ખબરદાર..!! દેશમાં ફરી માથું ઊંચકી રહ્યો છે રાજરોગ ટીબી

ખબરદાર..!! દેશમાં ફરી માથું ઊંચકી રહ્યો છે રાજરોગ ટીબી
ખબરદાર..!! દેશમાં ફરી માથું ઊંચકી રહ્યો છે રાજરોગ ટીબી

ગયા એક વર્ષમાં ક્ષયરોગનાં કેસોમાં 19 ટકાનો આંચકારૂપ વધારો
દેશમાં 2020 માં ચેપીરોગથી 4.93 લાખનાં લોકોનાં મોત થયાનું નોંધાયું
દેશનો વાર્ષિક ક્ષયરોગ અહેવાલ જાહેર કરતા કેન્દ્રનાં આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા

એક સમયે અસાધ્ય બિમારી અને રાજરોગ ગણાતો ક્ષયરોગ દેશમાં ફરીથી માથું ઊંચકી રહ્યો છે અને ગયા વર્ષે ટીબીનાં દર્દીઓની સંખ્યામાં 19 ટકા જેવો આંચકારૂપ વધારો નોંધાયો છે. તેવું કેન્દ્રનાં આરોગ્ય ખાતાનો અહેવાલ દર્શાવે છે. વિશ્ર્વ ક્ષય દિવસ નિમિતે કેન્દ્રનાં આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ દેશનો ટીબી રીપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં દર્શાવાયું છે કે, 2021માં ટીબીનાં નવા અને ફરીથી ચેપગ્રસ્ત બનેલા દર્દીઓની સંખ્યા કુલ 19 લાખ 33 હજાર 381 જેટલી નોંધાઈ હતી. જે પાછલા વર્ષ કરતા 19 ટકાનો આકરો વધારો સૂચવે છે.
આરોગ્ય ખાતાનાં અહેવાલ મુજબ દેશમાં 2020 ની સાલમાં ક્ષયરોગને કારણે 4.93 લાખ દર્દીઓનાં મોત થયાનું નોંધાયું હતું. જે પાછલા વર્ષ કરતા 13 ટકા વધારો સૂચવે છે. આ આંકડામાં એચઆઈવી નાં દર્દીઓને સામેલ કરાયા નથી. વિશ્ર્વભરમાં ટીબીનાં દર્દીઓની સૌથી વધુ સંખ્યા દર વર્ષે ભારતમાં નોંધાઈ છે. આ બિમારીનાં બેકટેરીયા દર્દીનાં ફેફસાંને ફાળી ખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

એક સમયે ભારત ટીબી મુક્ત થઇ ગયું હતું. પરંતુ ફરી એકવાર આ ભયાનક બિમારી અજગર ભરડો લઇ રહી છે. 2025 સુધીમાં આ ખૂબ જ ચેપી બિમારીથી મુક્ત થવાનું લક્ષ્યાંક કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. પણ દર્દીઓની વધતી જતી સંખ્યા જોતા ક્ષયમુક્ત ભારતનું લક્ષ્યાંક પાર પાડવાનું કામ ખૂબ જ અઘરું બનતું જાય છે.અહેવાલ ઉમેરે છે કે, રાષ્ટ્રીય ક્ષયરોગ નિવારણ કાર્યક્રમનું એવો રીપોર્ટ છે કે, કોરોનાનાં બે વર્ષ દરમ્યાન ટીબીનાં દર્દીઓની સંખ્યા ખૂબ ઘટી ગઈ હતી. પરંતુ 2021 થી સંખ્યામાં ફરી ઉછાળો નોંધાયો છે. નવા અને ફરીથી ટીબી રોગનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યા જે 2020 માં 1628161 હતી તે 2021 માં વધીને 1933381 જેટલી થઇ ગઈ હતી. ક્ષયરોગનાં ઘણાબધા પ્રકાર હોય છે. જેમાં દવા પ્રતિરોધક અને અત્યંત પ્રતિરોધક ટીબીનો પ્રકાર ખૂબ જ ભયાનક માનવામાં આવે છે.

Read About Weather here

એવા દર્દીઓનો મૃત્યુ આંક દર એક લાખની સંખ્યાએ 37 નો રહ્યો છે. તેમ વિશ્ર્વ ટીબી રીપોર્ટ જણાવે છે. દરેક પ્રકારનાં ટીબીનાં દર્દીઓનાં મૃત્યુ આંકમાં પણ 11 ટકા જેવો વધારો નોંધાયો છે. દેશમાં દરેક વયજૂથ માટે તમામ પ્રકારનાં ટીબી રોગનું પ્રમાણ દર લાખે 312 દર્દીઓ જેટલું રહ્યું છે. દિલ્હીમાં સૌથી વધુ દર લાખે 747 દર્દીઓનું પ્રમાણ નોંધાયું છે. મોટી વયનાં લોકોમાં આ રોગ વધુ જોવા મળે છે. અપૂરતું પોષણ, ધૂમ્રપાન, દારૂનું વ્યસન ધરાવતા પુરૂષોમાં ટીબી રોગ ઝડપથી ફેલાઈ છે. ઘણાબધા લોકો પૂરતું નિદાન કરાવતા હોતા નથી. જેથી પ્રારંભિક લક્ષણો વધુ વકરી જાય છે અને રોગ અસાધ્ય બની જાય છે. સમયસર નિદાન અને સારવાર થાય તો આ બિમારીને મટાડી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here