તફા લાવવાનો છે. આ ભારતમાં પણ ઘણાં સમયથી સક્રિય છે.ATSની તપાસમાં સામે આવ્યું છે કે મુર્તઝાએ હુમલાથી પહેલા આતંકી અબુ હમઝાનો વીડિયો 8 વખત જોયો હતો. આ ઉપરાંત આબર દેશમાં નાટો સાથે ગોરિલ્લા લડાઈની વીડિયો ક્લિપ પણ મુર્તઝાએ સેંકડો વખત જોઈ હતી. લગભગ 8 મિનિટની આ વીડિયો ક્લિપ મુર્તઝાના ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં અરબી ભાષામાં અબીદના નામથી મળી આવ્યો છે.અત્યારસુધીની તપાસમાં સામે આવ્યું છે કે મુર્તઝા આતંકી સંગઠનો સાથે જોડાયેલા સ્લીપર સેલ હોય શકે છે.

આ દિશામાં ATS પહેલાથી જ કામ કરી રહ્યું છે. મુર્તઝા પોતે એક કેમિકલ એન્જિનિયર છે. તેને એક એપ પણ ડેવલપ કરી હતી. ATSને આશંકા છે કે આ એપનો ઉપયોગ કરીને તે આતંકી સ્લીપર સેલ નેટવર્કને વધારવાની દિશામાં કામ કરી રહ્યો હતો. હાલ ટીમ તે એપની તપાસ કરી રહી છે. આ કેસની તપાસ પૂર્વાંચલ અને નેપાળની સાથે મુંબઈ, જામનગર અને કોઈમ્બતોર સુધી પહોંચી ગઈ છે. ATSની સાથે જ આ કેસને ગંભીરતાથી લેતાં NIAએ પણ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. હુમલાખોર મુર્તઝાના લેપટોપથી અત્યાર સુધીમાં ટીમને ગોરખનાથ મંદિરના નક્શા ઉપરાંત દેશ વિરોધ વીડિયો, કટ્ટરપંથી ઝાકિર નાઇકના વીડિયો ઉપરાંત મઝહબી સાહિત્ય મળ્યા છે. તેના મોબાઈલ ફોનથી આતંકી કનેક્શનના પુરાવા મળી આવ્યા છે.

ATSની એક ટીમ મુર્તઝાની તલાકશુદા પત્ની અને તેમના પરિવારની પૂછપરછ માટે ગાઝીપુરની ટીમ રવાના થઈ છે. અહીં ટીમ તેની પૂર્વ પત્ની અને પરિવારોની પૂછપરછ કરશે. જેમાં તલાકનું કારણ, મુર્તઝાનો વ્યવહાર અંગે પણ ટીમ જાણકારી એકઠી કરશે. આ ઉપરાંત ATS મુર્તઝાના નજીકના લોકોની એક યાદી તૈયાર કરીને તેમની પણ પૂછપરછ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. મુર્તઝાના પિતાએ જણાવ્યું કે તેના પુત્રના બીજા લગ્ન માટે જૌનપુર જિલ્લામાં વાતચીત ચાલી રહી છે. એવામાં ટીમ જૌનપુરમાં તેના પરિવારની પણ પૂછપરછ કરશે, જ્યાં મુર્તઝાના લગ્ન નક્કી થયા છે.ATS સૌથી પહેલા મુર્તઝાના નેપાળ કનેક્શનની તપાસ કરી રહી છે.

અત્યાર સુધીની તપાસમાં સામે આવેલા તથ્યો પરથી મુર્તઝાએ અનેક એવા મદરેસા અને મરકઝોની મુલાકાત લીધી હતી જ્યાં વિદેશી ફંડિંગ થાય છે. ATSની નજર મુર્તઝા પર 21 મહિનાથી હતી અને તે સતત તેને ટ્રેક કરી રહી હતી. ગુપ્તચર એજન્સીએ 31 માર્ચે 16 સંદિગ્ધની એક યાદી UP પોલીસને મોકલી હતી. જેમાં અહમદ મુર્તઝાનું નામ પણ હતું. ATS, STF, IB, NIA ઉપરાંત પોલીસની 5 ટીમ તપાસ કરી રહી છે.વર્ષ 2020માં ATSએ ગોરખપુરથી એક જાસૂસને પક્ડયો હતો, જે હનીટ્રેપનો શિકાર થઈને 2014 અને 2018માં પાકિસ્તાન પણ ગયોહ તો.

Read About Weather here

અહીં આવ્યા બાદ તેને એરપોર્ટ, ગોરખનાથ મંદિર સહિત શહેરના અનેક મહત્વપૂર્ણ સ્થાનના નક્શા પાકિસ્તાનમાં બેઠેલા આતંકી આકાઓને મોકલતો હતો. આ તપાસ દરમિયાન મુર્તઝાનું નામ પણ સામે આવ્યું હતું. મુર્તઝાના પિતાએ પણ એ ખુલાસો કર્યો છે કે 2 એપ્રિલે ATSના લોકોએ તેના ઘરે આવીને મુર્તઝા અંગે પૂછપરછ કરી હતી. જે બાદ તે નેપાળ ભાગી ગયો હતો.ATS તેને ત્યારથી જ ટ્રેક કરી રહ્યું હતું, પરંતુ પુરતા પુરાવા ન મળવાને કારણે ટીમે તેને દબોચી ન શકી અને તેને ઘટનાને પાર પાડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here