રેકેટ છોડી બંદૂક પકડી..!

રેકેટ છોડી બંદૂક પકડી..!
રેકેટ છોડી બંદૂક પકડી..!
ફિલ્મ સ્ટાર્સથી લઈને અનેક સ્પોર્ટ્સ પર્સન પોતાના દેશ માટે યુદ્ધના મેદાનમાં ઊતર્યા છે. રશિયા યુક્રેન યુદ્ધ છેલ્લાં 34 દિવસથી ચાલી રહ્યું છે. આ 34 દિવસમાં લાખો યુક્રેની નાગરિકોના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે.  આવો જ એક ટેનિસ ખેલાડી છે સર્ગેઈ સ્ટાખોવ્સ્કી.2013ના વિમ્બલ્ડનમાં રોજર ફેડરરને હરાવનાર સર્ગેઈ ખ્ટાખોવ્સ્કીએ દેશની સુરક્ષા માટે પોતાના કરિયરમાંથી હાલ પુરતો વિરામ લીધો છે. આજે સર્ગેઈ યુક્રેનની રાજધાની કીવના રસ્તાઓ પર સૈનિકના ડ્રેસમાં હાથમાં હથિયાર પકડીને દુશ્મન દેશ સામે લડતો જોવા મળી રહ્યો છે.પોતાના જીવનની આ નવી ઈનિંગને લઈને સર્ગેઈ ખ્ટાખોવ્સ્કીનું કહેવું છે કે અમે ત્રણથી પાંચ લોકોના ગ્રુપમાં વહેંચાયેલા છીએ.
સર્ગેઈ ખ્ટાખોવ્સ્કીએ 2013માં વિમ્બલ્ડનમાં દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરને હરાવ્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

અમારી પાસે એક સેક્ટર છે જેમાં અમે પેટ્રોલિંગ પણ કરીએ છીએ. દરેક લોકોની બે કલાકની શિફ્ટ હોય છે, જે બાદ છ કલાક આરામ કરીએ છીએ, અને પાછું બે કલાક માટે બહાર નીકળવું પડે છે.સર્ગેઈનું કહેવું છે કે જો યુક્રેન આ યુદ્ધ હારજી જશે તો તે ઈતિહાસના પુસ્તકોમાંથી પણ ભુંસાઈ જશે. આ એક દેશ તરીકે ધરતીમાંથી ગાયબ થઈ જશે. અમે રશિયન એજન્ટ અને લુંટેરાઓને દુકાનોમાં ઘૂસતા રોકીએ છીએ.

સર્ગેઈ ખ્ટાખોવ્સ્કીએ આર્મી જોઈન કરી એ પહેલાં એક મિલિટરી બેગની તસવીર શેર કરી હતી.

Read About Weather here

થોડો સમય પહેલા સર્ગેઈ ખ્ટાખોવ્સ્કીએ સ્કાઈ ન્યૂઝને કહ્યું હતું કે, ‘હું મારા દેશ કાજે લડવા માટે તૈયાર છું. મારી પાસે સૈન્ય અનુભવ નથી પરંતુ મને અંગત રીતે બંદૂક ચલાવવાનો અનુભવ છે. મારા પિતા અને ભાઈ ડોકટર છે. હું તણાવમાં છું અને બેઝમેન્ટમાં આશરો લઈ રહ્યાં છીએ. જો કે તે લોકલ ટૂર્નામેન્ટ રમતો હતો. સર્ગેઈ ઉપરાંત બે વખત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર બોક્સર વાસિલી લોમાચેંકો અને ટેનિસ પ્લેયર એલેક્ઝાન્ડર ડોલગોપોલોવ પણ યુક્રેનની સેનામાં સામેલ થઈ ગયા છે.’36 વર્ષના સર્ગેઈએ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન પછી ઈન્ટરનેશનલ ક્ષેત્રે ટેનિસમાંથી સંન્યાસ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here