રામચરણ તથા જુનિયર NTRની આ ફિલ્મે પહેલાં અઠવાડિયે 700 કરોડથી વધુની કમાણી કરી છે. ડિરેક્ટર એસ એસ રાજમૌલિની ફિલ્મ ‘RRR’ 25 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. હિંદી વર્ઝને 131.50 કરોડનો બિઝનેસ કર્યો છે.પહેલાં વીકમાં ‘RRR’ના હિંદી વર્ઝને 131.50 કરોડનો બિઝનેસ કર્યો છે, જ્યારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ પહેલાં વીકમાં 95.50 કરોડની કમાણી કરી હતી. જોકે, સાતમા દિવસની કમાણીમાં ‘RRR’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો રેકોર્ડ તોડી શકી નહીં.
Visit Saurashtra Kranti Homepage here
ફિલ્મ રિલીઝ થયાના સાતમા દિવસે ‘RRR’એ 11.50 કરોડનો બિઝનેસ કર્યો હતો, જ્યારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ 18 કરોડની કમાણી કરી હતી. અક્ષય કુમારની ‘સૂર્યવંશી’એ ફર્સ્ટ વીકમાં 120.36 કરોડનો વકરો કર્યો હતો. ‘RRR’એ સાત દિવસમાં 709.36 કરોડની કમાણી કરી છે.’RRR’ના હિંદી વર્ઝને દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહારમાં સૌથી વધુ કમાણી કરી છે.
Read About Weather here
મુંબઈ સર્કિટ છેલ્લાં કેટલાંક દિવસથી અન્ડર પર્ફોર્મ કરી રહ્યું છે. જોકે, ગુજરાત-સૌરાષ્ટ્ર સર્કિટમાં ફિલ્મે સારો દેખાવ કર્યો છે.વર્લ્ડવાઇડ કલેક્શનમાં આ ફિલ્મે 6 દિવસમાં 652 કરોડનો બિઝનેસ કર્યો હતો. સાતમા દિવસે ફિલ્મે 37.20 કરોડની કમાણી કરી છે. ‘બાહુબલી’નું લાઇફટાઇમ કલેક્શન 650 કરોડ રૂપિયા હતું.ફિલ્મે ‘બાહુબલી’ના લાઇફટાઇમ કલેક્શન કરતાં વધુ કમાણી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here