અનોખી લગ્નની કંકોત્રી…!

અનોખી લગ્નની કંકોત્રી…!
અનોખી લગ્નની કંકોત્રી…!
લગ્નના આમંત્રણની પત્રિકા મોહિતના પિતા અનિલભાઈએ બે મહિના પહેલાથી બનાવવાની શરૂઆત કરી દીધી હતી. નેત્રંગના મોહિત અનિલભાઈ પંચાલના લગ્ન સુરત ખાતે રહેતી નિરાલી સાથે નક્કી કરવામાં આવ્યા છે.  60 દિવસમાં 150 નંગ લગ્નની કંકોત્રી બનાવી હતી. પુત્રના લગ્નમાં અનિલભાઈને ઘણા સમયથી કંઇક અલગ અને નવું કરવાનો વિચાર હતો. તેમણે બામ્બુ વાંસ મંગાવી જાતે કટિંગ કરી ડ્રિલિંગ કરી તેમાં પાલીસ કરી મોબાઇલ સ્ટેન્ડ , એન્ટીક પીસ અને તેની અંદર મોબાઈલ મૂકતાં સ્પીકરનો અવાજ વુફર જેવો આવે છે તેવું એન્જિનિયરિંગ દિમાગ વાપરી આમંત્રણ પત્રિકા બનાવી છે.કંકોત્રી વેલ્વેટમાં છપાવી રાજા રજવાડાની કંકોત્રીની જેવી બનાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કંકોત્રીને પૂઠાના એક પાઇપમાં ચોકલેટનો આકાર આપી અલગ જ એન્ટીક કંકોત્રી બનાવી છે. કંકોત્રીમાં ચોકલેટ પણ વર્ષો જૂની સંતરા અને પીપરમીન્ટ રાખી છે. લગ્નસ્થળે થરમોકોલમાંથી ફુગા જોડી તેમાં મોહિત અને નિરાલી લખાવી તેણે લગ્ન દરમિયાન મંડપમાં દરવાજા ઉપર હવામાં જ લોકોને દેખાય તેમ જાતે બનાવી રાખ્યું છે. 4 ઇંચની બરફની લાદી ઉપર દ્રાક્ષ રાખી, બુદ્ધિના બાલ અને જૂની ઢબના બરફના ગોળા બનાવી લગ્નમાં આવતા દરેકને કઈક અનેરું પીરસવામાં આવશે.લગ્ન મંડપ સ્થળે થર્મોકોલનું ત્રિકોણ બનાવી હાઇડ્રોજનના ફુગાથી લટકાવી તેમાં પુત્ર મોહિત અને પુત્રવધુ નિરાલીનું નામ હવામાં દેખાય તેમ લગાવ્યું છે.

Read About Weather here

કંકોત્રી પણ રજવાડી સ્ટાઈલમાં બનાવી છે. એક કંકોતરી માટે રૂ. 450નો ખર્ચ થયો છે.એકના એક દિકરાના લગ્નમાં કંઈક નવું કરવા વિચાર કર્યો. લગ્નની તૈયારી શરૂ કરી ત્યારથી અનેક કોન્સેપ્ટ વિચાર્યા બાદ દિમાગમાં વાંસકલા આવી. જેના થકી આ યુનિક કંકોત્રી બનાવવાનો વિચાર આવ્યો. તેમાં સફળતા મળી અને લોકોને પણ કોન્સેપ્ટ ગમ્યો. અનિલ પંચાલ, કંકોત્રી બનાવનાર.અનિલભાઈ પંચાલ નેત્રંગમાં વર્ષોથી લોઢાનું કામ કરે છે. આ કંકોતરી ફેંકી ન દેતાં ઘરમાં કાયમને માટે કામ લાગે તેવા કોન્સ્ટેપ્ટ સાથે મલ્ટીપલ ઉપયોગ કરી શકાય તેવી રીતે ડિઝાઈન કરી છે. 150 કંકોત્રી 60 દિવસમાં બનાવી છે.પરંતુ તેમણે બામ્બુ વાંસ લાવીને જાતે જ કટીંગ તેનું અને ડ્રિલિંગ કરી વાંસને પોલીસ મારીને કંકોતરી બનાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here