કરોડો કરચલાનો કહેર જુઓ તસ્વીરોમાં…!

કરોડો કરચલાનો કહેર જુઓ તસ્વીરોમાં...!
કરોડો કરચલાનો કહેર જુઓ તસ્વીરોમાં...!
દરિયામાંથી જમીન પર આવી રહેલાં કરચલાઓએ પોતાની વસ્તી એ હદે વધારી છે કે લોકો થથરી ગયા છે. ક્યુબાના દક્ષિણ ભાગે આવેલા દરિયા કિનારેથી માઇગ્રેટિંગ ક્રેબ્સ એટલે કે કરચલાનો આતંક શરૂ થયો છે.  અગાઉ પણ પ્રજનન માટે કરચલા દરિયામાંથી બહાર આવતાં, પરંતુ જમીન પર તેઓ ખાસ પ્રસરતા નહોતા. પરંતુ કોરોનાને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનમાં કરચલાઓને ખાલી શાંત મેદાન મળી ગયું. એટલે હવે સ્થિતિ એ થઈ છે કે જ્યાં જુઓ ત્યાં લાખો-કરોડોની સંખ્યામાં કરચલા જ કરચલા દેખાઈ રહ્યા છે.
કરોડો કરચલાનો કહેર જુઓ તસ્વીરોમાં...! કરચલા
કરોડો કરચલાનો કહેર જુઓ તસ્વીરોમાં...! કરચલા
કરોડો કરચલાનો કહેર જુઓ તસ્વીરોમાં...! કરચલા

કરોડો કરચલાનો કહેર જુઓ તસ્વીરોમાં...! કરચલા

Visit Saurashtra Kranti Homepage here

ક્યુબાના રસ્તાઓ, વગડાઉ વિસ્તાર, મેદાન જ્યાં જુઓ ત્યાં કરચલા જ દેખાઈ રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદ શરૂ થાય એટલે લાખોની સંખ્યામાં લાલ-પીળા અને કાળા રંગના કરચલા દરિયા આસપાસની ભીની જમીનમાંથી નીકળવા માંડે છે. પરંતુ હવે સ્થિતિ એ થઈ છે કે આ કરચલા સવાર-સાંજ રસ્તાઓ પર ફરતા રહે છે. કરચલાઓની સંખ્યા એટલી બધી છે કે લોકો ચાલી પણ શકતા નથી. વાહનો પસાર થાય એટલે સેંકડો કરચલા તેની નીચે ચગદાઈ મરે છે.

Read About Weather here

ન્યૂઝ એજન્સી ‘રોઇટર્સ’ ક્યુબાના પર્યાવરણ મંત્રીને ટાંકતાં લખે છે કે કોરોનાકાળ પછી કરચલાની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. રસ્તે રખડતા કરચલા કોઇપણ ગાડી, બસ, આસપાસનાં ઘરોની દીવાલો ગમે ત્યાં ચડી જાય છે. દૂરથી જોતાં એવું જ લાગે જાણે કોઇએ રસ્તા પર કરચલાની જાજમ પાથરી છે! હજી આગામી દિવસોમાં પણ તેની સંખ્યા ઓર વધશે. જોકે આ મુદ્દે પ્રાણીશાસ્ત્રીઓમાં થોડા મતભેદ છે ખરા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here