આજના રાશિફડ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે તમે પોતાને ભાવનાત્મક રૂપથી વધારે મજબૂત અનુભવ કરશો. આળસ છોડીને સંપૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસથી પોતાના કાર્યોને કરશો. વિદ્યાર્થીઓ તથા યુવાઓને કોઇ સ્પર્ધાને લગતા ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા છે.થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો તથા તેમની સમસ્યાઓને ઉકેલવામાં યોગદાન આપો. કોઈના પણ વ્યક્તિગત મામલાઓથી દૂર રહો. રૂપિયા-પૈસાના મામલે કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની શક્યતા છે.વ્યવસાયમાં આજે કાર્યોના બનવામાં થોડા વિઘ્ન આવી શકે છે.પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

કોઈ મુશ્કેલ કાર્યને મહેનત અને પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરો. માનસિક અને આત્મિક સુખ-શાંતિનો અનુભવ થશે. કોઈપણ પડકારનો સ્વીકાર કરવો તમને વિજય અપાવશે.નકારાત્મક પરિસ્થિતિઓમાં તમારું મનોબળ જાળવી રાખો. મનમાં થોડું ખાલીપણું અનુભવ થઈ શકે છે. પોઝિટિવ ગતિવિધિઓમાં તમે પોતાને વ્યસ્ત રાખી શકો છો. આ સમયે કોઈ ભવિષ્યને લગતી યોજના નિષ્ફળ થઈ શકે છે.વ્યવસાયિક કાર્યોમાં કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા માટે લાભદાયી રહેશે.બહારના વાતાવરણમાં ઓછું જવાની કોશિશ કરો.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી તમને માનસિક સુકૂન અને શાંતિ આપી શકે છે. ઘરના કોઇ લગ્નયોગ્ય સભ્ય માટે યોગ્ય સંબંધ પણ આવી શકે છે. કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમનું કોઈ વિશેષ કામ પૂર્ણ થઈ શકે છે.કોઈપણ મહત્ત્વપૂર્ણ વાતચીત કરતી સમયે ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરો. તેનાથી તમારી માનહાનિ શક્ય છે. ક્યારેય તમારું મહત્ત્વ જણાવવાની કોશિશમા થોડી ખોટી ગતિવિધિઓ થઈ શકે છે. તમારા સ્વભાવમાં નરમી અને સહજતા જાળવી રાખો.કમીશન, વીમા, શેર વગેરેને લગતા વેપારમાં ફાયદો થઈ શકે છે.ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.સર્વાઇકલ અને શરીરમા દુખાવાની સમસ્યા વધી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

ચિંતા અને પરેશાનીનું આજે સમાધાન મળી શકે છે. તમે તમારા બળે દરેક કામ કરવાની ક્ષમતા રાખશો. અધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે તમારી આસ્થા અને રસ તમારા વ્યક્તિત્વને વધારે પોઝિટિવ બનાવશે.ખોટી ગતિવિધિઓથી દૂર રહો, કેમ કે કોઈ મુશ્કેલી આવી શકે છે. ઉધાર આપેલાં રૂપિયા હાલ પાછા આવવાની શક્યતા નથી. એટલે ખોટા વાદ-વિવાદથી દૂર રહો.વ્યવસાયમાં મન પ્રમાણે પરિણામ મળી શકે છે.ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.સ્વાસ્થ્ય વધારે સારું જાળવી રાખવા માટે આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

તમારી સારી વિચારશૈલી અને દિનચર્યા તમારા વ્યક્તિત્વમા વધારે નિખાર લાવશે. કોઇની મદદની આશા રાખશો નહીં અને પોતાના કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો. તેનાથી તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.ગ્રહ સ્થિતિ થોડી એવી પણ છે કે વિના કારણે તમે તણાવ લઇ શકો છો. આ સમયે કોઇપણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી. અન્યની સલાહ તમને નુકસાન આપી શકે છે.વ્યવસાયમાં આજે બિલકુલ પણ રોકાણ ન કરો.લગ્નજીવન સુખમય રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

