રશિયા-યુક્રેન યુદ્ધનો 38મો દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધનો 38મો દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધનો 38મો દિવસ
પુતિને કહ્યું કે જો ચુકવણી કરવામાં નહીં આવે તો કરાર અટકાવવામાં આવશે.સાથે જ જર્મનીએ પુતિનના આ પગલાને બ્લેકમેલ ગણાવીને નકારી કાઢ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 38મા દિવસે પણ ચાલુ છે. હવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તો ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જે મુજબ આજથી વિદેશી ખરીદદારોને ગેસ માટે માત્ર રૂબલમાં જ ચૂકવણી કરવી પડશે.  જર્મનીના અર્થતંત્ર મંત્રી રોબર્ટ હેબેકે કહ્યું કે પુતિન અમને બ્લેકમેલ કરી શકશે નહીં. આ સિવાય બ્રિટન અને ફ્રાન્સે પણ આ માંગનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે ગેસ ખરીદવાનો કોન્ટ્રાક્ટ પહેલા યુરો અથવા ડૉલરમાં સેટલ થયો હતો અને આ રીતે વચ્ચે તેને તોડી શકાતો નથી.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં, રશિયા યુરોપના લગભગ ત્રીજા ભાગનો ગેસ સપ્લાય કરે છે.યુક્રેન પરના હુમલાના પગલે ઈંધણની વધતી કિંમતોને ઘટાડવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આગામી છ મહિના માટે દરરોજ 10 લાખ બેરલ ક્રૂડ ઓઈલ આપવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે યુક્રેનમાં સૈન્ય હુમલાને કારણે રશિયા પર અમેરિકા સહિત ઘણા દેશોના આર્થિક પ્રતિબંધોને કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થયો છે.યુક્રેનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે રશિયાના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના 15 એરપોર્ટ નાશ પામ્યા છે.ખાર્કિવમાં રશિયન સેના તરફથી જોરદાર હુમલો કરવામાં આવ્યો છે.

સમાચાર અનુસાર, રશિયન સેના ગેસ પાઇપલાઇન પર મિસાઇલોથી હુમલો કરી રહી છે.પુતિને કહ્યું કે રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદવા માટે વિદેશી ખરીદદારોએ રશિયન બેંકોમાં રૂબલ ખાતા ખોલવા પડશે. આજથી, આ ખાતાઓમાંથી ગેસ સપ્લાય માટે ચૂકવણી સ્વીકારવામાં આવશે.નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું છે કે યુક્રેનમાં રશિયન સૈનિકો પીછેહઠ કરી રહ્યા નથી, પરંતુ ડોનબાસ પ્રદેશ માટે ભેગા થઈ રહ્યા છે.અમેરિકાની એક કંપનીએ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થતાં જ યુરોપમાં સાયબર એટેક થયો હતો.યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સના કાર્યાલય અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધમાં નાગરિકોને ઘણું નુકસાન થયું છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં 1232 નાગરિકોના મોત થયા છે. જ્યારે, 1935 લોકો ઘાયલ થયા છે.

અમેરિકી સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રશિયન દળોએ 24 ફેબ્રુઆરીએ ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ પર કબજો કર્યો હતો. અહીંથી હવે રશિયન સૈનિકો પરત ફરી રહ્યા છે.એક અધિકારીએ કહ્યું હતુ કે સૈનિકો ચેર્નોબિલથી દૂર જઈ રહ્યા છે અને બેલારુસમાં પ્રવેશી રહ્યા છે.યુક્રેનના બે જનરલ-યુક્રેનની સિક્યુરિટી સર્વિસના આંતરિક સુરક્ષાના મુખ્ય વિભાગના પૂર્વ વડા નૌમોવ એન્ડ્રી ઓલેહોવિચ અને યુક્રેનની સિક્યુરિટી સર્વિસ ઓફિસના પૂર્વ વડા ખેર્સન ક્રિવોરૂચકોને તેમની રેન્ક પરથી હટાવી દેવામાં આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ બંને ટોચના જનરલોને હટાવતા કહ્યું હતું, ‘આ બંને સર્વિસમેન નક્કી કરી શકતા નહોતા કે તેમની માતૃભૂમિ ક્યાં છે. તેમણે દેશની જનતાની સુરક્ષા અંગેની મિલિટરીની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે.

