રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં અસંતોષ ભભૂક્યો!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ચૂંટણીઓ સમયે ફેરફારોને પગલે થયેલી કેટલીક નિમણૂંકો સામે ઉચ્ચકક્ષાએ રજૂઆત
શહેર અને જિલ્લા બંનેમાં કોંગ્રેસનાં નેતા અને કાર્યકરોમાં ભારે કચવાટ અને રોષ: આગામી દિવસોમાં નવાજૂની થવાના એંધાણ
રાજકોટમાં વધુ 7 મસાલા માર્કેટમાં દરોડા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સાવ નજીક છે તેવા સમયે રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસનાં સંગઠનમાં ફેરફારોની કવાયત હાથ ધરાયા બાદ ચોક્કસ નિમણૂંકોને લઈને કોંગ્રેસમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી હોવાનું જાણવા મળ્યું છે. સંગઠનમાં ફેરફારોને લઈને ઉચ્ચકક્ષા સુધી નેતાઓ અને કાર્યકરોએ એમની લાગણી પહોંચડી છે અને ઉગ્ર પ્રતિક્રિયા સાથે પ્રદેશ કક્ષાએ જોરદાર રજુઆતો થઇ હોવાનું કોંગ્રેસનાં માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કોની વિરૂધ્ધ ક્યાં પ્રકારે કેવી રજૂઆતો થઇ છે એ વિશે ચોક્કસ વિગતો બહાર આવી નથી પણ કોંગ્રેસ પક્ષનાં અંદરન સુત્રોએ જણાવ્યું છે કે, રાજકોટ શહેર અને જિલ્લાને લાગેવળગે છે ત્યાં સુધી ફેરફારો સામે ચોક્કસપણે પક્ષમાં કચવાટની લાગણી પ્રસરી છે. વિરોધ કરી રહેલા જૂથનું માનવું છે કે, વિધાનસભાની ચૂંટણીઓ લડવા માટે સંગઠનને સક્ષમ, કાબેલ અને નવા ચહેરાનાં હાથમાં મુકવું જોઈએ.

Read About Weather here

અત્યારે જે પસંદગી થઇ છે તેને લઈને કોંગ્રેસમાં છાનેખૂણે એવું ચર્ચાઇ રહ્યું છે કે, નવા ચહેરાને તક આપવામાં આવી હોય તો પક્ષની છબી પણ વધુ પ્રકાશિત કરી શકાઈ હોત એવી લાગણી પક્ષનાં અંદરનાં સુત્રોએ વ્યક્ત કરી છે. આ અંગે પ્રદેશ ઉપરાંત દિલ્હી સુધી પણ સ્પષ્ટ શબ્દોમાં લાગણી અને વાત પહોંચાડવામાં આવી હોય તેવું ચર્ચાઇ રહયું છે. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here