કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ…!

કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ…!
કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ…!
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓ હેઠળ ગુજરાતની ભાજપ સરકારને ઘેરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં એક બાજુ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ઉપર કરવામાં આવ્યું છે. જોકે, તંત્ર દ્વારા આ સંમેલનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી. છતાં પણ કોંગી કાર્યકરો ભેગા થતાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 70થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ…! કોંગ્રેસ
કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ…! કોંગ્રેસ

Visit Saurashtra Kranti Homepage here

ત્રણ દિવસ અગાઉ ગાંધીનગરમાં આદિવાસી સંમેલન યોજીને અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લાના આદિવાસીઓને એકઠા કરી કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ સફળ થયા બાદ હવે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉપર યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે.રાજ્યભરમાંથી યુવાનોને એકઠા કરી સરકારની યુવા વિરોધી નીતિ સામે બંડ પોકારવાનું આયોજન છે.

Read About Weather here

જોકે, પોલીસ અને તંત્ર દ્વારા આ સંમેલનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે ગાંધીનગરમાં આવતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ છે.ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશતા તમામ માર્ગ ઉપર વાહન ચેકિંગ શરૃ કરીને અટકાયતી પગલા ભરવામાં આવ્યાં છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી પોલીસે 70થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આ કાર્યકરો સામે 68,69 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જો પોલીસ સાથે ઘર્ષણ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.આ અંગે ગાંધીનગર એસ.પી. મયુચ ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના યુવા સંમેલનની પોલીસ દ્વારા મજૂરી આપવામાં નથી આવી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here