મકાનોની ખોટી જાહેરાતો આપી છેતરપીંડી કરનાર બિલ્ડર સામે પોલીસમાં અરજી

મકાનોની ખોટી જાહેરાતો આપી છેતરપીંડી કરનાર બિલ્ડર સામે પોલીસમાં અરજી
મકાનોની ખોટી જાહેરાતો આપી છેતરપીંડી કરનાર બિલ્ડર સામે પોલીસમાં અરજી

મધ્યમવર્ગના લોકો સાથે મિલ્કત ખરીદીના બુકીંગના બહાને કરોડોની છેતરપીંડી આચરનાર સામે કડક પગલા લેવા માંગ
જો યોગ્ય રીતેતટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક ભોગ બનનારાઓ સામે આવે તેવી શક્યતા

નાના મધ્યમ વર્ગનાં માણસો સાથે મિલ્કત ખરીદીનાં બુકિંગનાં બહાને અનેક લોકો સાથે કરોડોની છેતરપીંડી આચરી ખૂબ જ મોટું કૌભાંડ આચરનાર બની બેઠેલ બિલ્ડર જીતેન્દ્ર કુંવરજીભાઈ મારૂ અને કલ્પેશભાઈ પ્રફુલભાઈ પરમાર સામે મેહુલભાઈ ઠક્કર, અનીલભાઈ જોષી, દિનકરભાઇ લુણગાતર તેમજ શિંગાળા ભગવાનજીભાઈ નાથાભાઈએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. છેતરપીંડીનો ભોગ બનનાર તમામે અરજીમાં જણાવ્યું હતું કે, આરોપી જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકાનાં સીશાંગ ગામે હોલીડે સિટીમાં બ્લેક બુકિંગ શરૂ કરેલ જે અંતર્ગત વર્ષ-2012 માં મેહુલભાઈ ઠકકરે સાઈટની મુલાકાત લઇ વન બેડ, હોલ, કિચનનો ફ્લેટ બુક કરાવેલ.

Visit Saurashtra Kranti Homepage here

જેનો બુકિંગ નંબર 26 હતો. તેનું તા.26/7/2012 નાં રોજ ચેક દ્વારા 60,000 ત્યાર બાદ 28/6/2012 નાં રોજ 79,000 બાદમાં 1,60,000 તથા 10,000 રોકડા આપી ઉતમ બિલ્ડર્સ પાસેથી તેમના નામની પહોંચ મેળવી હતી. ઘણા વર્ષો વીતી ગયા બાદ પણ આજદિન સુધી તે જગ્યા પર કોઈ બાંધકામ કરાયું નથી અને રકમ પણ હજમ કરી ગયેલ છે. તે જ રીતે અનિલભાઈ જોષીએ પણ એક ફ્લેટ બુક કરાવેલ હતો. તેને પણ 10,000 રોકડા તેમજ 4,66,300 ઉતમ બિલ્ડર્સનાં નામે ચેક આપ્યો હતો. તેઓના ફ્લેટનું પણ કોઈ બાંધકામ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત દિનકરભાઇ સુરેશભાઈ લુણગાતર 27/9/2014 માં બિલ્ડર જીતેન્દ્રભાઈ મારૂને ફાર્મ હાઉસ ખરીદવા માટે 10,10,000 રૂપિયા રોકડા તથા ઓનલાઈન પેમેન્ટ કરી ચૂકવી આપેલ. તેને પણ કોઈ ફાર્મ હાઉસનો કબ્જો પણ આપવામાં આવ્યો નથી.

Read About Weather here

શિંગાળા ભગવાનજીભાઈ નાથાભાઈ સાથે પણ આજ રીતે ચીટીંગ કરવામાં આવેલું છે. તેઓએ 8/5/2012 નાં રોજ 1,20,000 ત્યારબાદ દર મહીને 5,000 બિલ્ડર કુંવરજી મારૂ તથા કલ્પેશ પરમારને ચુકવતા હતા. તેઓને પણ કોઈ ફ્લેટનો કબ્જો આપવામાં આવ્યો નહીં. કારણ કે એવું કોઈ બાંધકામ આજ સુધી કરવામાં આવ્યું નહીં. આવી જ રીતે ઘણા વ્યક્તિઓ સાથે અ બિલ્ડરોએ ચીટીંગ આચરેલ છે. ફોનમાં કોઈ જવાબ મળતો નથી. 2011 થી શરૂ કરેલ હોલીડે સિટી નામની સાઈટ ઉપર કોઈ કામ પૂર્ણ ન કરીને અનેક લોકોને છેતરપીંડીનો ભોગ બનાવેલ છે. આ બિલ્ડરો અનેક લોકો સાથે ફ્લેટ, મકાન બુકિંગનાં નામે મોટી જાહેરાતો કરી છે. નાના મધ્યમ વર્ગનાં માણસો સાથે પૈસા પડાવવાનો ગોરખધંધો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. બિલ્ડર વિરૂધ્ધ કોર્ટમાં ચેક રિટર્નની અનેક ફરિયાદો નોંધાયેલ છે. જો ખરેખર આ વ્યક્તિઓ સામે સાચી તપાસ થાય તો ઘણુંબધું સામે આવી શકે તેમ છે. તેથી બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેથી આરોપીનો ભોગ બનેલા લોકોને પણ ન્યાય મળશે. બિલ્ડરનાં વધુ લોકો ભોગ ન બને માટે તે માટે તેની સામે વહેલાસર કાર્યવાહી કરવામાં આવે તેવી અરજીદારોએ માંગ કરી હતી.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here