કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો…!

કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો…!
કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો…!
આજે થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોમાં DA (DA-Dearness Allowance) એટલે કે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એનો ફાયદો 47 લાખ કર્મચારી અને 68 લાખ પેન્શનરોને મળશે.  ડીએમાં 3 ટકાનો વધારો થયા પછી હવે એ 31 ટકાથી વધીને 34 ટકા થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ દરેક કેન્દ્રીય કર્મચારીઓને 1 જાન્યુઆરી 2022થી મળશે. હવે કર્મચારીઓ અને પેન્શનર્સને 34% મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં 31%ની જોગવાઈ હતી.

Read About Weather here

સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારીથી બચવા માટે તેમની સેલરી પેન્શનમાં આ કમ્પોનન્ટ જોડવામાં આવ્યું છે.સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધારે કર્મચારીઓને લાભ મળવાનો છે. જ્યારે 65 લાખ પૂર્વ કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન મેળવી રહ્યા છે. આ રીતે ડીએ વધતાં સીધા 1.15 કરોડ લોકોને સીધો લાભ થશે.અત્યારે કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા 50 લાખથી વધારે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here