ચીનમાં ફરી વધતો કોરોના..!

ચીનમાં ફરી વધતો કોરોના..!
ચીનમાં ફરી વધતો કોરોના..!
મળતી માહિતી પ્રમાણે નવેસરથી કોરોના વાઈરસની સર્જાયેલી સ્થિતિમાં અત્યારે ચીનમાં શાંઘાઈ કોરોના હોટસ્પોટ બન્યું છે. ચીનમાં કોરોના વાઈરસના કેસ ફરી વખત ખૂબ ઝડપથી વધવા લાગ્યા છે. ચીનના મહાનગર શાંઘાઈમાં પણ અત્યંત ઝડપથી વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી આ શહેરમાં આજથી તબક્કાવાર રીતે લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ શહેરમાં શનિવારે 2,676 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં આશરે 18 ટકા કેસ વધારે છે. આ અગાઉ ગુરુવારે 1,609 અને શુક્રવારે 2,267 કેસ સામે આવ્યા હતા. જ્યારે રવિવારે કોરોનાના કેસનો આંકડો 4500ને પાર પહોંચી ગયો છે
ચીનમાં ફરી વધતો કોરોના..! ચીન
.
ચીનમાં ફરી વધતો કોરોના..! ચીન

Visit Saurashtra Kranti Homepage here

ચીનનું શહેર શાંઘાઈ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. ચીનના કેટલાક શહેરોમાં કોરોનાને લીધે અગાઉથી જ લોકડાઉન લાગી ચુકેલુ છે. આ સંજોગોમાં હવે શાંઘાઈમાં બે તબક્કામાં 28 માર્ચથી 5 એપ્રિલ સુધી લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉન સમયે જાહેર પરિવહન સેવા, ટેક્સિ તથા શહેરની સબવે સિસ્ટમ પણ બંધ રહેશે. હવાઈ સેવા કે રેલવે સેવા પર આ લોકડાઉનની કેટલી અસર થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.શાંઘાઈ સરકારે જણાવ્યું હતું કે તેઓ આશરે 2.6 કરોડની વસ્તી ધરાવતા શહેરમાં ટેસ્ટીંગ માટે બે ભાગમાં વિભાજીત કરવામાં આવશે. હુઆંગપુ નદીની પૂર્વ બાજુ અને તેના પશ્ચિમ ભાગમાં તબક્કાવાર રીતે લોકડાઉન લગાવવામાં આવશે. શહેરના એક ભાગમાં 28 માર્ચથી 1 એપ્રિલ સુધી જ્યારે બીજા ભાગમાં 1લી એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન લોકડાઉન તથા ટેસ્ટીંગને કામગીરીને વ્યાપક પ્રમાણમાં હાથ ધરવામાં આવશે.

Read About Weather here

આ ઉપરાંત તમામ કંપનીઓ તથા ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરવામાં આવશે. શહેરની અંદર હોય કે પછી શહેરની બહાર તમામ સંસ્થા બંધ રહેશે. ખાદ્ય ચીજવસ્તુના પુરવઠાને લગતી સેવાને યથાવત રાખવામાં આવશે. ​​​​​​​હોંગકોંગ યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચીનમાં વિકસિત કોરોના વેક્સિન SinoVac ઓમિક્રોન સામે એન્ટીબોડી વિકસિત કરવામાં ધારી સફળતા મળી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે SinoVacની બે વેક્સિન લેનાર પણ તેનાથી બચી શક્યા નથી. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ચીને શાંઘાઈમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. શાંઘાઈ વૈશ્વિક શિપિંગ હબ છે. જો અહીં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવામાં આવશે તો તેની વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર અસર થઈ શકે છે.વર્ષ 2021 સુધી ચીનની 1.6 અબજ વસ્તીને 2.6 મિલિયનથી વધારે વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.​​​​​​​

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here