કાનૂન કે હાથ લંબે હોતે હૈ..!

કાનૂન કે હાથ લંબે હોતે હૈ..!
કાનૂન કે હાથ લંબે હોતે હૈ..!
ટપોરીએ પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અંદરના ભાગે ગુપ્ત રૂમ બનાવ્યો હતો. સુરતમાં બે મહિના પહેલાં લાજપોર જેલ બહાર રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને શુક્રવારે ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. આની સાથે ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ પક્ડયો હતો.પોલીસે કડિયા પાસે બારી અને દરવાજો ખોલાવી અંદર છુપાયેલા સજ્જુને પકડી પાડ્યો હતો. સજ્જુ કોઠારીના ઘરમાં જ બીજા રૂમમાં બહારથી તાળુ મારીને રહેતા ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો હતો.અગાઉ રાંદેર અને અઠવા પોલીસે ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી.
દરવાજો ન ખુલ્યો એટલે બારીનો કાચ પોલીસે તોડી નાખ્યો.
પોલીસે દરવાજો તોડાવ્યો.
સુથાર પાસે દરવાજો તોડાવતા અંદરથી કુખ્યાત આરોપી નીકળ્યો.

Visit Saurashtra Kranti Homepage here

28મી જાન્યુઆરીએ જામીન પર છુટતા પોલીસે અટકાયતી પગલા માટે સજ્જુને જેલની બહારથી પકડતા તેનો ભાઇ અને સાગરિતો પોલીસ સાથે માથાકૂટ કરી ભગાવી ગયા હતા. 35 ગુનાનો આરોપી પહેલીવાર સુરત તેના ઘરેથી જ ઝડપાયો હતો. અગાઉ નાગપુર અને મુંબઈથી પકડાયો હતો.સજ્જુ કોઠારી તેના ઘરે જ છુપાયો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે શુક્રવારે બપોરે 1 વાગ્યે જ ટીમ તૈયારી કરી દીધી હતી. ACP આર. આર. સરવૈયા સહિત 3 PI, 7 PSI અને 40 પોલીસ જવાનો કુખ્યાત સજ્જુના નાનપુરાના જમરુખગલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બહારથી જોયું તો ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની બિલ્ડીંગનો મુખ્ય દરવાજો બંધ હતો.

આ દરવાજા પર કાંટા રૂપી લોખંડના ખિલ્લા જોવા મળ્યા હતા. આ જોઈ પોલીસ પાછી પણ ફરી શકે તેમ હતી. પરંતુ પોલીસે સીડી મંગાવી હતી અને સૌથી પહેલા એસીપી સરવૈયા સીડી પર ચઢી લોખંડનો મુખ્ય દરવાજો ઓળંગી પહેલા માળે પહોંચ્યા હતા. ત્યાર બાદ એક પછી એક 10થી વધુ જવાનો તે જ રીતે પહેલા માળે પહોંચ્યા.દરવાજાને તાળું મારેલું હતું છતાં પોલીસે દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે, સજ્જુનું વોરન્ટ છે. દરવાજો ખોલો નહીં તો તોડી નાખીશું. દરવાજો ન ખુલ્યો એટલે બારીનો કાચ પોલીસે તોડી નાખ્યો. કાચ તૂટતા જ અંદરથી દરવાજો ખુલ્યો.

ત્યાર બાદ એસીપી સહિત 20થી વધુ પોલીસ જવાનોએ 5 માળની બિલ્ડિંગ 10થી વધુ વખત ફેંદી વળ્યા. કોઈ પણ ખુણે સજ્જુ કોઠારી મળ્યો નહીં. આ કવાયતમાં પોલીસે ફ્લોરિંગ પણ ચેક કર્યું હતું. પણ સજ્જુ મળ્યો નહીં છતાં બાતમી હોવાને કારણે પોલીસે ઘરની અંદર શોધખોળ ચાલુ રાખી. મુખ્ય રૂમના ફર્નિચરની તપાસ કરી તેની પાસે ટીવી હતું.તેની બાજુમાં શોકેસ હતું, જેની સાઈડે એક લાકડાના દરવાજા જેવું હતું. તેને ધક્કો મારી જોતા તે ખુલ્યો નહીં એટલે પોલીસે તેને થપથપાવ્યો.

આ દરવાજો ખખડાવતા અંદરથી બોદો અવાજ આવ્યો. જ્યારે ફર્નિચરની અંદર ખખડાવતા દિવાલ જણાઈ. આથી પોલીસને શંકા ગઈ કે, જે લાકડાનો દરવાજો હતો તેની અંદર જ સજ્જુ કોઠારી હોવો જોઈએ. બહારથી પોલીસે બુમો પાડી દરવાજો ખોલવા કહ્યું, પણ દરવાજો ખોલ્યો નહીં. અંતે પોલીસે દરવાજો તોડી નાખ્યો. અંદર જોતા જ સજ્જુ કોઠારી બેઠો હતો. અને ત્યાંથી પોલીસે ઝડપી લીધો હતો.

આમ આખુ ઓપરેશન સાંજે સાડા પાંચ વાગ્યે પૂર્ણ થયું હતું. સજ્જુ જે બિલ્ડિંગમાં હતો તેની તેની બાજુની બે બંધ બિલ્ડીંગમાં પણ પોલીસે સર્ચ હાથ ધર્યું. આ બંને બિલ્ડીંગ પણ સજ્જુની જ હતી. ત્યાં સર્ચ કરતાં તેનો સાગરિત સમીર સલીમ શેખ પણ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી RCCનું બાંધકામ કરી લોખંડનો મસમોટો ગેટ બનાવી દીધો હતો. સજ્જુએ 7520 ચો.મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યુ હતું. રસ્તાઓ પર પણ દબાણ કરીને તેણે બારાહજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો

Read About Weather here

અને જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તેનાત કર્યો હતો. આ બાબતે કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતાં સજ્જુ ગુલામ મુહમ્મદ કોઠારી (રહે, શાલીમાર કોમ્પલેક્સ, નાનપુરા)ની સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ટપોરીના ડરથી વેપારીએ ધંધો બંધ કરી રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું. આ કેસમાં પણ સજ્જુ સહિત બે સામે ગુનો નોંધાયો હતો. સજ્જુ એ બિલ્ડર આરિફ કુરેશી પાસે ખંડણી પેટે 7.60 લાખ રોકડ પડાવ્યા હતા. બિલ્ડરે સજ્જુ પાસેથી વ્યાજે લીધેલા 60 લાખના 72 લાખ ચૂકવી દેવા છતાં તે રૂપિયા માંગતો હતો. આ કેસમાં પણ સજ્જુ સહિત 4 સામે ગુનો નોંધાયો હતો.ટપોરી સજ્જુ કોઠારી પાસેથી કાપડ વેપારીએ ધંધા માટે 4 ટકા માસિક વ્યાજે લીધેલા 14 લાખ ચુકવી ન શકતા તેને મારી નાખવાની ધમકી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here