ગુજરાતમાં ‘માસ્ક’ પહેરવામાંથી મુકિત આપો

ગુજરાતમાં ‘માસ્ક’ પહેરવામાંથી મુકિત આપો
ગુજરાતમાં ‘માસ્ક’ પહેરવામાંથી મુકિત આપો

ઓલ ઈન્ડિયા એમએસએમઈ ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ મગનભાઈ પટેલે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી એક નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ અત્યારે ખુબ જ સામાન્ય થઈ છે ત્યારે સરકારની જે ગાઈડલાઈન હતી તે મુજબ કેટલાક સૂચનો છે તેને યોગ્ય ન્યાય આપશો.હાલમાં કોરોનાની ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરવામાંથી પ્રજાને મુક્તિ આપવી જોઈએ એટલે કે તેને ફરજીયાત નહિ પરંતુ મરજીયાત કરવું જોઈએ.ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે છેલ્લા ત્રીસ મહિનાથી જુનિયર કે.જી થી લઈને ધો. 8 થી ધો.12 સુધી અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

પણ અમુક ગરીબ લોકો કે જેમની પાસે મોબાઈલ પર ભણવાની સુવિધા ન હોય, જે વાલીઓ શિક્ષિત ના હોય તેવા લોકો પોતાના બાળકોને ઓનલાઇન ભણાવી ના શકવાને લીધે ઓનલાઇન પરીક્ષાઓ લેવાનો હેતુ સિદ્ધ થયો નથી.જયારે ઓફલાઈન અભ્યાસક્રમ ચાલુ થયા ત્યારે વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ હાથેથી લખવાની પ્રેક્ટીસ જતી રહી ત્યારે તેમને શિક્ષકો, પ્રોફેસરો ભણાવે છે ત્યારે તેનું યોગ્ય સંકલન થયું નથી. આ રીતે જોતા જે વિદ્યાર્થીઓને પાસ કર્યા હોય, નાપાસ કર્યા હોય ત્યારે આપણે બાળકોનાં અભ્યાસક્રમને ખાલી જગ્યા રૂપે ગણી શકાય. હવે આપણે વીતેલા સમયને ભૂલી જઈને સ્કૂલોમાં ,

કોલેજોમાં ઓછામાં ઓછી રજા રહે અને જે જે સ્કૂલોમાં 6 થી 8 કલાક ક્લાસ ચાલતો હોય તેને 8 થી 10 કલાકનો અભ્યાસક્રમ કરીને ધો. 9 થી લઈને કોલેજ સુધીના વિધાર્થીઓને આવી પરિસ્થિતિની ટેવ પાડવી જોઈએ,જરૂર પડ્યે તો રવિવારે પણ અડધો દિવસ સ્કૂલો ચાલુ રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ અને કોઈપણ તહેવારના દિવસે રજા રાખ્યા વગર શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ રાખવી જોઈએ.

Read About Weather here

ઉનાળુ વેકેશનના દિવસો પણ ઓછા કરી નાખવા જોઈએ અત્યારે કોઈપણ શિક્ષકો કે કર્મચારીઓએ આ કાર્યમાં મદદરૂપ બનીને ઇમરજન્સી સમજીને રજા રાખવી ના જોઈએ અને પોતાની સામાજીક ફરજ સમજીને સરકાર સાથે બેસીને ફ્રેમવર્કમાં મદદ કરવી જોઈએ.રાજ્યમાં કોરોનાનાં રોજ 12 થી 15 કેસ આવતા હોય ત્યારે કોરોનાનો જે સામાન્ય ફફડાટ છે તેવા સમાચારથી બાળકો અને નાગરિકોને દૂર રાખીને ભયમુક્ત બનાવી શકીયે. કોરોનાની ગાઈડ લાઈન દૂર કરવાથી રાજ્યનાં ગૃહ વિભાગ પર પણ કાર્યભાર ઓછો થશે અને અત્યારે જયારે રાજ્યમાં ગુનાખોરી, અકસ્માતનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે ત્યારે તેઓ પણ આમાં સમય આપી શકશે. અત્યારે રાજ્યમાં કરોડો રૂપિયાના નશીલા પદાર્થો જેવા કે ડ્રગ, કોકેઈન, હેરોઇન પકડાય છે અને આજના યુવાનોને માનસિક, શારીરિક અને આર્થિક રીતે પાયમાલ કરી રહ્યા છે ત્યારે તેને રોકી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here