ચિત્રનગરીને ભાજપનગરી બનાવવાની કારીગરી…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
‘ચિત્રનગરી રાજકોટ’ અભિયાનની શરૂઆત 30 સપ્ટેમ્બર 2015 ના રોજ પુરજોશમાં કરવામાં આવી હતી. રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીની અનોખી ઝુંબેશ દ્વારા શહેરની ખાલી પડેલી સુની દીવાલોને કંઇક અલગ જ રંગરૂપ આપીને સુશોભિત કરવાની શરૂઆત કરવામાં આવી. જેમાં છેલ્લા 7 વર્ષથી 1 હજારથી વધુ શહેરના યુવાવર્ગોના આધારે આ કામને ખુબ જ સુંદર રીતે આગળ ધપાવવામાં આવ્યું. આ અભિયાનએ આજે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમાં મહાન નેતાઓ, દેશને આઝાદી અપાવનાર શહીદોની અવિસ્મરણીય સ્મૃતિનું પ્રદર્શન શરૂ કરવામાં આવેલ અને શહેરમાં શરૂ કરવામાં આવેલ અનેક પહેલને અનોખી વાચા આપી તેને શહેરની દીવાલો પર પ્રસ્તુત કરવામાં આવી.રાજકોટનો રંગ અનોખો, રાજકોટનો ઢંગ અનોખો, તેની સાથે જ રાજકોટની દીવાલો અને ચિત્રકારોનો સંગ અનોખો; તેટલે જ ‘રાજકોટ ચિત્રનગરી’ તરીકે વિખ્યાત. દિવાલ આલેખાયેલા ચિત્રો રાજકોટની શાન સમાન ગણાય છે અને તે રાજકોટની ઓળખસમાન બની ગયું છે. તે ચિત્રનગરી હાલ ભાજપનગરી બની રહી છે! તેવું શહેરીજનો કહી રહ્યા છે, કારણ કે ભાજપના અગ્રણીઓ દ્વારા શહેરની દીવાલો પર બનેલા ચિત્રો પર ભાજપનું કમળ ચિત્રાય ગયું છે.

ત્યારે તેવી લોકચર્ચા થઇ રહી છે કે, શું ભાજપના આ અગ્રણીઓને ચિત્રકારોના ચિત્ર પર પોતાનું કમળ ચીતરતાં પહેલા એવો વિચાર પણ નહીં આવ્યો હોય કે, આ ચિત્રકારની મહેનત પર પાણી ફળી વળ્યું!? કારણ કે, કોઇપણ ચિત્રકારે પોતાના મનના વિચારો અને કળાની મદદથી તે ચિત્ર દોર્યું હશે તો તેની કલાકારી પણ બ્રશ ફેરવતા પહેલા શું અગ્રણીઓને થોડોક પણ વિચાર નહીં આવ્યો હોય? યુવાવર્ગો દ્વારા બનાવામાં આવેલ ચિત્રો પર તો જાણે પાણી ફરી વળ્યું હોય તેવું જોવા મળ્યું. નિ:સ્વાર્થભાવે કલાકારોએ બનાવેલ આ ચિત્રો પર આ રીતે ભાજપ દ્વારા કરવામાં આવતી જાહેરાત કડી પણ યોગ્ય ગણાવી શકાય તેમ નથી.

Read About Weather here

જો આવી જ રીતે જાહેરાત થતી રહેશે તો કદાચ એક દિવસ એવઓ પણ આવી શકે છે કલાકરો આ અભિયાનમાં જોડાય પણ નહીં અને છેલ્લે આ અભિયાનને બંધ કરવું પડે. આવું થવા પાછળનું મુખ્ય કારણ શું હોય શકે? કે પછી ચિત્રનગરીને ભાજપનગરી બનાવવાની કારીગરી છે! તેવી લોક ચર્ચા થઇ રહી છે.હાલમાં ધીમે ધીમે ચિત્રભુસવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here