વીરપુરની જર્જરિત જલારામજી હાઈસ્કૂલ ભયજનક

વીરપુરની જર્જરિત જલારામજી હાઈસ્કૂલ ભયજનક
વીરપુરની જર્જરિત જલારામજી હાઈસ્કૂલ ભયજનક

ભય ભરેલું ભણતર: લાચાર બાળકોને જીવનું જોખમ
અનેક વખત સરપંચથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં વિસ્તાર શાળાનું નવીનીકરણ કરવામાં અખાડા

સમગ્ર વિશ્ર્વની એકમાત્ર જગ્યા કે જ્યાં કોઈપણ પ્રકારના દાન કે રૂપિયા લીધા વગર 200 વર્ષથી અવિરત રીતે ભુખ્યાને ભોજન આપતા પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના વીરપુર જલારામ ગામે આવેલ શ્રી 1987ની સાલમાં લોકફાળાથી બનેલ ગ્રામપંચાયત સંચાલીત જલારામજી વિદ્યાલય આજે ઘણા સમયથી જર્જરીત થઈ ગયેલ છે શાળાના વર્ગખંડની છતમાંથી અનેકવાર ચાલુ વર્ગે મોટા મોટા પોપડા પડ્યા છે શાળામાં આવેલ આઠ વર્ગખંડ આવેલા છે જેમાંથી માત્ર એક કે બે જ વર્ગખંડમાં અભ્યાસ થઈ શકે તેમ છે.
જેથી શાળાના આચાર્ય દ્વારા સાવચેતીના પગલારૂપે જર્જરિત વર્ગોમાં તાળા મારી દેવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

શાળામાં ધો.9 અને 10 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે એટલે ઓછામાં ઓછા એક ધોરણના બે વર્ગો તો જોઈએ જ એટલે દસ વર્ગખંડો અભ્યાસ માટે બે વર્ગ ખંડો કોમ્પ્યુટર ક્લાસ માટે અને એક લાયબ્રેરી માટે જેની સામે શાળાની કમનસીબી એ છે કે હવે માત્ર એક જ વર્ગ ખંડ જ બેસવા લાયક રહ્યો છે તેમાં પણ શાળા ઇમારત પડવાના ભય હેઠળ ભણવાનું એટલે કે સરકાર ભાર વગરનું ભણતરના બંણગા ફૂંકે છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે અહીં તો ભય હેઠળ ભણતર ચાલે છે.

આ જલારામજી વિદ્યાલયને રીપેરીંગની તેમજ શાળા બિલ્ડીંગ નવું બનાવવા માટે સરપંચથી મુખ્યમંત્રી સુધી શાળાના આચાર્ય વીડી નૈયાએ 2016 સાલથી તેમજ અવારનવાર વિરપુરના સરપંચે પણ સરકારને લેખિત રજૂઆત કરી છે પરંતુ તેઓને રીપેરીંગના ઠાલા આશ્વાસનો જ મળ્યા છે આ શાળા રીપેરીંગના બદલે જર્જરિત શાળામાં 2016 થી લઈને આજે પણ શિક્ષણ કાર્ય શરૂ છે, શાળામાં એક પણ મોટો વર્ગખંડ કે હોલ સલામત ન હોય માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભયના માહોલ વચ્ચે આજે પણ ભણતર શરૂ કર્યું છે, આજે માત્ર ધોરણ નવ અને દસના વર્ગો ચાલુ છે.

Read About Weather here

જો ભવિષ્યમાં અન્ય ધોરણના વર્ગો ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ના છૂટકે સ્કૂલના ખુલ્લા મેદાનમાંમાં બેસીને અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે માટે યાત્રાધામ વિરપુરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સરપંચ પણ આ શાળાને સરકાર દ્વારા ફરીથી નવી બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here