બ્રેકિંગ ન્યૂઝ ગુર્જર અનામત આંદોલનના નેતા કર્નલ કિરોડી સિંહ બેંસલાનું નિધન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તેઓ લાંબા સમયથી બિમાર હતા. બેંસલા રાજસ્થાનમાં શરૂ થયેલા ગુર્જર અનામત આંદોલનને લઈને દેશભરમાં જાણીતા બન્યા હતા. ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલાનું લાંબી માંદગી બાદ જયપુરની હોસ્પિટલમાં નિધન થયું છે. આ જાણકારી તેમના પુત્ર વિજય બેંસલાએ આપી હતી.  કિરોડી લાલ બેંસલા ભારતીય સેનામાં કર્નલ હતા. બેંસલા 2007માં રાજસ્થાનમાં ગુર્જરોના અનામત આંદોલનના મુખ્ય નેતા હતા અને તેઓ ગુર્જર અમનામત સંઘર્ષ સમિતિના પ્રમુખ હતા. તેમને બેવાર કોરોના થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

25 દિવસના આંદલોન પછી તેઓને ગુર્જરોને 5% અમનામત આપવામાં સફળતા મળી હતી.ઉલ્લેખનીય છે કે કિરોડી સિંહ બેંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલનનો મોટા નેતા રહ્યા હતા. જો કે બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2007 દરમિયાન દરમિયાન રાજસ્થાનમાં ગુર્જરો માટે અનામત મેળવવા માટે તેમના નેતૃત્વમાં એક મોટું આંદોલન થયું હતું. આ સિવાય બેંસલા ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના વડા પણ રહ્યા હતા.મળતી માહિતી મુજબ, બેંસલા ઘણા લાંબા સમયથી બીમાર હતા.

બુધવારે રાત્રે મણિપાલ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જણાવીએ કે તેમને બે વખત કોરોના થયો હતો. આ સિવાય ગયા વર્ષે નવેમ્બર દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેના કારણે તેમને જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે બૈંસલાનો જન્મ રાજસ્થાનના કારોલી જિલ્લાનાં મુંડિયા ગામમાં થયો હતો.

Read About Weather here

તે ગુર્જર સમુદાયમાંથી આવતા હતા અને તેમણે કેરિયરની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. તેમના પિતા આર્મીમાં હતા. તેના પગલે તેઓ પણ આર્મીમાં ભરતી થયા અને રાજપૂતાના રાઈફલ્સના સૈનિક બન્યા. તેમણે 1962 દરમિયાન ભારત-ચીન અને 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બહાદુરી બતાવી હતી. એક સામાન્ય જવાન તરીકે આર્મીમાં જોડાયેલા બૈંસલ કર્નલની રેન્ક સુધી પહોંચ્યા હતા.બૈંસલાને તેમના સિનિયરો ‘જિબ્રાલ્ટર કા ચટ્ટાન’ અને તેમના જુનિયર સાથીઓ ‘ઈન્ડિયન રેમ્બો’ કહીને બોલાવતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here