ગામના લોકો દારૂ દેખાતા જ તૂટી પડ્યા…!

ગામના લોકો દારૂ દેખાતા જ તૂટી પડ્યા...!
ગામના લોકો દારૂ દેખાતા જ તૂટી પડ્યા...!
વિધાનસભામાં દારૂબંધી એમેન્ડમેન્ટ બિલ પાસ કરવામાં આવ્યું છે. દારૂબંધી કાયદામાં બિહાર સરકારે બુધવારે ઢીલ આપી છે.  તેના બીજા જ દિવસે કૈમૂરમાંથી દારૂ લૂટવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. તેમાં પુરુષો-મહિલાઓની સાથે-સાથે બાળકોએ પણ દારૂ લૂંટ્યો.જિલ્લાના મોહનિયા-રામગઢ રોડ પર ગુરુવારે સવારે દારૂ ભરેલી એક કાર ઉંધી વળી ગઈ હતી. કાર ઉંધી વળવાની સાથે જ તસ્કારો ભાગી ગયા હતા. જોકે પછીથી ગામના લોકોની નજર દારૂ ભરેલી બોટલો પર પડી તો લૂંટ થઈ હતી. આ લૂંટનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમાં કેટલાક દારૂની બોટલ લઈને તો કેટલાક પેટી લઈને ભાગતા દેખાયા હતા.તસ્કરો કારમાં દારૂ લઈને યુપીથી બિહાર જઈ રહ્યાં હતા. કાર જેવી મોહનિયા-રામગઢ રોડ પર પહોંચી, ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા તે ખાઈમાં ખાબકી હતી. આ ઘટના પછી કારમાં સવાર તસ્કરો ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા. સ્થાનિક લોકોની નજર ખાઈમાં પડેલી કાર પર ગઈ તો લોકો તેની નજીક પહોંચી ગયા હતા. જેવી કારની અંદરથી દારૂની ગંધ આવવા લાગી સ્થાનિકોએ કારની તપાસ શરૂ કરી.કારની ડેકીમાંથી દારૂની બોટલો નીકળવા લાગી. પછીથી થોડીવારમાં જ આ ન્યુઝ રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો.

પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ લોકોએ દારૂ લૂંટી લીધો હતો. ગામના લોકોને જ્યારે ખબર પડી કે કાર દારૂની પેટીઓથી ભરેલી છે તો લૂંટવા માટે મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા હતા. મહિલા-પરુષ અને બાળકો બધા દારૂને લૂંટવામાં લાગ્યા હતા. આ દરમિયાન કોઈએ વીડિયો બનાવ્યો હતો, જે પછીથી બહાર આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે દારૂની પેટી અને બોટલોને લઈને લોકો ભાગી રહ્યાં છે.

Read About Weather here

કેટલાક લોકો દારૂની બોટલો હાથમાં લઈને ભાગ્યા હતા, જ્યારે કેટલીક મહિલાઓ દારૂની બોટલોને સાડીઓમાં છુપાવીને ભાગી હતી. કૈમૂર જિલ્લો ઉત્તરપ્રદેશની સીમાને અડીને આવેલો છે. ઘટના સ્થળે પહોંચેલા મોહનિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રમોદ કુમારે જણાવ્યું કે અમને કાર ઉધી વળી ગઈ હોવાની માહિતી મળ્યા બાદ અમે ત્યાં પહોંચ્યા હતા. કારને ખાઈમાંથી કાઢવામાં આવી છે. તે પછી આગળની કાર્યવાહી થશે. શરાબની તસ્કરીને રોકવા માટે ચેકપોસ્ટ પર 24 કલાકની એન્ટી લીકર ટાસ્કફોર્સને તહેનાત કરવામાં આવી છે. તે પછી પણ ચેકપોસ્ટના રસ્તેથી દારૂની ગાડી જઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here