રવિવારે આઈશ્રી સિંહમોઈ (જીવણી) માતાજીનાં પ્રાગટ્ય દિન ચૈત્રી બીજ હોત્સવની ભવ્ય ઉજવણી

રવિવારે આઈશ્રી સિંહમોઈ (જીવણી) માતાજીનાં પ્રાગટ્ય દિન ચૈત્રી બીજ હોત્સવની ભવ્ય ઉજવણી
રવિવારે આઈશ્રી સિંહમોઈ (જીવણી) માતાજીનાં પ્રાગટ્ય દિન ચૈત્રી બીજ હોત્સવની ભવ્ય ઉજવણી

સરધારે સિંહણ બની, અહરાં સાટે આઈ બાકર માર્યો તેં બાઈ, જગ વજીતાં જીવણી
સરધાર ખાતે આવેલા શ્રી સિંહમોઈ માતાજીનાં મંદિરે તા.3 એપ્રિલ રવિવારે ધામધૂમથી પ્રાગટ્ય દિનની ઉજવણીનાં વિવિધ કાર્યક્રમ: સમગ્ર ચારણ સમાજ અને ચારણેત્તર સમાજનાં માતાજીનાં ઉપાસકો, ભક્તો અને સેવકોમાં અદમ્ય ઉત્સાહનું વાતાવરણ

સમગ્ર ચારણ સમાજ અને ચારણેત્તર સમાજનાં ભક્તોની આસ્થાનું પ્રતિક એવા આઈશ્રી સિંહમોઈ (જીવણી) માતાજીનો પ્રાગટ્ય દિન ચૈત્રી બીજ મહોત્સવનો રાજકોટ પાસે સરધાર ખાતે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.3 એપ્રિલ ને રવિવારે સરધાર ખાતે આવેલા શ્રી સિંહમોઈ માતાજીનાં મંદિરે યજ્ઞ અને માતાજીની ભાવવંદના તથા મહાપ્રસાદ સહિતનાં વિવિધ ધાર્મિક ઉત્સવોનું ધર્મમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું છે. તેમ સિંહમોઈ માતાજી મંદિર ટ્રસ્ટની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

સમગ્ર ચૈત્રી બીજ મહોત્સવનાં દાતા સ્વ.શિવુભાઈ માણસૂરભાઈ નૈયા (લુણાગરી) પરિવાર, શ્રી દીલુભાઈ શિવુભાઈ નૈયા, લાલજીભાઈ શિવુભાઈ નૈયા, નરસંગભાઈ શિવુભાઈ નૈયા તથા પરિવાર અને સિંહમોઈ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સરધારનાં સહયોગથી ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં મહોત્સવ યોજાશે. ચારણ સમાજનાં માતાજીનાં ઉપાસકો, ભક્તો અને સેવકો ઉપસ્થિત રહીને માતાજીની ભાવવંદના કરશે.

સવારે 8 કલાકે માતાજીની આરતી બાદ સવારે 8:30 થી 12:30 સુધી યજ્ઞ સંપન્ન કરવામાં આવશે. ત્યારબાદ એ દિવસે એટલે કે, તા.3 ને રવિવારે આવતીકાલે ચારણ સમાજનાં ગરવાં લોકગાયકો માતાજીનાં ભેળીયા અને ચરજ દ્વારા માતાજીની ભાવવંદના કરશે. એ પછી બપોરે 12:30 વાગ્યે નૈયા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા દાતા પરિવારનાં મુકેશભાઈ નૈયા અને એમની ટીમ સતત જહેમત ઉઠાવી રહ્યા છે.

Read About Weather here

માતાજીનાં સહુ ભક્તોને મહોત્સવમાં હાજરી આપવા અને સહપરિવાર પધારવા નૈયા પરિવારે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. સિંહમોઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને મનમંદિર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટનાં માતાજી ભક્તો પણ જહેમત ઉઠાવી રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સરધારની નજીક ઘીયાવડ તથા બેલનપુર ગામે આઈશ્રી સિંહમોઈ માતાજીનાં મંદિરો આવેલા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here