ઘરના વડીલોના અનુભવ અને માર્ગદર્શનને તમારી જીવનશૈલીમાં અપનાવો. તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે. કોઇ દુવિધા અને બેચેનીથી આજે તમને રાહત મળી શકે છે.ગેરકાયદેસર મામલાઓથી દૂર રહો. બાળકોની કોઈ ગતિવિધિ તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી શકે છે. પરંતુ પરિસ્થિતિઓને શાંતિથી ઉકેલો. તમારા સ્વભાવમા પણ પરિપક્વતા લાવવી જરૂરી છે.દૈનિક આવક પહેલાં કરતા યોગ્ય રહી શકે છે.લગ્ન સંબંધોને મધુર જાળવી રાખવા માટે એકબીજા વચ્ચે તાલમેલ જરૂરી છે.વાસી અને તળેલુ ભોજન કરશો નહીં.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજે તમે કોઈ એવો નિર્ણય લેશો કે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. થોડા સમયથી ચાલી રહેલી કંટાળાજનક દિનચર્યાથી આજે તમને રાહત મળી શકે છે. થોડા નવા કાર્યો પ્રત્યે પણ તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે.ક્યારે તમારો ગુસ્સો અને જિદ્દ જેવો સ્વભાવ તમારી પારિવારિક વ્યવસ્થા ઉપર અસર કરી શકે છે. પોઝિટિવિટી જાળવી રાખવા માટે જ્ઞાનવર્ધક તથા ઉત્તમ સાહિત્ય વાચવામા પણ થોડો સમય પસાર કરો.કાર્યક્ષેત્રમાં તમારું પૂર્ણ નિયંત્રણ રહી શકે છે.ઘરની નાની-મોટી વાતોને વધારે મહત્ત્વ આપશો નહીં.તમારે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી તમને સ્વસ્થ રાખશે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

દિવસની શરૂઆત ખૂબ જ પોઝિટિવ રહેશે. કોઈ યોજના ઉપર કામ શરૂ થશે. કામકાજ તથા પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવું પડકારરૂપ રહેશે. પરંતુ તમે દરેક કામને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.થોડા નજીકના લોકો તમારા બનતા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે. બેદરકારી થાય નહીં તેનું ધ્યાન રાખવું. નકારાત્મક પરિસ્થિતિઓમાં તમારું મનોબળ મજબૂત રાખવું જરૂરી છે. વિદ્યાર્થી વર્ગ અભ્યાસમાં વ્યસ્ત રહી શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓ હાલ ધીમી હોવાના કારણે તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા તમારી આર્થિક સ્થિતિને સામાન્ય જાળવી રાખશો.પારિવારિક સભ્યો માટે કોઇને કોઇ ભેટ લઈ શકો છો.ગળામા થોડું ઇન્ફેક્શન અને તાવની સ્થિતિ રહી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે પ્રકૃતિ તમને કોઈ સારો અવસર આપી શકે છે. અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત તમારા બંને માટે લાભદાયક સાબિત થઈ શકે છે. અન્ય પાસેથી આશા રાખવાની જગ્યાએ પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખવો.કોઇપણ પ્રકારની ઉધારી કે લેવડ-દેવડ ન કરો. વસૂલી મુશ્કેલ રહેશે. ભાડાને લગતા મામલાઓમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. યુવા વર્ગ ફાલતૂની વાતોમાં ધ્યાન ન આપીને પોતાના કામથી કામ રાખે.વ્યવસાયને લગતી કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર થઈ શકે છે.જીવનસાથી સાથે કોઇ વાતને લઇને હળવો વિવાદ થઈ શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે તમે ઉત્સાહ પૂર્ણ રહેશો. જે કામને પૂર્ણ કરવાનું નક્કી કરશો તેને પૂર્ણ કરીને જ રહેશો. પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ દિનચર્યા પસાર થશે.ભાવનાઓમા આવીને કોઈપણ નિર્ણય ન લેશો અને ખર્ચના મામલે પણ વધારે દરિયાદિલી રાખવી યોગ્ય નથી. તમારો કોઈ નજીકનો વ્યક્તિ જ તમારી કોઇ સમસ્યાનું કારણ બની શકે છે.મીડિયા અને માર્કેટિંગ વ્યવસાયને લગતી નવી જાણકારીઓ મળી શકે છે.પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

કામ વધારે રહી શકે છે. તમારા સંપર્કોની સીમા વધી શકે છે. જેના કારણે તમને ફાયદો થઈ શકે છે. અનુભવી લોકો સાથે સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વ ઉપર પણ પોઝિટિવ પ્રભાવ પડી શકે છે.કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી પડી શકે છે. તમે પરિચિત લોકો સાથે મેલ-મિલાપ કરતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે તમારી કોઇ વ્યક્તિગત વાત જાહેર ન થાય.વ્યવસાયમાં કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.કામ વધારે હોવા છતાં પરિવાર સાથે સુખમય સમય પસાર થશે.કામ વધારે રહેવાના કારણે થાક અને તણાવ હાવી રહી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ઊથલપાથલથી થોડી રાહત મળી શકે છે. પરિવાર અને ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ પોઝિટિવ રહેશે. કોઈ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે.રૂપિયાની લેવડ-દેવડને લઇને શંકાની સ્થિતિ રહેશે. કોઇ મિત્રને લગતો જૂનો મામલો પણ ફરી ઊભો થઈ શકે છે. ઓનલાઇન શોપિંગ વગેરે કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું.વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.પરિવાર સાથે ધાર્મિક ગતિવિધિઓમાં સુખદ સમય પસાર થઈ શકે છે.ઘૂંટણ તથા સાંધાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યાને યોગ્ય જાળવી રાખો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here