રોહિત શર્માને 12 લાખ રુપિયાનો દંડ…!

રોહિત શર્માને 12 લાખ રુપિયાનો દંડ...!
રોહિત શર્માને 12 લાખ રુપિયાનો દંડ...!
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચ બેવડા નુકસાનવાળી સાબિત થઈ. IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સને પોતાની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા ટીમ હારી, બાદમાં કેપ્ટન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. દિલ્હી વિરુદ્ધ મેચમાં મુંબઈના બોલરોના સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન રોહિત પર આ દંડ લગાવવામાં આવ્યો છે.IPL મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 27 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવવા બદલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ઓવર રેટને લઈને ટીમની આ પહેલી ભૂલ છે, તેથી મુંબઈના કેપ્ટન રોહિત શર્મા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.ઓવર રેટ એ એક કલાકમાં બોલિંગ સાઈડ દ્વારા ફેંકવામાં આવેલી ઓવરોની સરેરાશ સંખ્યા છે. ICCના નિયમો અનુસાર વનડે અને ટી20 મેચમાં એક કલાકમાં 14.1 ઓવર અને ટેસ્ટમાં 14.2 ઓવર નાખવાની હોય છે. ODIમાં, બોલિંગ ટીમને 50 ઓવર નાખવા માટે કુલ 3.5 કલાકનો સમય આપવામાં આવે છે. તે જ સમયે, ટી20 મેચમાં, ટીમે એક કલાક અને 25 મિનિટમાં એક ઇનિંગ્સ પૂરી કરવાની હોય છે એટલે કે પોતાની 20 ઓવર નિર્ધારિત સમયમાં પૂરી કરવાની હોય છે.

Read About Weather here

IPL 2022ની પ્રથમ મેચમાં રોહિતને દંડ ફટકારવામાં આવ્યો તે પહેલા ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ તરફથી ઓપનર ઈશાન કિશને 81 રનની ધમાકેદાર ઇનિંગ રમી અને ટીમે 177 રન બનાવ્યા. આ પછી જ્યારે દિલ્હી બેટિંગમાં આવ્યું ત્યારે મુરુગન અશ્વિન અને બેસિલ થમ્પીએ શાનદાર બોલિંગ કરીને તેમને બેક ફૂટ પર લાવ્યા હતા, પરંતુ અક્ષર પટેલ અને લલિત યાદવની શાનદાર બેટિંગથી દિલ્હીએ જીત મેળવી હતી. આ દરમિયાન તેમણે 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. 3 ઓવરમાં 10ના રન રેટની જરૂર હતી, પરંતુ 10 બોલ બાકી રહેતા બંનેએ દિલ્હીને જીત અપાવી હતી. મેચમાં રોહિત શર્માએ પણ આક્રમક ઈનિંગ રમી હતી. તેણે 32 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી.બંનેએ છેલ્લી ઓવરમાં શાનદાર બેટિંગ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here