ઇંધણના ભાવમાં થયેલો ભડકો કયારે ઠરશે…!?

બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!
બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!
પેટ્રોલની કમતમાંઙ્ગ૮૦ પૈસાનો વધારો અને ડીઝલની કિંમતોમાં ૭૦ પીએસ પ્રતિ લિટરનોઙ્ગવધારો થયો છે. પેટ્રોલ ડીઝલમાં લાગેલી આગ રોકવાનુંઙ્ગનામ લઇ રહી નથી.ઓઇલ માર્કેટિંગ કંપનીઓએઙ્ગઆજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે. આ પ્રકારે આઠ દિવસમાં સાતમીવારઙ્ગપેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.તેની સાથેજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૨૧ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૧.૪૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગયા વર્ષે ચાર નવેમ્બરથી આ વર્ષે ૨૧ માર્ચ સુધી પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા હતા. આ બધાની વચ્ચે ઉત્તરપ્રદેશઙ્ગસહિત પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ ચાલ્યો.આ રાજયોમાં ચૂંટણી ખત્મઙ્ગથતાં જ ૨૨ માર્ચ ૨૦૨૨થી પેટ્રોલિયમ ઈંધણોમાંઙ્ગભાવ વધારાનું ચાલુ જ છે. ત્યારથી ફકત એક દિવસ છોડીને સાત દિવસ ભાવ વધ્યા. આ રીતે આઠ દિવસોમાં જ પેટ્રોલ ચાર રૂપિયા ૮૦ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.પેટ્રોલની કિંમતમાં પાંચ વાર ૮૦ પૈસા એક વાર ૫૦ પૈસા અને એક વાર ૩૦ પૈસાની વધારો થયો છે.ગયા વર્ષે સપ્ટેમ્બર બાદ પેટ્રોલની સરખામણીએ ડીઝલનું બજાર વધુ તેજ થયું હતું.

કારોબારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો પેટ્રોલની સરખામણીએ ડીઝલ બનાવુંઙ્ગમોંઘુ પડે છે. પરંતુ ભારતના રિટેલ માર્કેટમાં પેટ્રોલ મોંઘુ વેચાય છે. અને ડીઝલ સસ્તું વેચાય છે. આ વર્ષે ૨૨ માર્ચથી ડીઝલની કિંમતોઙ્ગપેટ્રોલ ની સરખામણીએ વધુ વધારો થયો છે. આ બધાની વચ્ચે સાતઙ્ગઙ્ગદરમિયાન, ડીઝલ માત્ર સાત હપ્તામાં રૂ. ૪.૮૦ મોંઘુ થયું છે.મૂડીઝના એક રિપોર્ટ અનુસાર, ઓઈલ કંપનીઓ IOC, HPCL અને BPCLએ ઉત્ત્।ર પ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી, જેના કારણે તેમને ૧૯,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Read About Weather here

આ સમયગાળા દરમિયાન, IOC ને $૧ થી ૧.૧ બિલિયન, BPCL અને HPCL ને $૫૫ થી ૬૫૦ મિલિયનનું નુકસાન થયું હતું. ક્રિસિલ રિસર્ચના રિપોર્ટ અનુસાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓના નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૫ થી ૨૦ રૂપિયાનો વધારો કરવો પડશે. આ રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ ૧૫ રૂપિયાનો વધારો થઈ શકે છે.યુક્રેન પર રશિયન હુમલા બાદથી ક્રૂડ ઓઈલ માર્કેટમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. સોમવારે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ ૫.૯ ટકા ઘટીને $૧૧૩.૫૨ પ્રતિ બેરલ પર બંધ થયું. ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ ૫.૯ ટકા ઘટીને $૧૦૭.૧૩ પ્રતિ બેરલ થઈ ગયું છે. મંગળવારે પણ સવારના સત્રમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન એક સમય એવો આવ્યો કે ક્રૂડ ઓઇલ ૧૩૯ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું હતું, જે ૨૦૦૮ પછી તેનું સર્વોચ્ચ સ્તર હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here