રશિયા-યુક્રેન યુદ્ધ 31મો દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધ 31મો દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધ 31મો દિવસ
રશિયાના જનરલ સ્ટાફના પ્રથમ નાયબ વડા કર્નલ જનરલ સેર્ગેઈ રુડસ્કોયે બ્રીફિંગમાં કહ્યું હતું, “સામાન્ય રીતે, ઓપરેશનના પ્રથમ તબક્કાના મુખ્ય કાર્યો પૂર્ણ થઈ ગયા છે,” તેમણે કહ્યું કે “યુક્રેનના સશસ્ત્ર દળોની લડાઇની સંભાવના નોંધપાત્ર રીતે ઘટાડી દેવામાં આવી છે, એક ટોચના રશિયન જનરલે યુક્રેનમાં રશિયાની લશ્કરી વ્યૂહરચના પર આજની તારીખની કેટલીક સૌથી વિગતવાર જાહેર ટિપ્પણીઓ આપી હતી, તેમણે દાવો કર્યો હતો કે રશિયાની લશ્કરી યોજનાનો “પ્રથમ તબક્કો” હવે પૂર્ણ થઈ ગયો છે, તેમનું પ્રાથમિક ધ્યાન હવે પૂર્વીય યુક્રેન પર કેન્દ્રિત છે. જે અમને અમારા મુખ્ય ધ્યેય – ડોનબાસની મુક્તિ – હાંસલ કરવાના મુખ્ય પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અનુમતિ આપે છે.
યુદ્ધના કારણે અનેક બાળકોના જીવન પ્રભાવિત થયા છે. કોઈ અનાથ બન્યું છે તો અનેક બાળકો એક ટંક ખાવા માટે વલખાં મારી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

“જો કે ઉલ્લેખનીય છે કે રશિયન સેનાની યુક્રેનમાં આગેકૂચ યુક્રેનની રાજધાની કીવ અને અન્ય મહત્વના શહેર ખાર્કીવ આસપાસ અટકી ગઈ છે. આ ઉપરાંત રશિયા યુક્રેન પર હવાઈ ક્ષમતામાં પણ હાવિ થવામાં નિષ્ફળ રહ્યું છે. સંભવતઃ આ સ્થિતિને સંબંધિત રહીને ટોચના રશિયન જનરલે આ પ્રકારનું નિવેદન આપ્યું હોઈ શકે છે. કેમકે યુદ્ધની અત્યાર સુધીની સ્થિતિમાં એ જોવામાં આવ્યું છે કે યુક્રેન પરના આક્રમણમાં રશિયન સૈનિકો મોટી સંખ્યામાં માર્યા ગયા છે અથવા તો ઘાયલ થયા છે. આમ, યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને વધુ સહન કરવાનો વારો આવ્યો હોવાના અહેવાલો યુદ્ધ શરૂ થયાથી અત્યાર સુધીમાં અવારનવાર પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.છેલ્લા એક માસથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈનિકોએ ખાર્કિવના એક મેડિકલ સેન્ટર પર હુમલો કર્યો છે, જેમાં 4 લોકોના મોત થઈ ગયા છે.

જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં પહેલી વખત સત્તાવાર રીતે રશિયાએ પોતાના મૃત્યુ પામેલા સૈનિકોની સંખ્યા જણાવી છે. ડેપ્યુટી હેડ ઓફ રશિયન મિલિટ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે- યુક્રેન જંગમાં અમારા 1,351 સૈનિક માર્યા ગયા છે અને 3,825 ઘાયલ થયા છે.બીજી બાજુ રશિયામાંથી ઓઈલનિ નિર્ભરતા ઓછી કરવા માટે અમેરિકા અને યુરોપે એક ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,081 યુક્રેની નાગરિકોનાં મોત થયા છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 30 દિવસ થઈ ગયા છે. જો કે હજુ સુધી બંને દેશ વચ્ચે યુદ્ધ રોકવાને લઈને કોઈ સમજૂતી પર સહમતિ નથી સધાઈ. આ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન પોલેન્ડની યાત્રા પર છે.

આ દરમિયાન તેઓ પોલેન્ડની યુક્રેન પાસેની સરહદ નજીક રેજેસ્જોવ શહેર પણ જશે.તો બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે આ સંકટને લઈને બ્રુસેલ્સમાં NATO સમિટને સંબોધિત કર્યું. બાઇડેને કહ્યું કે જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરૂદ્ધ કેમિકલ વેપન્સનો ઉપયોગ કર્યો તો NATO જવાબ આપશે. રશિયા જે પ્રકારના હથિયારોનો ઉપયોગ કરશે, NATO પણ તેવા જ હથિયારોનો ઉપયોગ કરીને તેમને જવાબ આપશે.યુક્રેન મીડિયાના જણાવ્યા મુજબ રશિયન સેનાના એક કર્નલનું યુદ્ધ દરમિયાન મોત થયું. ધ કીવ ઈન્ડિપેન્ડન્ટે રશિયન અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે 810મી સેપરેડ ગાર્ડ્સ મરીન બ્રિગેડના કર્નલ એલેક્સી શૈરોવને એક યુક્રેની સ્નાઈપર ઠાર કર્યા છે.

Read About Weather here

યુક્રેનના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે દેશના સશસ્ત્ર દળોએ જપોરિજિયાના એક ગામમાં મેલિનિવ્કાને રશિયાના કબજામાંથી મુક્ત કરાવ્યું છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે પશ્ચિમી દેશો પર રશિયન સંસ્કૃતિની સાથે ભેદભાવ કરતા હોવાનો આરોપ લગાવ્યો. એક ટેલિવિઝન પર પ્રસારિત સંદેશમાં પુતિને કહ્યું કે પશ્ચિમી દેશ એક હજાર વર્ષ જૂની સંસ્કૃતિને ખતમ કરવાના પ્રયાસમાં છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નાટો પાસે તેમના ફાઈટર પ્લેનનો 1% હિસ્સો માગ્યો છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે તમારી પાસે હજારો ફાઈટર પ્લેન છે, પરંતુ અમને હજુ સુધી એક પણ આપ્યા નથી. જો કે અમેરિકાના અધિકારી રશિયાના ડરથી યુક્રેનને ફાઈટર પ્લેન આપવાનો ઈનકાર કરે છે. આ વાત તેમને કેટલાંક પશ્ચિમી દેશોમાં તેમના કાર્યક્રમો રદ કરવાને લઈને કહી જેમાં રશિયન કલાકારો સામેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here