ક્રાઇમ બ્ર્રાન્ચને નવી દિશામાં લઇ જવા સતત પ્રયત્ન: જે.વી.ધોળા

ક્રાઇમ બ્ર્રાન્ચને નવી દિશામાં લઇ જવા સતત પ્રયત્ન: જે.વી.ધોળા
ક્રાઇમ બ્ર્રાન્ચને નવી દિશામાં લઇ જવા સતત પ્રયત્ન: જે.વી.ધોળા

ક્રાઈમ બ્રાન્ચના દરેક સ્ટાફને દરરોજ અપાઈ રહેલી કામગીરીનું કરાતું રિપોટિંગ: લોકોના સહકારથી ગુનાખોરીને ડામવા આગળ વધીશું
સૌરાષ્ટ્ર ક્રાંતીની શુભેચ્છા મુલાકાત લેતા ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ જે.વી.ધોળા,પીએસઆઈ બી.જે.કડછા
શાળા-કોલેજો સહિતના જાહેર સ્થળોએ રંજાડ કરતા તત્વો સામેની ફરિયાદ માટે ફરીયાદ પેટી મુકાશે

શહેર પોલીસના મહત્વના ગણાતા ક્રાઇમ બ્રાન્ચની જવાબદારી સંભાળનારા પોલીસ ઇન્સ્પેકટર જે. વી. ધોળા અને પીએસઆઇ બી.જે કડછાએ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. નવનિયુકત પીઆઇ જે. વી. ધોળાએ કહ્યું હતું કે, ક્રાઇમ બ્રાન્ચને એક નવી દિશામાં લઇ જવા સતત પ્રયત્ન હાથ ધરવામાં આવશે. લોકોના સહકારથી પોલીસ કામ કરશે. લોકોને પણ પોલીસની સારી કામગીરીનો અને પોલીસ પ્રજા માટે કામ કરી રહી છે એ વાતનો સતત અહેસાસ થતો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

પીઆઈ ધોળાએ જણાવ્યું કે, મેં ચાર્જ સંભાળતાંની સાથે જ સૌથી પહેલાં સ્ટાફને દરરોજ ટાસ્ક આપવાનું શરૂ કર્યું છે અને સાંજ સુધીમાં મેં આપેલા કામનું સ્ટેટસ શું હોય છે તેનું પણ દૈનિક રિપોર્ટિંગ કરી રહ્યો છું. આ ઉપરાંત ે આવનારા દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચની કામગીરી નીખરી ઉઠશે. તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસના ચોપડે ચડી ચૂકેલા બૂટલેગરો, તસ્કરો સહિતના આરોપીઓને ગમે ત્યારે ફોન કરીને બોલાવીએ છીએ અને હંમેશા તે શું કરી રહ્યો છે તેના પર બાજ નજર રાખી રહ્યા છીએ. અમારો નિર્ધાર 24 કલાક એક્ટિવ રહીને પ્રજાની પડખે રહેવાનો છે અને તેમાં અમે જરા પણ કામમાં ંકચાશ રાખશું નહીં.

આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચની કામગીરી વધુ અસરદાર બને તેના ઉપર ભાર આપી રહ્યા છીએ.પીઆઈ ધોળા અને પીએસઆઈ કડછાએ જણાવ્યું કે, આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થયા પહેલાં જ દિવસે અમે સટ્ટોડિયા ઉપર દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે અને આ પ્રકારની કાર્યવાહી કદાચ પહેલી વખત થઈ હશે કે ટૂર્નામેન્ટના પ્રથમ દિવસથી જ પોલીસે ધોંસ બોલાવવાનું શરૂ કરી દીધું હોય. સટ્ટા નેટવર્કને ભેદવાની અમારી આ ઝુંબેશ યથાવત રહેશે અને મોટા ગજાના બુકીઓના નામ ખુલશે તો તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. માત્ર સટ્ટો જ નહીં બલ્કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પણ મુળથી ડામી દેવા માટે અમે સજ્જ રહીશું.

Read About Weather here

પીઆઈ ધોળાએ જણાવ્યું કે રાજકોટમાં દારૂની બદીને કોઈપણ ભોગે ચલાવવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત ચરસ-ગાંજો, ડ્રગ્સના વેચાણને પણ અમે નિયમિત ડામતા રહીશું જેથી કરીને રાજકોટ વ્યસન મુક્ત રહે. બુટલેગરોની ઓળખ શરૂ કરી દેવામાં આવી છે અને કોઇપણ ચમરબંદીને છોડવામાં નહીં આવે લોકોએ ડર્યા વિના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને વિગતવાર રજુઆત કરે પોલીસ હંમેશા લોકોની સાથે જ છે. વિસ્તારમાં કોઇ પણ પ્રશ્ર્ન હોય તો પોલીસને ચોક્કસ માહિતી આપવી જોઇએ.માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. શાળા-કોલેજો સહિતના જાહેર સ્થળોએ રંજાડ કરતા તત્વો સામેની ફરીયાદ માટે ફરીયાદ પેટી પણ મુકીશું જેથી કરીને જે લોકો પોતાની ફરીયાદ પોલીસ સમક્ષ કરતા ડરે છે તે ફરીયાદ પેટીમાં નાખીને પોતાની સમસ્યા અમારા સુધી પહોચાડી શકશે. પોલીસ પ્રજાના દ્વારે અભિયાનથી પ્રજા અને પોલીસ વચ્ચેનો વિશ્ર્વાસનો સેતુ ફરીથી સ્થાપિત કરવામાં સફળતા મળી છે. લોકોના સહકારથી અમે ગુનાખોરીને ડામવા આગળ વધીશું.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here