આયુષની SIXથી મહિલા ઘાયલ…!

આયુષની SIXથી મહિલા ઘાયલ…!
આયુષની SIXથી મહિલા ઘાયલ…!
ઘટના કંઈક એવી બની કે લખનઉ તરફથી રમી રહેલા આયુષ બદોનીએ શિવમ દુબેના બોલ પર સ્વીપ શોટ સાથે છગ્ગો ફટકાર્યો હતો. ગુરુવારે લખનઉ અને ચેન્નઈ વચ્ચેની મેચ રોમાંચક કહી હતી. ચેન્નઈએ લખનઉને 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને લખનઉએ 20મી ઓવરમાં 4 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો. લખનઉની 19મી ઓવરમાં પીડાદાયક ઘટના બની હતી.બોલ મેચ જોઈ રહેલી મહિલા દર્શકના માથા પર વાગ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મહિલા દર્દથી રડવા લાગી અને પોતાના માથા પર વારંવાર હાથ ફેરવવા લાગી. આસપાસમાં રહેલા લોકો પણ મહિલાના ખબરઅંતર પૂછવા લાગ્યા. આ ઘટનાને લઈને કેમેરા પોતાની તરફ આવતા નજીક ઊભેલા ઘણા દર્શકો ઉત્સાહમાં હસવા પણ લાગ્યા હતા.IPL શરૂ થયા પહેલા ભારત-શ્રીલંકા વચ્ચે ડે-નાઈટ મેચ રમાઈ હતી. મેચના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની સિક્સર ખતરનાક સાબિત થઈ હતી. એને કારણે એક દર્શકના નાકનું હાડકું તૂટી ગયું હતું.

Read About Weather here

દર્શકને ટાંકા આવ્યા હતા.22 વર્ષના આયુષે IPLમાં અત્યારસુધીમાં માત્ર બે મેચ રમી છે અને બન્ને મેચમાં શાનદાર બેટિંગ કરી છે. ચેન્નઈ સામેની મેચમાં આયુષે એ સમયે રન બનાવ્યા જ્યારે ટીમને સૌથી વધારે જરૂર હતી. આ પહેલાં ગુજરાત સામેની મેચમાં આયુષે 41 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 54 રનની ઈનિંગ રમી હતી. ટોપ ઓર્ડર ધરાશાયી થયા બાદ આયુષે મહત્ત્વની ઈનિંગ રમી ટીમને 158 રનના સ્કોર પર પહોંચાડી હતી.તેણે અંતિમ 9 બોલમાં 19 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 211.11 હતી. ટીમના કેપ્ટન કેએલ રાહુલે આયુષને લખનઉ ટીમનો એબી ડિવિલિયર્સ ગણાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here