સિંઘી સમાજ દ્વારા શનિવારે ચેટીચાંદ ઉજવાશે

સિંઘી સમાજ દ્વારા શનિવારે ચેટીચાંદ ઉજવાશે
સિંઘી સમાજ દ્વારા શનિવારે ચેટીચાંદ ઉજવાશે

જુલેશ્ર્વર સેવા મંડળ અને સિંઘી સમાજ સેવા સમિતિ દ્વારા આયોજન
ઈષ્ટદેવ શ્રી જુલેલાલ ભગવાનની 21 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બનશે

સમગ્ર સિંધી સમાજના ઈષ્ટ દેવ શ્રી જુલેલાલ ભગવાનની જન્મ જયંતિ નિમિતે શનિવારના રોજ સિંધી સમાજના નવા વર્ષની ભવ્ય ઉજવણી જંકશન પ્લોટમાં કરવામાં આવશે. સમગ્ર સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી જુલેલાલ ભગવાનની 1072 મી જન્મજયંતિ નિમિતે સિંધી સમાજનું નવું વર્ષ (એટલે ચેટીચાંદ) મનાવવામાં આવે છે. ઈષ્ટ દેવ શ્રી જુલેલાલ ભગવાનના જન્મજયંતિ દિવસે નવા વર્ષને આવકારવા તેનું આયોજન કરવા સમગ્ર સિંધી સમાજના વડીલો, ભાઈઓ, બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ભવ્ય આયોજનમાં બાળકો માટે વિવિધ રમત-ગમતનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ઈષ્ટદેવ શ્રી જુલેલાલ ભગવાનની ભવ્ય ર1 ફુટ ઉંચી પ્રતિમાનું દર્શન થશે. આ ભવ્ય આયોજનમાં સિંધી ભકિત સંગીત, તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ડી.જે.ના સથવારે મ્યુઝીકલ પાર્ટીનું આયોજન કરવામાં આવેલ છે.

સિંધી સમાજના સંતો-મહંતો અને ગોર મહારાજના હસ્તે શ્રી જુલેલાલ ભગવાનના અભિષેક કરી મહાઆરતી કરવામાં આવશે. આ ભવ્ય આયોજન આખો દિવસ નિરંતર ચાલુ રહેશે.તેમજ પ્રસાદ રાખવામાં આવેલ છે. આ પ્રસંગે, શનિવારે સવારે 4 વાગ્યે શ્રી જુલેલાલ ભગવાનને અભિષેક કરાશે અને સાંજે 7 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવશે.
જેમાં સિંધી સમાજના લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી મહાઆરતીનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. આ પ્રસંગે સંતો-મહંતોને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જંકશન પ્લોટ, ગાયકવાડી પ્લોટ, વેપારી મંડળનો પણ ખુબ સહયોગ મળેલ છે.

Read About Weather here

આ પ્રસંગે સિંધી સમાજની 40 વર્ષ જુની સંસ્થા-સિંધી સુરક્ષા સેના, ફરી પાછી જુની પ્રણાલીકા મુજબ હોદ્દેદારો અને કાર્યકરોની નિમણૂંક કરી ફરી આ સંસ્થાનો શુભારંભ કરવામાં આવશે. શનિવારના રોજ સમગ્ર સિંધી સમાજના ભાઈઓ, બહેનો, વડીલોને જંકશન પ્લોટ ચોકમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જુલેશ્ર્વર સેવા મંડળ, તેમજ સિંધી સમાજ સેવા સમિતિના હોદ્દેદારોએ જહેમત ઉઠાવેલ છે . જેમાં જંકશન પ્લોટ, ગાયકવાડી વેપારી મંડળનો પણ સહયોગ મળેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here