રાજકોટનાં વિખ્યાત એન્જીનીયરીંગ ઉદ્યોગ પર સંકટનાં વાદળ

રાજકોટનાં વિખ્યાત એન્જીનીયરીંગ ઉદ્યોગ પર સંકટનાં વાદળ
રાજકોટનાં વિખ્યાત એન્જીનીયરીંગ ઉદ્યોગ પર સંકટનાં વાદળ

ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો: જરૂરી ધાતુ અને કાચા માલમાં બેફામ ભાવ વધારાથી સર્જાઈ કટોકટી
માલનો ઓર્ડર અપાયો ત્યારનાં નહીં પણ માલ મોકલાઈ ત્યારનાં ભાવ આપવાનો કંપનીઓનો દુરાગ્રહ: હજારો કામદારો અને કર્મચારીની રોજીરોટી પર જોખમ
રશિયા-યુક્રેન યુધ્ધને કારણે મેટલ કંપનીઓને માલની નિકાસ કરવામાં વધુ રસ

હજારો લોકોને રોજગારી આપતા રાજકોટનાં વિશ્વ વિખ્યાત એન્જીનીયરીંગ ઉદ્યોગ પર વિવિધ કારણોસર ભારે સંકટનાં વાદળો ઘેરાઈ ગયા છે. મેટલનાં વધતા જતા ભાવ, અપૂરતો પુરવઠો અને કાચા માલનાં બેફામ ભાવવધારાને કારણે અત્યારે ઉદ્યોગોને 50 ટકા ઉત્પાદન કાપ મુકવાની ફરજ પડી છે. 1લી એપ્રિલથી રાજકોટનાં તમામ યુનિટોમાં 50 ટકા ક્ષમતાથી કામગીરી થશે. ઉદ્યોગ સુત્રો કહે છે કે, જો હાલનાં દરે ઉત્પાદન ચાલુ રાખીએ તો ઉદ્યોગોને જબરું આર્થિક નુકશાન થવાની સંભાવના છે.

Visit Saurashtra Kranti Homepage here

રશિયા0 યુક્રેન યુધ્ધ શરૂ થયું ત્યારથી ઉદ્યોગ માટે સમસ્યાઓનું વણઝાર શરૂ થઇ ગઈ છે. માર્ચનાં ટાર્ગેટ તો ગમે તેમ કરીને પુરા કર્યા છે પણ હવે વધુ ઉત્પાદન કરવાની પરવડે તેમ નથી. એવું ઈજનેરી ઉદ્યોગનાં સુત્રો જણાવે છે. રાજકોટનાં કાસ્ટિંગ, ફોર્જિંગ અને ફાઉન્ડ્રી ઉદ્યોગ એકમો માટે એકદમ જરૂરી પીગઆર્યન, તાંબુ અને સ્ટીલ જેવી ચાવીરૂપ મેટલનાં ભાવોમાં આકરો વધારો થયો છે અને પુરવઠો પણ મળતો નથી. મેટલ ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપનીઓ સ્થાનિક બજારને બદલે મેટલની નિકાસો કરવા પર જ વધુ ધ્યાન આપી રહી છે કેમકે યુધ્ધને કારણે એમને વધુ ભાવ મળી રહ્યા છે. જેની સીધી ખરાબ અસર રાજકોટનાં ઉદ્યોગો પર થઇ છે.

રાજકોટ એન્જીનીયરીંગ એસો.નાં પ્રમુખ પરેશ વસાણીએ જણાવ્યું હતું કે, માલનો ઓર્ડર મુકાયો હોય એ દિવસનાં નહીં પણ માલ મોકલાય એ દિવસે લાગુ થયેલા ભાવ મુજબ ચુકવણું કરવાનો કંપનીઓનો દુરાગ્રહ છે. જે કોઈ યુનિટને પરવડે નહીં એટલે કંપનીઓએ માલનો પુરવઠો અટકાવી દીધો છે. ક્યારે મળે એ પણ નક્કી નથી. કેમકે હવે સટ્ટાની જેમ રોજેરોજ ભાવમાં ઉથલપાથલ થાય છે. વધુ ભાવ આપવા માટે વપરાશકારો રાજી નથી. 2020માં સ્ટીલનો ભાવ પ્રતિકિલો રૂ.174 હતો જે વધી રૂ.300 થઇ ગયો છે. પીગઆર્યનનો ભાવ 2021 માં પ્રતિટન રૂ.48 હજાર હતો જે હવે વધીને રૂ.75 હજાર થઇ ગયો છે. એ જ રીતે ઉત્પાદન માટે તથા આર્યન ઓગાળવા માટે જરૂરી કોલસાનાં ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.

Read About Weather here

ફાઉન્ડ્રી માલિક બ્રિજેશ દુધાગરા જણાવે છે કે, રાજકોટમાં નાના યુનિટોને તો ઉત્પાદન સાવ બંધ જ કરવું પડશે તેવું લાગે છે. કેમકે મેટલનાં અત્યારનાં ભાવ પ્રમાણે કોઈ ગ્રાહક ભાવ ચૂકવવા તૈયાર નહીં થાય. ઉદ્યોગોને બચાવવા માટે સરકારે મેટલની નિકાસ પર તાકીદે પ્રતિબંધ મુકવો જોઈએ. રાજકોટમાં કાસ્ટિંગ અને ફોર્જિંગ કામ કરતા તથા ઓટો પાર્ટ્સ, સંરક્ષણ માટેનાં જરૂરી હથિયારોનાં પાર્ટ્સ, કૃષિ મશીનરી, શીટ મેટલ, ડીઝલ એન્જિન વગેરેનું ઉત્પાદન કરતા 6 હજારથી વધુ નાના અને મધ્યમ કદનાં ઔદ્યોગિક એકમો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here