વડોદરા તૃષા હત્યા કેસ

વડોદરા તૃષા હત્યા કેસ
વડોદરા તૃષા હત્યા કેસ
પોલીસ પહેલા આરોપી કલ્પેશને તેના ઘરે લઇ ગઇ હતી અને પછી ઘટના સ્થળે લઇ ગઇ હતી. વડોદરા શહેરમાં બહુચર્ચિત તૃષા હત્યા કેસમાં ગતરોજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.  આમ આરોપીના ઘરથી લઇને મર્ડરના સ્થળ સુધીનું પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને 22 માર્ચે બનેલી 37 મિનિટની ઘટનાની પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તૃષાએ ફોન રિસિવ કરવાનું બંધ કરતાં કલ્પેશ પોતાની ભાભીના ફોનમાંથી કોલ કરતો હોવાની વિગતો જાણવા મળી છે. જ્યારે કલ્પેશ તૃષાના જ મોપેડ પર હાઈવેથી હત્યાના સ્થળ સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

તૃષાની હત્યા પહેલાં કલ્પેશ અને તૃષા વચ્ચે ચકમક ઝરી હોવાની તેમજ તૃષાએ કલ્પેશનો ફોન લેવાનું બંધ કરતાં કલ્પેશે પોતાની ભાભીના મોબાઇલમાંથી ફોન કરતો હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હાઇવે પરથી ખેતર તરફ જવા માટે કલ્પેશે તૃષાનું મોપેડ ચલાવી લીધું હતું. થોડે અંતરે કાચા રસ્તે તેણે સ્કૂટર મૂકી દીધું હતું. ત્યારબાદ બંને જણા થોડું ચાલ્યા હતા. દરમિયાન કલ્પેશે લગ્નની વાત કરતાં તૃષાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને મારે મારી કારકિર્દી બનાવવી છે તેવો જવાબ આપ્યો હતો.તૃષા હત્યા કેસમાં પુરાવા એકત્ર કરવા માટે ગતરોજ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.

બે હાથથી તૃષાને ઘા મારવામાં આવ્યા હતા.

આરોપીના ઘરે અને દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. આરોપીએ જ્યાં હથિયાર છુપાવ્યું હતું તે જગ્યા આરોપીએ બતાવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે જઇને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હત્યા કરીને આવ્યા બાદ આરોપીએ જ્યાં યુવતીનું એક્ટિવા મૂક્યું હતું ત્યાંથી પોતાના મિત્રને જ્યાં ઉભો રાખ્યો હતો તે સ્થળ પણ બતાવ્યું હતું. ત્યાંથી તે ઘરે જવા રવાના થયો હતો. આખો ઘટનાક્રમ તેણે જણાવ્યો હતો. હત્યા કરવાની સ્ટાઇલ પરથી લાગે છે કે, તેણે પ્લાનિંગથી તૃષાની હત્યા કરી હોય.આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એક તરફી પ્રેમ કરતો હતો. પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી.

આથી તેને ગઇકાલે સાંજે તૃષાને બોલાવી હતી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી. એક તરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઇને આપઘાત પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેલ કરતો હતો. તૃષા મળવા ન આવતા કલ્પેશે આત્મહત્યા કરવાની ધમકી હતી. જેથી યુવતી તેને મળવા ગઇ હતી. તે સમયે આવેશમાં આવીને હત્યા કરી નાખી હતી.મુજાર ગામડી ગામની સીમમાં આવેલા સોમાભાઈ મહીજીભાઈ પાટણવાડીયાના ખેતરમાં મંગળવારે સાંજે 7 વાગે 19 વર્ષિય તૃષા રાજેન્દ્રભાઈ સોલંકીની હાથ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

Read About Weather here

કંટ્રોલ મેસેજના આધારે મકરપુરા પોલીસ, પીસીબી અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા યુવતીનું આધારકાર્ડ તેમજ લાશથી થોડે દુર પડેલા ટુ-વ્હિલરના આધારે યુવતીની ઓળખ થઈ હતી. ઘટના અંગે મકરપુરા પોલીસ મથકમાં મૃતકના મામા વિરેન્દ્રસિંહ જયદીપસિંહ વિરપુરા (રહે-આર્યન રેસીડેન્સી, જામ્બુવા બ્રીજ) એ ફરીયાદ દાખલ કરાવી હતી. આરોપી કલ્પેશની ધરપકડ બાદ હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર છે. મૃતક યુવતીનો જમણો હાથ કોણીથી કપાયેલો હતો. ગાલ, કાન, ગરદન, પીઠ સહિત શરીરના અલગ અલગ ભાગોમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મરાયાનું જણાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here