મારી પાસે તમામ દેશદ્રોહીઓ પર કાર્યવાહી કરવાનો સમય નથી પરંતુ એવા તમામને ધીમે ધીમે ચોક્કસ સજા મળશે.’વ્હાઈટ હાઉસના કમ્યુનિકેશન્સ ડાયરેક્ટર કેટ બેડિંગફિલ્ડે જણાવ્યું હતું કે અમેરિકી વાણિજ્ય વિભાગ 120 રશિયન અને બેલારૂસી સંસ્થાઓને અમેરિકી વ્યાપાર પ્રતિબંધની યાદીમાં આગામી દિવસોમાં સામેલ કરશે. આ સંસ્થાઓ જ્યારે પ્રતિબંધ યાદીમાં મૂકાશે પછી આ સંસ્થાઓ અમેરિકાની અત્યાધુનિક ટેકનોલોજી લાયસન્સ વિના પ્રાપ્ત કરી શકશે નહીં. યુક્રેન પર રશિયાના આક્રમણ વખતથી જ અમેરિકાએ વિવિધ આકરા આર્થિક પ્રતિબંધો રશિયા પર લાદવાનું શરૂ કરી દીધું છે.

રશિયા યુક્રેન વચ્ચે 36 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંનેમાંથી એક પણ દેશ ઝુકવા માટે તૈયાર નથી. ખોટી જાણકારીઓ ફેલાવવાના આરોપમાં બ્રિટને અનેક રશિયન મીડિયા સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના એક આદેશ પર સહી કરી છે, જે મુજબ વિદેશી ખરીદદારોને ગેસની ચુકવણી રુબલમાં કરવી અનિવાર્ય થઈ જશે. રશિયાના વિદેશ મંત્રી ભારત પહોંચ્યા છે જ્યારે બ્રિટનના વિદેશ મંત્રી પણ દિલ્હીમાં છે. અમેરિકામાં વધતી ઓઈલની કિંમત પર અંકુશ મુકવા ઓછામાં ઓછા છ મહિના સુધી રોજ 10 લાખ બેરલ ઓઈલ આપવાનો નિર્ણય લેવાયો છે. તો રશિયાએ યુરોપિયન સંઘ પર વધુ કડક પ્રતિબંધો મુક્યા છે. યુક્રેનની પરમાણુ ઉર્જા સંચાલક કંપનીએ કહ્યું કે રેડિએશનથી બીમાર થયા બાદ રશિયન સૈનિક ચેર્નોબિલ સંયંત્ર છોડી રહ્યાં છે.

રશિયન સેનાએ બે દિવસ પહેલા માઈકોલાઈવની સરકારી ઈમારત પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં 20 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે 33 લોકોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો બ્રિટને દાવો કર્યો છે કે રશિયા યુક્રેનની મદદ કરનાર દેશો પર સાઈબર હુમલાની તૈયારીમાં છે.અમેરિકાથી મદદની આશ લગાવીને બેઠેલા યુક્રેનને ત્યારે મોટો ઝાટકો લાગ્યો જ્યારે વ્હાઈટ હાઉસે સ્પષ્ટ કરી દીધું કે અમેરિકા યુક્રેનને સુરક્ષાની કોઈ ગેરંટી નથી આપતું. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે જો બાઇડેન રશિયાની સાથે સીધી સૈન્ય અથડામણ નથી ઈચ્છતા.યુક્રેનમાં કીવ નજીક ગુરુવારે ભીષણ લડાઈ થઈ. દેશના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે યુક્રેન જોઈ રહ્યું છે કે ડોનબાસમાં ફરી હુમલો કરવા રશિયા પોતાના સૈનિકોને એકઠાં કરી રહ્યું છે અને અમે પણ તેના માટે તૈયાર છીએ.

Read About Weather here

યુક્રેનના પરમાણુ ઉર્જા સંચલાક કંપની એનર્ઝોએટમે કહ્યું કે રશિયાના સૈનિક ચેર્નોબિલ પરમાણુ ઉર્જા સંયંત્ર છોડીને બેલારુસ નજીક યુક્રેનની સરહદ તરફ આગળ વધી રહ્યાં છે. એનર્ઝોએટમ મુજબ તે વાતની પુષ્ટિ થઈ છે કે રશિયન સૈનિકોએ ચેર્નોબિલ સંયંત્રની આજુબાજુ 10 કિમી વિસ્તારમાં રેડ ફોરેસ્ટ વિસ્તારમાં ખીણ ખોદી હતી. તેમને વિકિરણનો સામનો પણ કરવો પડ્યો હતો જેના કારણે તેઓ બીમાર પડવા લાગ્યા. જે બાદ સંયંત્રને છોડવાનો નિર્ણય લેવાયો. કંપનીનું કહેવું છે કે રશિયન સેના નજીકના શહેર સ્લાવુટિકને છોડવાની પણ તૈયારીઓ કરી રહ્યાં છે, જ્યાં પરમાણુ ઉર્જા સંયંત્રના કર્મચારીઓ રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here