ભુલ તો સુધરી, ચિત્રોનો વૈભવ વિંખાયો તેનું શું?

ભુલ તો સુધરી, ચિત્રોનો વૈભવ વિંખાયો તેનું શું?
ભુલ તો સુધરી, ચિત્રોનો વૈભવ વિંખાયો તેનું શું?

ન જાને કિસકી નજર લગી ઇસ શહેર કો, દિવારેં ફિરસે બંજર હો ચલી!
અમારી કલા પર પાણી ધોળ થયું છે, હવે અમને ચિત્રો બનાવા માટે બોલાવશો નહીં: ચિત્રનગરીના કલાકારો

ચિત્રકારોની આન-બાન અને શાન સમાન ચિત્રકલા પર કમળ બન્યું અને બાદમાં તેને હટાવવા જે કારીગરી કરવામાં આવી છે. તેનાથી ચિત્રકારોની આન પર હાની પહોંચાડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ચિત્રથી જ ચિત્રકારોની ઓળખાણ હોય છે ત્યારે ચિત્રકારોની કલા પર જે કારીગરી થઈ છે તેનાથી ચિત્રકારોની ઠેસ પહોંચી અને ચિત્રકારોની રજૂઆત બાદ ચિત્ર પરથી કમળ હટાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. છેલ્લા 7 વર્ષ સાથે કામગીરી કરી પોતાના શહેરને અન્ય શહેરોની સામે કંઇક અલગ પ્રકારે પ્રસ્તુત કરતા આ કલાકારો નિ:સ્વાર્થભાવે ટાઢ-તડકો જોવા વિના પોતાની પરવાહ કર્યા વગર કામ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

પોતાની કલાકૃતિનું આ રીતે અપમાન થયેલ જોતા રોષે ભરાયેલા કલાકારોએ કહ્યું કે, હવે અમને ચિત્ર દોરવા માટે બોલાવશો નહીં. અંતે રજૂઆત બાદ પ્ર્ર્મુખે શરતચૂકથી આવું થયેલ ગયાનું કહ્યું હતું તેમજ ભવિષ્યમાં આવું ફરી નહીં થયા તેની ખાતરી પણ આપી હતી.અહીં એક કહેવત ખૂબ જ સારી રીત સબિત થતી જોવા મળે છે, અબ પછતાયે હોત ક્યાં જગ ચિડ્યા ચૂગ ગઈ ખેત… કલાકારીઓ કલાકૃતિઓની પર પક્ષનું આ એક કામ કલાકારોની કલાકૃતિઓને ક્યાંકને ક્યાંક અંશે ખુબ ઠેશ પહોચી હોય તેવું જોવા મળે છે. આ બધું જોતા લોકો ચર્ચા એવી પણ જાગી છે કે, આ ભાજપ દ્વારા કલાકારોની કલાકૃતિઓ પર કરાયેલી ભૂલ સુધારણાના પિછડા ફરી રહ્યા છે.

Read About Weather here

હવે પ્રશ્ર્ન તે થાય છે કે, ચિત્ર પરથી કમળ તો હટાવી લેવાશે પણ કમળ હટાવવા ચિત્ર પર જે રંગ લગાવવામાં આવ્યો છે તે ચિત્ર પર કાળા ધબ્બા સમાન ગણાય છે. કારણ કે, એક કહેવત છે કે કાચ તૂટ્યા પછી ફરી તે પહેલા જેવો બની શકતો નથી તે જ રીતે ચિત્ર પર ધબ્બો લાગ્યા બાદ તે પહેલાની જેમ ફરી ઉભરી શકતું નથી. કેમ કે, ચિત્ર પરથી કમળ તો હટાવી દેવામાં આવ્યું છે પણ જે કાળો ડાઘ લાગ્યો છે તેને કોણ ઠિક કરશે તેવી શહેરીજનોમાં ચર્ચા થઈ રહી છે. કારણ કે, ચિત્રકારોએ હવે પછી દીવાલ પર ચિત્ર બનાવવાની ના પાડી દીધી છે તેમ સામે આવી રહ્યું છે. તો તે ચિત્રોને ઠીક કોણ કરશે અને શું હવે પછી રાજકોટ ચિત્રનગરી તરીકે નહીં ઓળખાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.(6)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here