શહેર-જીલ્લા કોંગ્રેસ સંગઠનમાં ફેરફારોની કવાયત

શહેર-જીલ્લા કોંગ્રેસ સંગઠનમાં ફેરફારોની કવાયત
શહેર-જીલ્લા કોંગ્રેસ સંગઠનમાં ફેરફારોની કવાયત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ હોદ્ેદારોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના માળખામાં ઉપપ્રમુખ તરીકે ગાયત્રીબા વઘેલા, ડો.હેમાંગ વસાવડા, ઇન્દ્રનીલ રાજયગુરૂ અને અશોક ડાંગર તેમજ મહેશ રાજપૂતની સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે. શહેર પ્રમુખ તરીકે પ્રદિપ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ પદે અર્જુન ખાટરીયાની વરણી કરવામાં આવી છે. શહેર પ્રમુખ પ્રદિપ ત્રિવેદી અને જિલ્લા પ્રમુખ અર્જુન ખાટરીયાએ જણાવ્યું હતું કે, શહેર તથા જિલ્લામાં જયાં જરૂર પડશે ત્યાં સંગઠનમાં ફેરફાર કરવા માટે તમામ શ્રેણીના કાર્યકરો સાથે સંકલન કરીને નિર્ણય લેવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની સુચના અનુસાર શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે પ્રદીપ ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી ત્યારે આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધિવત રીતે પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો તેમજ કાર્યકરો આગેવાનો દ્વારા કાર્યાલય ખાતે પ્રદીપ ત્રિવેદીનું ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા,

Read About Weather here

પ્રદેશ મહામંત્રી અને પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર, મહામંત્રી મહેશ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, દિનેશ મકવાણા, રાજકોટ મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, દિપ્તીબેન સોલંકી, ભાર્ગવ પઢીયાર, કોર્પોરેટર વશરામ સાગઠીયા, કોમલબેન ભારાઇ, નીલેશ મારૂ, તમામ વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલસેલના ચેરમેનો આગેવાનો કાર્યકરો ભાઈઓ-બહેનો એ ફૂલહાર પહેરાવીને આ નિમણુક ને આવકારી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here